અત્યાર સુધી માં એક બાબત તો ક્યારેય સમજાઈ નથી કે… સરકાર જ્યારે જ્યારે DAજાહેર કરે છે પછી તે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર આટલા કરોડનો બોજાે પડશે એવો ઢંઢેરો પીટવાની જરૂર જ શું છે ?આવા ન્યુઝ થી લોકોમાં ખોટો મેસેજ જાય છે અને અજાણતા પણ સરકારી માણસ અને લોકો વચ્ચે કંઇક અંતર વધતું જતું હોય એમ લાગે છે,જેનાથી કમૅચારી કોઇ ગુનો કરતો હોય એવી ભાવનાથી લોકો જાેતાં થાય છે.નાણાંકીય બોજાે શબ્દ સાંભળીએ ત્યારે બે પ્રશ્નઅવશ્ય થાય છે….મંત્રીશ્રીઓ, સાંસદો કે ધારા સભ્યો નાં પગાર ભથ્થા દલા તરવાડીની માફક વધે છે ત્યારે કોઇ છાપાવાળા કે મિડિયા નેબોજાે નથી લાગતો ? ફક્ત કર્મચારી માટે જ બોજાે…? કર્મચારીઓ સરકારના હાથ પગ છે સરકારનાં કામ કરીને પગાર મેળવે છે… વળી એની નિમણૂક પણ એની લાયકાત જાેઇ- ચકાસી ઉંમર, અનુભવ, ભણતર તેમજ ઘણી બધી ખાતાકીય ટેસ્ટબાદ કરી, સરકાર જ્યાં કહે ત્યાં જઈને ફરજ બજાવવાની હોય છે. આ નિયત પગારમાં વધતી જતી મોંઘવારી મુજબ સમયાંતરે ડ્ઢછ મેળવે છે.. એના બદલામાં બોજાે શબ્દ યોગ્ય નથી…વળી જે DA જાહેર થાય છે તેના અગાઉ અનેક ગણી મોંઘવારી તો વધી ગઈ હોય છે તેનું શું…?અને બીજાે પ્રશ્ન કર્મચારી ને જે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવે છે તેની સામે સરકાર આવકવેરા ની LIMIT તો એક પણ બજેટ વખતે (કે જેની કર્મચારીઓને દરેક બજેટ વખતે અપેક્ષા હોય છે તે મુજબ) કરવામાં તો આવતી નથી, તો આ બોજાે અંતે તો કર્મચારીઓએ જ વેંઢારવાનો ને…? DA આપી સરકાર એમાંથી અમુક નાણાં તો પાછા લઈ લે છે.તો ખરેખર બોજાે કેટલો..?તો પછી સરકાર પર આટલો નાણાંકીય બોજ એવો શબ્દ વાપરીને કર્મચારીઓનું અપમાન ન કરવું જાેઈએ. કોઇ ચૂંટાયેલ વ્યક્તિ પોતાના ખિસ્સામાંથી DA નથી આપતા…કર્મચારીને તેનો કાયદાકીય રીતે હક્ક મળેલ છે,કોઇ ખેરાત, ભીખ કે દયા દાન નહીં…!!તે કોઇ પણની સરકાર હોય કે કોઇ પણ મિડિયા હોય,તેણે યાદ રાખવું ઘટે…!!કર્મચારીના ટેક્ષના પૈસા માંથીઅમુક લોકોને મફતમાં ખેરાત કે બીલોમા માફી વિગેરે કરવામાં આવે ત્યારે સરકારી નાણાં નો દુર્વ્યય નથી થતો…??આ સરકાર પરના બોજ નો નહીં પણ કર્મચારીના આત્મસન્માનનો સવાલ છે…!!સૌએ વિચારવુ જાેઈએ…??