ભાજપમાંથી વિધાનસભાની ટિકિટ લેવા અનેક મુરતિયાઓ મુંગેરીલાલ કે હસીન સપનેની જેમ ચકલી ફુલે કે ચઢી જેવો ઘાટ ભાજપમાં ૧૮૨ બેઠકોમાં થી દરેક જગ્યાએ ૨૫ થી ૪૦ ઉમેદવારો રેસમાં

Spread the love


ગુજરાતમાં ચૂંટણીઓના બ્યુગલો વાગી રહ્યા છે.ત્યારે આ દસમી વિધાનસભા છેલ્લી છે, ત્યારે પંજાબમાં આપ પાર્ટી દ્વારા સ્પષ્ટ બહુમતી સાથે જે રેકોર્ડ બ્રેક જીત મેળવી છે, અને જીત મેળવ્યા બાદ નોકરીમાં ભરતી, શિક્ષણ સામે પંજાબના મુખ્યમંત્રીએ અનેક જાહેરાતો કરાતા આવનારા દિવસોમાં દિલ્હી બાદ પંજાબનું ટ્રેલર અહીં બતાવે અને ભાજપને નુકસાન જાય તો, શું? ત્યારે ચૂંટણી વહેલી આવવાના સંકેતો પણ જાેઈ શકાય છે. ત્યારે ભાજપમાં ટિકિટ મેળવવા અનેક મુંગેરીલાલો હસીન સપનાની જેમ રાંચી રહ્યા છે. ત્યારે ભાજપ એક નવો ઇતિહાસ રચવાના મૂડમાં છે. હમણાં જ મંત્રીમંડળનું વિસ્તરણ કરીને તમામ નવા મંત્રીઓથી લઈને મુખ્યમંત્રી પણ બદલાતા ચર્ચાનો વિષય બન્યો છે.ત્યારે વર્ષોથી એકના એક ચહેરો જાેઈને ભાજપના કાર્યકરો અને અરજદારો પણ કંટાળી ગયા હતા. ત્યારે નવા ચહેરા બાદ ગયેલી સચિવાલયની રોનક પણ પાછી લાવવામાં સી.આર.પાટીલ ને આ શ્રેય જાય છે ત્યારે આ ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓ માટે અને કોંગ્રેસમાંથી આયાત નેતાઓ માટે નો-રિપિટ થિયરીનો ઉપયોગ થઈ શકે. ત્યારે શું હોઈ શકે છે વિધાનસભા ચૂંટણી માટે ભાજપની રણનીતિ અને કેવી રીતે ફાળવાશે ટિકિટ ? આ અંગે ફ્‌ફ પાસે EXCLUSIVE ખબર આવી છે. ભાજપે વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો માટે ગાઇડલાઇન તૈયાર કરી છે.ગુજરાત ભાજપે ઉમેદવારો માટે ગાઇડલાઇન નક્કી કરી છે. વિધાનસભાના સંભવિત ઉમેદવારો માટે ચોક્કસ માપદંડ નક્કી કરાયા છે. ભાજપ ૨૫થી ૬૫ ઉંમરના વ્યક્તિને જ ટિકીટ અપાશે. ચાર ટર્મ ચૂંટણી લડેલા ધારાસભ્યોને ટિકીટ નહીં મળે. તો સ્થાનિક સ્વરાજમાં ચુંટાયેલા પ્રતિનિધીઓને ટિકીટ નહીં મળે. સ્થાનિક સ્વરાજના હોદ્દેદારોને પણ ટીકિટ નહી આપવામાં આવે. સાથે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેનને પણ ટિકીટ ન આપવાનું નક્કી કરાયું છે. પક્ષના નેતા અને દંડકને પણ વિધાનસભાની ટિકીટ નહીં આપવામાં આવે. તાલુકા- જિલ્લા પંચાયતના સભ્યોને ઉમેદવાર નહીં બનાવાય. મનપા વિસ્તારોમાં કોર્પોરેટર્સને પણ ટિકીટ ન આપવાનો ર્નિણય લેવાયો છે.મહત્વનું છે કે, હમણાં જ આવેલા ૪ રાજ્યોના પરિણામો બાદ ભાજપ દ્વારા મિશન ગુજરાતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ આ વખતે વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં નવો પ્રયોગ કરી શકે છે. ભાજપે યુવા ચહેરાઓને તક આપવાની યોજના બનાવી છે. પાર્ટીના અનેક નેતાઓના અરમાનો પર પાણી ફેરવાઈ શકે છે. ગત ચૂંટણીના ૮૦ ટકા ઉમેદવારોના પત્તા કપાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com