અમિત શાહે આજે ગાંધીનગરના સોલા ખાતે વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યાં

Spread the love

ગાંધીનગર

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગુજરાતની રાજધાની ગાંધીનગરના સોલામાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યાં હતાં. આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.અમિત શાહે કહ્યું કે આજે 156 કરોડ રૂપિયાનાં 7 મોટાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને 150 કરોડ રૂપિયાનાં 9 મોટાં કાર્યોનો શિલાન્યાસ થઈ રહ્યો છે. આ કાર્ય ગાંધીનગર નગરના દરેક વૉર્ડ અને દરેક વિધાનસભા મતવિસ્તારની જૂની સમસ્યાઓનાં નિરાકરણનું કાર્ય છે. તેમણે કહ્યું કે શ્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 44 કરોડ રૂપિયાના ખર્ચે EWS કૅટેગરીમાં બનાવાયેલાં 826 ઘરો ગરીબ પરિવારોને આપવાનું કામ આજે સમાપ્ત થયું છે. શ્રી શાહે કહ્યું કે ઉત્તર પશ્ચિમ ઝોનમાં ઈકોલોજિકલ પાર્ક બનાવાયો છે. અહીં પહેલાં હજારો ટન કચરો પડી રહેતો હતો અને આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ અને અનેક પ્રકારની બીમારીઓ ફેલાતી હતી.

 

 

 

અમદાવાદ મહાનગરપાલિકાએ બાયોમાનિંગ પદ્ધતિથી પ્લાસ્ટિક વૅસ્ટ અને અન્ય કચરાને અલગ કર્યો. મહાનગરપાલિકાએ પ્લાસ્ટિકને રિસાઇકલિંગ માટે મોકલીને અને અન્ય કચરાનો સાઇટ ડેવલપમેન્ટમાં ઉપયોગ કરીને આજે એક સુંદર બગીચાનું નિર્માણ કર્યું છે. તેમણે કહ્યું કે આ પાર્ક કચરામાંથી કંચન બનાવવાનું એક આદર્શ ઉદાહરણ છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે 120 કરોડ રૂપિયાના ખર્ચે 2200 મિલી મીટર વ્યાસવાળી પાઇપલાઇનનું કામ ચાલુ થઈ ગયું છે.અમિત શાહે કહ્યું કે મોદીજીનાં નેતૃત્વમાં નવી શિક્ષણ નીતિ, સ્થાનિક ભાષાઓને મહત્વ આપવું,

શહેરી વિકાસ માટે નવા અધ્યાય લખવા અને ગ્રામીણ વિકાસ માટે ગામડાં સુધી આયોજન સહિત વિવિધ ક્ષેત્રોમાં કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી આસામ સુધી વિકાસ અને ગરીબ કલ્યાણનો યજ્ઞ ચાલી રહ્યો છે. આ રીતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેક ક્ષેત્રમાં ભારતના વિકાસના નવા આયામો સર્જ્યા છે અને રાષ્ટ્રનાં ગૌરવને એક નવી ઊંચાઇ પર લઈ જવાનું કાર્ય કર્યું છે. શ્રી શાહે કહ્યું કે નરેન્દ્રજીએ ગુજરાતમાં જે પરંપરા બનાવી હતી અને શ્રીમતી આનંદીબહેન અને શ્રી વિજયભાઇએ જેને આગળ ધપાવી, આજે ભૂપેન્દ્રભાઇ એને વધુ આગળ વધારી રહ્યા છે અને ગુજરાતના દરેક વ્યક્તિનાં ઘર સુધી સુવિધાઓ પહોંચાડવાની વ્યવસ્થા કરાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com