સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ
૧૬ કરોડથી વધુના વિકાસ કામોને મંજૂરી અપાઇ
અમદાવાદ
આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે પિરાણા ડમ્પ સાઇટ બાયોમાઇનીંગ પ્રોજેકટની કરવામાં આવી રહેલ કામગીરીનાં નિરીક્ષણ તથા પ્રોજેકટનાં રીવ્યુ માટે મુલાકાત લીધી હતી.
વર્ષ ૧૯૮૦ થી કાર્યરત પિરાણા ડમ્પ સાઇટ પર એકત્ર થયેલ આશરે ૧.૨૫ કરોડ મેટ્રીક ટનથી વધારે કચરાનાં ત્રણ મોટા ડુંગરોને શહેરનાં નાગરીકોનાં આરોગ્ય અને સુખાકારી માટે બાયોમાઇનીંગ પ્રોજેકટ વર્ષ – ૨૦૧૯ થી શરૂ કરવામાં આવેલ જેમાં તબક્કાવાર ટેન્ડર બહાર પાડી ભાડેથી ટ્રોમેલ મશીનરી મેળવી લીગાસી વેસ્ટ પ્રોસેસીંગની કામગીરી કરવામાં આવી રહેલ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પિરાણા ડમ્પ સાઇટ બાયોમાઇનીંગ પ્રોજેકટની કરવામાં આવી રહેલ આ કામગીરીની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને રૂબરૂ મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનાં ડાયરેકટર હર્ષદરાય સોલંકી તથા વિભાગનાં અધિકારીઓ દ્વારા પ્રગતિ અહેવાલ આપવામાં આવ્યો હતો.
દૈનીક ૩૦૦ મેટ્રીક ટન પ્રોસેસીંગ કેપેસિટીનાં ૬૦ અને ૧૦૦૦ મેટ્રીક ટન કેપેસિટીનાં ૦૯ ઓટોમેટેડ ટ્રોમેલ એમ કુલ ૬૯ ટ્રોમેલ મશીનોથી કરવામાં આવી રહેલ બાયોમાઇનીંગ પ્રોજેકટ સાઇટની મુલાકાત લઇ કામગીરીનું સ્થળ નિરીક્ષણ ચેરમેને કર્યું હતું.
સાલમાં દૈનીક અંદાજીત ૧૨૦૦૦ મેટ્રીક ટનથી વધારે લીગાસી વેસ્ટ પ્રોસેસ થાય છે. આજ દિન સુધીમાં ૫૫ લાખ મેટ્રીક ટનથી વધારે કચરાને પ્રોસેસ કરી ૩૫ એકર જેટલી અજમેરી ડમ્પ સાઇટની જગ્યા ખુલ્લી કરી દેવામાં આવેલ છે અને હાલમાં હાઇ ડમ્પનાં નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે.
આજે મેયર કિરીટ પરમાર, ડે. મેયર શ્રીમતી ગીતાબેન પટેલ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ભાજપ નેતા ભાસ્કર ભટ્ટ તથા દંડક અરૂણસિંહ રાજપૂતે માહિતી આપતા જણાવ્યું કે, આજરોજ સ્ટેન્ડીંગ કમિટી હોલ, દાણાપીઠ ખાતે મળેલ સ્ટેન્ડીંગ કમિટીમાં વોટર સપ્લાય એન્ડ સુઅરેજ અને રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ કમિટીના કામોને મંજુરી આપી છે.રૂા. ૩૮ લાખના ખર્ચે ઉત્તર પશ્ચિમ ઝોનનાં બોપલ વિસ્તારમાં ડ્રેનેજ લાઇન ,રૂા. ૬૬૪ લાખના ખર્ચે ઉત્તર ઝોનનાં નરોડા વોર્ડમાં હંસપુરા ટી.પી.માં નવી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન ,રૂા. ૯૭ લાખના ખર્ચે ઉત્તર ઝોનનાં સરદારનગર વોર્ડમાં સમાવિષ્ટ થયેલ નાના ચિલોડા વિસ્તારનાં મુખ્ય રોડ ઉપર સેન્ટ્રલ વર્જ તથા જંકશનો ઉપર ફુટપાથ કરવાનાં કામને ,બગીચા ખાતા દ્વારા રજૂ થયેલ ઉત્તર પશ્ચિમ ઝોનનાં થલતેજ વોર્ડમાં શીલજ તળાવ પાસે રૂા. ૮.૧૮ કરોડના ખર્ચે આરોગ્ય વન ડેવલપ કરાવના કામને મંજૂરી આપવામાં આવી હતી.