સોશિયલ મીડિયામાં ગુજરાતના અલગ અલગ ઝોનમાંથી ૧૫૦થી વધારે કાર્યકર્તાઓને સ્થાન અપાયું
અમદાવાદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના મહિના બાકી છે. ત્યારે કોંગ્રેસે ચૂંટણી જીતવા કમર કસી છે. કોંગ્રેસે તાજેતરમાં જ જમ્બો માળખું રચ્યું. ત્યારે રાજ્યમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા મહિલા પ્રમુખની નિમણુક કરવામાં આવી છે. ગાયત્રી બા વાઘેલાના સ્થાને પ્રદેશ મહિલા પ્રમુખ તરીકે જેનીબહેન ઠુમ્મરને જવાબદારી સોંપવામાં આવી છે.જેની ઠુમ્મર કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરના પુત્રી છે.વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસનું સોશિયલ મીડિયાનું નવું માળખું જાહેર કરવામાં આવ્યુ. જેમા ગુજરાતના અલગ અલગ ઝોનમાંથી ૧૫૦થી વધારે કાર્યકર્તાઓને સ્થાન આપવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા તમામ જિલ્લા અને શહેરના પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે.૧૫ ઉપપ્રમુખ, ૩૦ મહામંત્રી, ૪૪ મંત્રી તથા ૬૦ એક્ઝીક્યૂટીવ કમિટી મેમ્બર જાહેર કરવામાં આવ્યા.ઉપરાંત ૧૫ ઉપપ્રમુખ, ૩૦ મહામંત્રી, ૪૪ મંત્રી તથા ૬૦ એક્ઝીક્યૂટીવ કમિટી મેમ્બર જાહેર કરવામાં આવ્યા છે. આગામી સમયમાં કોંગ્રેસની વિચારધારા લોકો સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયાનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે.રાજ્યમાં પ્રદેશ કોંગ્રેસના નવા 25 ઉપ પ્રમુખ, 75 જનરલ સેક્રેટરી અને 19 શહેર/ જિલ્લા પ્રમુખની વરણી કરવામાં આવી છે. તાત્કાલિક અસરથી આ બધાની વરણી કરવામાં આવી છે. આ બધા નેતાઓ જમીની સ્તરે જઈ કોંગ્રેસને મજબૂત કરશે.ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા અન્ય ભાષા ભાષી સેલના પ્રમુખ તરીકે કરણસિંહ તોમરની વરણી કરવામાં આવી છે
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા અન્ય ભાષા ભાષી સેલના પ્રમુખ તરીકે કરણસિંહ તોમરની વરણી કરવામાં આવી છે, ત્યારે કરણસિંહ તોમરે અમદાવાદમાં વિશાળ રેલી યોજી પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું.