અમદાવાદ
વર્તમાન સમય સમગ્ર વિશ્વ માટે કઠીન સમય છે કે જ્યારે દરેક રાષ્ટ્ર અને સમાજ કંઈક ને કંઈક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યાં છે.
સમર્પણ ધ્યાન સંસ્કારના પ્રણેતા મહર્ષિ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી ધ્યાન દ્વારા વિશ્વમાં શાંતિ ફેલાવવામાં અવિરત પ્રયાસરત રહ્યા છે. જાતિ, ધર્મ, દેશ, ભાષા, રંગ, લિંગ આદિના ભેદભાવ વિના આ ધ્યાન થકી વિશ્વભરના લાખો લોકો નિયમિત ધ્યાનને પોતાના જીવનનો હિસ્સો બનાવી રહ્યા છે. જીવનની ભાગદોડથી દૂર થોડો સમય પ્રકૃતિના સાંનિધ્યમાં વ્યતીત કરવા અને જીવનને વધુ ઊજાર્ન્વિત કરવામાં સહાયરૂપ, ચૈતન્યથી પરિપૂર્ણ તથા અધ્યાત્મના માર્ગે આગળ વધવા માટે એક વાતાવરણ પૂરું પાડતાં આશ્રમોની પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી ભારત અને વિદેશમાં સ્થાપના કરવામાં આવી છે. એ પૈકીનો એક આશ્રમ જૈન તીર્થક્ષેત્ર, મહુડીની સમીપ સ્થિત છે, જ્યાં વિશ્વશાંતિ માટે ૧૦૦૮ કુંડીય યજ્ઞનું આયોજન એક એવા ઐતિહાસિક અવસરે કરવામાં આવ્યું છે કે જ્યારે પૂજ્ય સ્વામીજી પાવન તપોભૂમિ મહુડી ખાતે ચિરસ્થાયી થવા જઈ રહ્યા છે. વિશ્વશાંતિના આ યજ્ઞમાં ભારત સહિત દેશવિદેશના હજારો લોકો જાેડાશે અને વિશ્વકલ્યાણ માટે પ્રાર્થના કરશે. આપણાં શાસ્ત્રો અને સંસ્કૃતિમાં પણ યજ્ઞનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. પ્રાચીન સમયમાં ઋષિ-મુનિ પોતાના આશ્રમનું વાતાવરણ પવિત્ર રાખવા, રાજા-મહારાજા વિશેષ ફળપ્રાપ્તિ માટે વિવિધ પ્રકારના યજ્ઞ કરતા, એવા ઉલ્લેખ શાસ્ત્રોમાં મળે છે તથા યજ્ઞ દ્વારા આસપાસના વાતાવરણની શુદ્ધિ થાય છે એ તો વિજ્ઞાનસંમત વાત છે. વર્તમાન સમયમાં પણ સમર્પણ ધ્યાનયોગના દરેક આશ્રમમાં સવારે અને સાંજે ચિત્તશુદ્ધિ તથા વિશ્વશાંતિ હેતુ યજ્ઞ કરવામાં આવે છે.
યજ્ઞના અનેક ફાયદા છે પરંતુ જાે સામૂહિકતામાં યજ્ઞ કરવામાં આવે તો તેનું અદ્વિતીય પરિણામ મળી શકે છે. મહુડીસ્થિત શ્રી ગુજરાત સમર્પણ આશ્રમમાં થનાર આ યજ્ઞ અલૌકિક અને અદ્ભુત હોવાનો, કારણ કે સાક્ષાત્ સદ્ગુરુના પ્રત્યક્ષ સાંનિધ્યમાં અને હજારોની સામૂહિકતામાં થવાનો છે.