Spread the love

મા તુજે સલામ, તસવીરમાં સાફ- સફાઈ કર્મચારી પોતાના બાળકને લઈને કામે આવે છે, કારણકે મોંઘવારીએ માઝા મૂકી છે. આજે એક વ્યક્તિ કમાય અને બધા ખાય એવું રહ્યું નથી, ત્યારે કડિયા કામ કરતાં કરતાં મજબૂરીમાં ઝાડૂ પકડી લીધું છે,ભાઈ, પાપી પેટકા સવાલ હૈ, સબ કા એક જેસા હાલ હૈ, ત્યારે રમવા, ભણવાની ઉંમરે કચરાપેટીમાં બાળક ગાડી- ગાડી કરીને ફરી રહ્યું છે, તેના માટે તો આ ફોરવીલર જ હશે, આજના યુગના બાળકોને તમામ અઢળક સગવડો મળવા છતાં ખૂટે છે,ખૂટે છે, તેની બૂમો પાડી રહ્યા છે.આજના યુગના બાળકો પણ માઇકાંગલા, અને ટટુ મા-બાપે બનાવી દીધા છે. સહેજ થોડું વાગે તો દવાખાનું નહીં પણ હોસ્પિટલ, છોલાય તો અનેક પ્રકારના ટેસ્ટ કરાવી નાખે, ત્યારે ફોરવીલ માં ફરતા હોય અને પવનથી માટી ઉડે તો ડસ્ટ કહી ને કામ બંધ કરી નાખતા મોટાભાગનાને નાનો વાઇરસ પણ બીમારી નોતરે છે, ત્યારે આ બાળક ધૂળ,ડમરી, વરસાદ,ઠંડી, ગરમીમાં બધી જ રીતે એન્ટિવાયરસ બની રહ્યું છે.હા, ભણવાની ઉંમરે અને રમવાની ઉંમરે મા-બાપ ભણાવી શક્તા નથી, આ આપણા દેશની કમનસીબી છે. ગરીબો માટે ૧૦ રૂપિયામાં ભોજન,રેનબસેરા, સરકારી દવાખાના થી લઈને અનેક યોજનાઓ આવી, તેમાં મોટાભાગની યોજનાઓ નું બળમરણ થઈ ગયું છે.આજે સરકારે ૧૦ રૂપિયામાં ભોજન કડિયા કામ કરતાં શ્રમજીવીઓ માટે આપી રહી છે, ત્યારે રાજ્ય સરકારમાં ફિક્સ પગારમાં કામ કરતાં હજારો નહીં પણ લાખો કર્મચારીઓ છે, તેની કડિયા કામ કરતા મજૂરો થી પણ બદતર હાલત છે, કડિયા કામ ની મજૂરી રોજના ૪૦૦ લેખે મહિને ૧૨,હજાર થાય, પ્લમ્બર ની ૯૦૦ લેકે મજૂરી મહિને ૨૭ હજાર,ચણતર ,પ્લાસ્ટર કામગીરની મજુરી ૧૧૦૦ લેખે ૩૩ હજાર મહિને આવક હોવા છતાં તેમને ૧૦ રૂપિયામાં ભોજન, અને રાજ્ય સરકારમાં હોમગાર્ડઝ રોજમદાર, ફિક્સ પગારધારકો ની મહિનાની સેલરી ૬ હજાર થી ૧૦ હજાર ની અંદર હોવા છતાં ૧૦ રૂપિયામાં ભોજન મળતું નથી, આ કેવું ? આ કેવો નિયમ ? વધારે કમાય તેને દસ રૂપિયામાં ભોજન, ઓછું કમાય તેને દસ રૂપિયામાં ભોજન ઓછું કમાય તેને ઠેંગો ? ત્યારે આ ભેદરેખા સમજાવાની જરૂર છે. ત્યારે આજનું બાળક આવતીકાલઆવતીકાલનુ ભવિષ્ય છે, તો શું આ બાળકનું ભવિષ્ય આ કચરાના ડબ્બામાં ? કહેવત છે કે કપડાંને થીંગડું મરાય, પણ પેટ ને નથી મરાતું, પાપી પેટકા સવાલ હૈ, ત્યારે મહાનગરપાલિકામાં કામ કરતાં આ મજૂરોને પણ ૧૦ રૂપિયામાં ભોજન આપવું જાેઈએ,હોમગાર્ડઝ ના કર્મચારીને પણ ૧૦ રૂપિયામાં ભોજન આપવું જાેઈએ, કડીયાકામના મજૂરો કરતાં પણ મહિને સેલેરી ઓછી ધરાવે છે. ત્યારે ભણવાની ઉંમરે બાળક હજુ પાપા પગલી માંડી નથી, ત્યાં કચરામાં મોજથી ફૂડપેકેટ થઈ રહ્યું છે. આજે અમીરો ફોરવીલર વાહનમાં નીકળે એટલે તમામ ગાડીમાં છષ્ઠ, ્‌ફ થી લઈને તમામ સગવડો હોવા છતાં કંઈક ખૂટે છે, તેની બૂમો પાડતા હોય છે. ત્યારે ગાડીમાં બેઠા હોય તો પણ હસી શકતા નથી, તેના માટે પણ લાફિંગ ક્લાસમાં જવું પડે છે, શ્રમજીવીઓ મહેનત કરીને કસરત મેળવે છે, અને પરસેવો પાડે છે, ત્યારે એ.સીમાં રહેનારા પરસેવા પાડવા પણ કસરત એવા જિમમાં જઈ રહ્યા છે, આ ભેદરેખા છે, અને ખાસ દવાખાનામાં બીમાર દર્દીઓની સંખ્યા વધારે હોય તો અમીરોની અને ભૌતિક સુખની છે, જે કુદરતની વિરુદ્ધ એવા ઉનાળામાં છષ્ઠ , ઠંડીમાં હીટર, વરસાદમાં છત્રી, રેનકોટ થી જીવી રહ્યા છે, તે લોકો દવાખાને વધારે જતા હોય છે, ત્યારે કુદરત ની તમામ કળા ખીલેલી છે, તે માણવી જાેઇએ, આજે અનેક પ્રકારના અતર નીકળ્યા,સ્પ્રે નીકળ્યા, પણ વરસાદમાં માટીની સુવાસ જેવી કોઈ સુવાસ ખરી ? ત્યારે આ તસવીર ઘણું બધું કહી જાય છે, બધી જ સગવડો આજની પેઢીને આપો તેના કરતાં છૂટ થી બધી જ રીતે રમવા દો, અને આવનારી પેઢીને એન્ટિવાયરસ બનાવો, બાકી ચિંતા કરશે રામ, ઉપરવાળો અને ચાર હાથ વાળો, મૃત્યુ ,બીમારી એ કુદરતને આધિન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com