આજે GJ-18 ખાતે ભવ્યતિભવ્ય અતિભવ્ય એવી ભગવાન પરશુરામ દાદા ની યાત્રા નીકળી હતી. ત્યારે GJ-18 ના ઇતિહાસમાં આજ દિન સુધી આટલી મોટી યાત્રા નીકળી નથી, દર વર્ષે બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ શોભાયાત્રાનું આયોજન થાય છે પણ GJ-18 બન્યું ત્યારથી મોટામાં મોટી પરશુરામ શોભાયાત્રા રેલી નહીં પણ રેલ્લો હતો.
ત્યારેGJ-18 ના નામાંકિત એડવોકેટ અને સ્પે.પી.પી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) ના મુખ્ય સંગઠક અશ્વિન ત્રિવેદી, પ્રમુખ સુનિલ ત્રિવેદી, મહિલા પાંખ ના પ્રમુખ છાયા કે .ત્રિવેદી, યુવા પાંખ ના પ્રમુખ મૌલિક દીક્ષિત અને શોભાયાત્રાના કન્વીનર હિમાંશુ ભચેચ દ્વારા યોજાયેલ શોભાયાત્રા ઐતિહાસિક ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નગરની સર્વપ્રથમ જ્યાં ઇંટ મૂકવામાં આવી હતી તેGEB (GJ-18) થી ૧/૨ થઈને આ શોભાયાત્રા ની થીમ બેઇઝ સ્થાપનાથી વિકાસ સુધી સૂત્ર આપવામાં આવ્યું છે ત્યારે આ યાત્રા ‘ચ’ અને ‘ઘ’ માર્ગ, સેક્ટર હો ઉપર ફરીને સરગાસણ થઈ કુડાસણ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.વધુમાં આ યાત્રામાં ૧૧૦૦ ફૂટનું રાષ્ટ્રીય ધ્વજ આકર્ષક નું કેન્દ્ર બન્યું હતું. જેનું સ્થાપન અને એવોર્ડ લન્ડન વર્લ્ડ રેકોર્ડ દ્વારા આપવામાં આવ્યો છે ત્યારે તમામ સ્વેચ્છિક સંસ્થાઓ, રાજકારણના નેતાઓની દ્રારા ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.