હિંમતનગરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેના વિશે સાંભળીને 2 ઘડી માટે તમારા પણ રૂંવાડા ઉભા થઈ જશે. આ ઘટના હાલ આખા જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. સાથે જ ઘટનાને લઈને લોકોમાં ચકચાર મચી જવા પામી છે તો બીજી તરફ પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. હોસ્પિટલમાં જે કિસ્સો બન્યો છે તે ખરેખરમાં ચોંકાવનારો છે.
હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં આ કિસ્સો સામે આવ્યો છે, જેમાં હોસ્પિટલના જ સ્ટાફ ક્વાર્ટર્સમાં 2 મહિલાઓના મૃતદેહ મળી આવ્યા છે. અહીંયા એક મહિલાનો મૃતદેહ ગ્રાઉન્ડ ફ્લોર પરથી મળી આવ્યો છે તો બીજી અન્ય મહિલાનો મૃતદેહ મકાનમાંથી મળી આવ્યો છે. ઘટનાને લઈને લોકોમાં ચકચાર મચી જવા પામી છે. સાથે જ લોકો પણ વિચારમાં મુકાઈ ગયા છે.
આ બંનેના મોતની જાણ પોલીસને થઈ ત્યારે પોલીસ પણ દોડીને ત્યાં પહોંચી હતી. સમગ્ર મામલે એવી માહિતી સામે આવી છે કે સ્ટાફ ક્વાર્ટર્સના બી 1 બ્લોકના ચોથા માળે આ મહિલાઓ રહેતી હતી. જોકે મહિલાઓના મોત કેવી રીતે થયા છે તે સૌ કોઈ માટે ચોંકાવનારો પ્રશ્ન છે. સાથે જ ક્વાર્ટર્સમાં રહેતી અન્ય મહિલાઓમાં હાલ ડરનો માહોલ ફેલાઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે, જેમાં પોલીસ તપાસ કરી રહી છે કે બંને મહિલાના મોત કેવી રીતે થયા છે. જોકે હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટર્સમાં બે મહિલાઓના મૃતદેહ એકાસાથે મળી આવતા આ મુદ્દો હાલ આખા જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. સાથે જ લોકોના મનમાં હાલ એ જ સવાલ ઉઠી રહ્યો છે કે બંનેના મોત કેવી રીતે થયા.