ગુજરાતનું કહેવાતું GJ-18 પાટનગર હવે મહાનગરપાલિકા બની ગયું છે ત્યારે વર્ષો પહેલા માર્ગ મકાન અને પાટનગર વિભાગે બનાવેલા રંગમંચ લગ્નવાડી જે કર્મચારીઓને રહેવાસીઓ માટે આશીર્વાદરૂપ હતી, ગમે તે પ્રસંગ અહિયાં થતો હતો ત્યારે વર્ષો બાદ મનપા અસ્તિત્વમાં આવતા તેને રિનોવેશન કરવામાં આવ્યું હતું ત્યારે રીનોવેશન બાદ પણ પાટનગર યોજના વિભાગ પાસે હતું, હવે આ લગ્ન વાળી મનપાને સોંપવામાં આવતા મનપા દ્વારા તોતીંગ ભાડું વધારવા માં આવતા દલિત અધિકાર સંઘ ગુજરાત ના જિલ્લા પ્રમુખ કાંતિભાઈ એમ. પરમાર શહેર પ્રમુખ ચંદ્રવદન એમ. પરમાર પ્રદેશ મહામંત્રી એલ જાદવ પ્રદેશ પ્રમુખ પી.બી. શ્રીમાળી દ્વારા મેયર શ્રી હિતેશ મકવાણાને પત્ર પાઠવીને જે રંગમંચ નું ભાડું હતું તે ૧૫૦૦૦ લગ્ન વાડી નું ૨૫,૦૦૦ કરતાં પ્રવર્તમાન મોંઘવારીમાં ભાડું વધારે છે જે દસ ગણો વધારો કરવામાં આવ્યો છે સેક્ટરોમાં વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓ રહે છે. જેથી લગ્ન પ્રસંગે ૨૪ કલાકના ૧૫૦૦૦ ના બદલે ૮૦૦૦, સગાઈ, શ્રીમંતમાં પ્રસંગોમાં ૧૨ કલાકમાં ૧૦ હજારને બદલે ૪૦૦૦ બેસણું અશુભ પ્રસંગમાં ચાર કલાકના પાંચના બદલે ૨૦૦૦, સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ચાર કલાકના ૪૦૦૦ ના બદલે ૨૫૦૦, શૈક્ષણીક કાર્યક્રમો માટે ૪ કલાકના ૩૦૦૦ ના બદલે ૨૦૦૦ તથા લાઈટ બિલ નિયમ પ્રમાણે તથા સાફ-સફાઈ નો ખર્ચ ૧૦૦રૂપિયા રાખવા ભલામણ કરેલ છે. વધુમાં ય્ત્ન-૧૮ ખાતેનુ ટાઉનહોલ, આંબેડકર ભવન રીનોવેશન હેઠળ હોવાને કારણે બંધ છે આ બંને હોલ રીનોવેટ થઈ જાય અને લોકઉપયોગમાં મુકાય ત્યાં સુધી પાટનગર યોજના હેઠળ જે ભાડા હશે તે પ્રમાણે અમલ કરવા રજૂઆત કરાઇ છે.