પાટનગરના સેક્ટર ૨૨ માં ચાલતા બોગસ ડિગ્રી સર્ટિફિકેટ વેચવાના કૌભાંડનો પર્દાફાસ થયો તેમાં મહિલા સૂત્રધાર અને તેના સાગરીતને પોલીસે દબોચી લીધો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના પાટનગરમાં જ બનાવટી ડિગ્રી સર્ટિફિકેટ કુંભારની મુખ્ય સૂત્રધાર બંગાળી મહિલા અને સાગરીતને પોલીસે રંગેહાથ ઝબ્બે કરી લીધા છે. દેશની અલગ અલગ યુનિવર્સિટીના બનાવટી સર્ટિફિકેટ નો ઢગલો કબજે કરીને પોલીસે કુલ ત્રણ આરોપી સામે ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સેક્ટર ૨૨ ના સુરભી કોમ્પલેક્ષ આવેલ ભોંયતળિયા માં આવેલ દુકાન નંબર પાંચ માં બરોડા એજ્યુકેશન કન્સલ્ટનસીમાં સે-૨૧ ને મળેલી બાતમીને આધારે દરોડા પાડતા આ કન્સલ્ટન્સી ની ઓફિસ માંથી અલગ અલગ યુનિવર્સિટીના નકલી ડીગ્રી સર્ટીફીકેટ મોટા જથ્થામાં મળી આવ્યા હતા. ત્યાં હાજર સંચાલિકા નામે વંદના શ્યામલકેતુ રૂબરૂ આની પૂછપરછ કરવામાં આવતા બહાર આવ્યું છે કે તેણે વર્ષ ૨૦૧૪માં સેક્ટર ૧૧ ખાતે સુમન ટાવર માં કેન્સલન્ટ ઓફિસ ખોલી હતી જેની જાહેરાત અખ બારોટ અને જસ્ટ ડાયલમાં આપી હતી એ વખતે મહારાષ્ટ્રની સફાયર એજ્યુકેશન એપ એજ્યુકેશનલ કલોલ, મેઘદૂત એજ્યુકેશનલ કડી, એસ .એલ એજ્યુકેશનલ ઝારખંડ, દેવી એજ્યુકેશનલ બેંગ્લોર વગેરે સંસ્થાના ડાયરેક્ટર ઓ સાથે સંપર્ક થયું હતું ત્યારે તે સમયે દેવી એજ્યુકેશનલ ના ડાયરેક્ટર તનમય દેવ રોય ( રહે.અગરતલા )નો સંપર્ક થતાં તેઓએ દેશની કેટલીક યુનિવર્સિટીના સંપર્કો છે ધોરણ ૧૦ અથવા ધોરણ ૧૨ તેમજ ધોરણ ૧૨ પાસ કર્યા પછી નાટકનું અભ્યાસ કર્યા વગર કોઈપણ વ્યક્તિને ડિગ્રીના દિન દેખના સર્ટિફિકેટ વેચતા મળી રહેશે.આ થી કુંભાજીની મુખ્ય સૂત્રધાર વંદનાએ સેક્ટર ૨૨ ઉર્વી કોમ્પલેક્સમાં હાઇટેક કોમ્પ્યુટર ક્લાસ ના વિપુલ અમૃતભાઇ પટેલ ( રહે.સે-૨૩ )ને ગ્રાહકો લાવવાનું કામ સોંપ્યું હતું એક સર્ટિફિકેટ માટે તેઓ ૪૦ થી ૫૦,હજાર ગ્રાહક પાસેથી લેતા હતા. અને તે રકમ સરખા ભાગે વહેંચી લેતા હતા જેથી આ કૌભાંડમાં સામેલ એવા વિપુલભાઈ ના કોમ્પ્યુટર ક્લાસમાં તપાસ કરતાં પોલીસને ત્યાંથી પણ નકલી સર્ટિફિકેટ મળી આવતા જપ્ત કરાયા હતા આ બંને સ્થળેથી પોલીસને મેરઠની ચૌધરી ચરણ સિંગ યુનિવર્સિટી જયપુરની નેશનલ યુનિવર્સિટી રાજસ્થાનની સનરાઈઝ યુનિવર્સિટી તેમજ અમદાવાદની કેલોક્ષ ટીચર યુનિવર્સિટીના નકલી સર્ટિફિકેટ મળી આવ્યા હતા. જેના પગલે પોલીસે વંદના શ્યામલ કેતુ બરૂઆ (રહે.પ્લોટ નં.૪૨૦/૨૪ સેક્ટર ૧૨બી, ગાંધીનગર, વિપુલ અમૃતભાઈ પટેલ,રહે.સે.૨૩ તથા બેંગ્લોરના તન્મય દેબરોય ના ઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.