વિસનગરમાં સામાજિક બહિષ્કારના વિરોધમાં ઠાકોર સમાજની મૌન રેલી

Spread the love


વિસનગરના કુવાસણામાં ઠાકોરોનો સામાજીક આથક બહિષ્કાર કરવાના મામલે વિસનગરમાં ઠાકોર સમાજ દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી.જેમાં કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.આ મુદ્દે સમાધાન કરાવવા મોડી રાત સુધી પ્રયાસો કરવામાં આવ્યા હતા.
વિસનગર તાલુકાના કુવાસણા ગામમાં પટેલ સમાજની વાડી બનાવવા ઉકરડાની જગ્યા ખાલી કરવાના વિવાદમાં થયેલી જુથ અથડામણમાં ગામના ઠાકોરોનો બહિષ્કાર કરવાના મુદ્દો વિવાદાસ્પદ બન્યો હતો.
ઠાકોર સમાજે રેલીની જાહેરાત કરતા તંત્ર દોડતુ થયુ હતુ. કુવાસણા ગામના પટેલ આગેવાનો દ્વારા વીડીયો વાયરલ કરી ગામમાં કોઈ જાતના બંધ કરવામાં આવ્યા નથી તેવો મેસેજ ફરતો કરાયો હતો.જયારે સમાધાન માટે ભાજપના આગેવાનો દ્વારા મોડી રાત સુધી પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જાે કે પ્રતિબંધોના કારણે રોષે ભરાયેલા ઠાકોર સમાજ વિસનગરમાં રેલીના ર્નિણય ઉપર મક્કમ રહેતા ે આસપાસના તાલુકાની પોલીસ ખડકી દેવામાં આવી હતી.નિયત સમયે વિસનગરમાં ઠાકોર ક્ષત્રીય સેનાના અધ્યક્ષ અભિજીતસિંહ બારડ, ઠાકોર અનામત સમીતીના પ્રમુખ અજમલજી ઠાકોર, શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોર, પૂર્વ ડેલીગેટ મણાજી ઠાકોર સહીતના આગેવાનોની ઉપસ્થિતિમાં બેનર તથા તિરંગા સાથે મોટી સંખ્યામાં રેલી નિકળી હતી.જયારે મામલતદારને આવેદન આપીને માનવ અધિકારોનો ભંગ થતો હોવાની રજૂઆત કરી હતી.
ઠાકોર ક્ષત્રીય સેનાના અધ્યક્ષ અભિજીતસિંહ બારડે જણાવ્યુ હતુ કે, કેટલાક તત્વો દ્વારા કુવાસણાના ઠાકોર સમાજ વિરુધ્ધ તાલીબાની ફરમાન કરવામાં આવ્યુ હતુ. કુવાસણાને કાશ્મિર બનતુ અટકાવવા આ રેલી છે. ન્યાય નહી મળે તો આગામી સમયમાં ગાંધી ચીન્ધ્યા માર્ગે આંદોલન કરીશુ.
ઠાકોર સમાજ દ્વારા રેલીનુ આયોજન કરવામાં આવતાજ કુવાસણા ગામના પટેલ આગેવાનો દ્વારા વિડીયો વાયરલ કરી મેસેજ ફરતો કરવામાં આવ્યો હતો કે, ગામમાં ઠાકોર સમાજ ઉપર કોઈપણ જાતના બંધનો કરવામાં આવ્યા નથી. દૂધ મંડળી, સહકારી મંડળી, કરિયાણાની, દળવાની ઘંટીની, મિનરલ પાણીના પ્લાન્ટની, ગ્રામ પંચાયતની તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com