gj-18 મનપા દ્વારા સમિતિની બેઠક મળી હતી, ત્યારે ૩૧ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કર્યા બાદ ૧૫ કરોડથી વદારેના કામ મંજૂર કરવામાં આવ્યા હતા. જેનાભાગ રૂપે ૨૫ નંગ કોમ્પ્યુટર અને ૨૫ નંગ પ્રિન્ટર ખરીદવા માટે નું રૂ. ૨૪,૪૬,૧૨૫નું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે.આ ઉપરાંત મહાનગરપાલિકા ખાતે પાંચ નંગ કોમ્પ્યુટર ,એક નંગ છ૩ સાઈઝ કલર પ્રિન્ટર અને ત્રણ નંગ છ૪ સાઈઝ પ્રિન્ટર માટેનું રૂ. ૧૨,૭૧,૫૦૮નું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે. મનપા ખાતે સી.એન.સી.ડી શાખામાં પશુ ઓળખ માટેની વસ્તુઓ પુરી પાડવામાં માટેનું રૂ.૧૨,૬૦,૯૦૪ નું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાંધીનગર મનપામાં નવા સમાવિષ્ટ થયેલા વિસ્તાર માટે રૂપિયા ૩.૭૦ કરોડના નવા સૂચિત કામોની યાદી માટે ગુજરાતી મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની મંજૂરી માટે મોકલવામાં આવશે. ઢોર પકડવાના બે નંગ પાંજરું માટે ૧૪,૫૦,૦૦૦નું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. ગાંધીનગરને ગ્રીનસીટી તરીકેનું બિરુદ જાળવી રાખવા માટે રૂ.૧૧,૪૮,૯૫૦ના ખર્ચે કુંડા ,બેગો ,ગ્રીન નેટની ખરીદી કરવામાં આવશે. રાંધેજા કોલવડા અને પેથાપુરમાં પાણી વિતરણ અને સીવેજ નેટવર્ક માટેનું રૂ. ૪૫,૮૧,૬૮૫નું ટેન્ડર મંજુર કરાયું છે. આ ઉપરાંત પાણી વિતરણના મેન્ટેનન્સ માટે વાવોલ, વાસણા હડમતિયા, સરગાસણ , કુડાસણ, રાયસણ ,રાંદેસણ, અંબાપુર, કોબા , ભાટ , કોટેશ્વર ,સુઘડ, નભોઈ, અમિયાપુર , ઝુંડાલ અને ખોરજ વિસ્તારમાં રૂ.૧,૧૩,૯૩,૫૫૨નું ટેન્ડર મંજુર કરાયું. ગાંધીનગર મનપા દ્વારા ૧૧ નંગ ટ્રેક્ટર, ૪ નંગ હાઇડ્રોલિક ટ્રેક્ટર ટ્રોલી , ચાર નંગ વોટર ટેન્કર આમ કુલ ૧૯ નંગ વાહનોની ખરીદી માટે રૂ.૧,૧૪,૭૬,૧૨૦ મંજુર કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકામાં બાંધકામ અને ફેબ્રિકેશન કામની અંદર કોન્ટ્રાક્ટરોની પેનલ બનાવવામાં આવશે.
જેના માટેની મંજૂરી સ્થાયી સમિતિએ આપી છે. આ સિવાય નંગ સંગીતના સાધનો માટે ૨૦ લાખ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. ઉપરાંત મેલ ગ્રાન્ટમાંથી ૪૦,૦૦૦ ડસ્ટબિન ખરીદવા માટે ૪૦ લાખનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. મનપાની હદ વિસ્તારમાં પકડવામાં આવતા નધણીયાત પશુઓને પાંજરાપોળમાં નિભાવણી કામગીરી અંગે પશુ દીઠ ત્રણ હજારના ભાવે એજન્સીનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. ખોરજ ગામ માં આવેલ જે.કે પંચવટી પાર્ટી પ્લોટનો ગ્રામ પંચાયત દ્વારા ૨૬- ૫-૨૦૨૦ નો ઠરાવ ક્રમાંક નંબર ૩૨ રદ કરી હવે પછી મહાનગરપાલિકામાં ઠરાવ કરી રંગમંચની જેમ આ પાર્ટી પ્લોટને ભાડે આપવામાં આવશે.સે-૩૦ વિહકલ પુલ ખાતે પાંચ નંગ ચાર સીટર મોબાઇલ ટોઇલેટ વાન ખરીદવા માટે રૂ. ૨૩,૭૫,૦૦૦નું ટેન્ડર મંજૂર કરાયું તેમજ ૧૫ નંગ છ સીટર મોબાઇલ ટોઇલેટ વાન ખરીદવા માટે રૂ.૯૪,૯૪,૮૮૫ નું ટેન્ડર મંજૂર કરાયું.