PM મોદીના ભાષણની હાઈલાઈટ, સામાન્ય માનવીને આડે આવતા 1500 કાયદા ખત્મ કરી દીધા

Spread the love

 

પીએમ મોદીએ લાલ કિલ્લાની પ્રાચિર પરથી લાલ કિલ્લાને લહેરાવી સલામી આપી. જે બાદ તેમણે લાલ કિલ્લા પરથી સંબોધન કર્યુ. પીએમ મોદીએ દેશવાસીઓને સ્વતંત્રતા પર્વ અને રક્ષાબંધનની શુભકામના પાઠવી. પીએમ મોદીએ જણાવ્યુ કે, દેશમાં નવી સરકાર જનતાની સેવામાં લાગી છે. જ્યારે અમે સત્તામાં આવ્યા ત્યારે દેશમાં નિરાશા હતી. જોકે, દેશમાં નવી સરકાર આવ્યા બાદ દેશની જનતામાં નવી આશા જાગી. આજે પાંચ વર્ષના સંઘર્ષ બાદ દેશ નવી ઊંચાઈ પર છે. ૨૦૧૯માં દેશવાસીઓના સપના સંકલ્પમાં બદલાઈ ગયા. સામાન્ય માનવીની એક જ ગુંજ હતી કે, આપણો દેશ બદલી શકે છે.

પુરમાં નિધન પામેલા લોકો માટે સંવેદના વ્યક્ત કરી

પીએમ મોદીએ જણાવ્યુ કે, દેશના અનેક રાજ્યમાં આવેલા પૂરમાં અનેક લોકોના મોત થયા છે. પૂર બાદ કેન્દ્ર સરકારે લોકોને મદદ અને રાહત પહોંચાડવાના તમામ પ્રયાસ કર્યા છે. પૂરમાં જેમના મોત થયા છે તેમના પ્રત્યે પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો હતો.

70 વર્ષમાં ન થયું તે 70 દિવસમાં થયું

પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, અમારી સરકારે લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્વપન સાકાર કર્યુ છે. જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ અને ૩૫Aને હટાવવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના વિકાસ માટે કેન્દ્ર સરકાર તમામ પ્રયાસ કરશે. અમારી સરકાર સમસ્યાને ટાળતા નથી અને તેને પાળતા પણ નથી. જે કામ ૭૦ વર્ષમાં ન થયુ તે કામ ૭૦ દિવસમાં કરવામાં આવ્યુ છે.

ત્રણ તલ્લાક ઐતિહાસિક નિર્ણય

દેશમાં અમારી સરકારે મુસ્લિમ મહિલાઓના હિતમાં અનેક નિર્ણય લીધા છે. સરકારે ત્રણ તલાક વિરૂદ્ધ કાયદો બનાવ્યો છે. અને મુસ્લિમ મહિલાઓને કેન્દ્ર સરકારે ન્યાય અપાવ્યો છે. મુસ્લિમ મહિલાઓના શીશ પર ત્રણ તલાકની તલવાર હમેશા લટકતી હતી. ત્રણ તલાકનો ભય મુસ્લિમ મહિલાઓને જીવવા નહોતો દેતો. પરંતુ સરકારે મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાકમાંથી મુક્તિ અપાવી છે.

જળશક્તિ મંત્રાલયની રચના

કેન્દ્ર સરકારે અલગ જળશક્તિ મંત્રાલયની રચના કરી છે. દેશમાં જળસંકટની સ્થિતિ પહેલા તેજીથી કામ કરવા માટે સરકારે અલગ વિભાગ બનાવ્યો. જેથી આગામી દિવસોમાં જળસંકટની સ્થિતિમાંથી આપણે આપણા દેશને બચાવી શકીએ.

70 વર્ષ આતંકવાદ અને અલગાવવાદને પોષણ

પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ કે, જમ્મુ કાશ્મીરમાં ૭૦ વર્ષમાં આતંકવાદ અને અલગાવવાદને પોષણ આપવામાં આવતુ હતુ.. પરિવારવાદને હમેશા પ્રોત્સાહન આપવામાં આવ્યુ. જોકે, અમારી સરકારે આતંકવાદ વિરૂદ્ધ આકરા પ્રહાર કર્યા છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં સુખ અને શાંતિ માટે પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે.

કોંગ્રેસનું નામ લીધા વિના પ્રહાર

પીએમ મોદીએ આર્ટિકલ ૩૭૦ અંગે કોંગ્રેસનું નામ લીધા વગર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ હતુ કે, આર્ટિકલ ૩૭૦ અંગે પહેલાની સરકારે કોઈ નિર્ણાયક નિર્ણય ન લીધા. કેમ કે, પહેલાની સરકારમાં ભયનો માહોલ હતો. પહેલાની સરકાર પાસે બહુમત હતો પરંતુ ઈચ્છાશક્તિનો અભાવ હતો. આજે એક દેશ એક બંધારણનું સ્વપન સાકાર થયુ છે.

જળ જીવન મિશનની જાહેરાત

પીએમ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી જળ જીવન મિશનની જાહેરાત કરી. આ યોજના માટે સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાની ફાળવણી આગામી દિવસોમાં કરવામાં આવશે. યોજના માટે કેન્દ્ર સાથે મળીને કામ કરશે. જળસંચય, સિંચાઈ, વેસ્ટ વોટર ટ્રિટમેન્ટ, ખેડૂતો માટે ટપક સિંચાઈ યોજનાને મહત્વ આપવા માટે યોજનાને તૈયાર કરવામાં આવી છે. સરકારે પાણીનું મહત્વ સમજાવવા માટે આ યોજના તૈયાર કરી છે.

ગુજરાતના મહુડીનો કર્યો ઉલ્લેખ

પીએમ મોદીએ ગુજરાતના મહુડીનો પણ પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યુ.. તેમણે જણાવ્યુ હતુ કે, ૧૦૦ વર્ષ પહેલા જૈન સંત બુદ્ધીસાગર મહારાજે જણાવ્યુ હતુ કે, પાણી કિરાણાની દુકાનમાં મળશે. અને આજે પાણી પણ કિરાણાની દુકાનમાં મળે છે.

ભ્રષ્ટાચારની બીમારીને દૂર કરો

પીએમ મોદીએ જણાવ્યુ કે, દેશમાં ભાઈ-ભત્રિજાવાદ અને ભ્રષ્ટાચારની બિમારી ફેલાઈ છે. આ બીમારીને દૂર કરવા આપણે કામ કરવુ પડશે. આ બીમારીની સારવાર માટે દેશની સરકારે અનેક પગલા ભર્યા છે. બીજી વખત સરકારની રચના થતાની સાથે કેટલાક અધિકારીઓની છુટી કરવામાં આવી.

નાગરિકના વિચારો બદલી રહ્યા છે

દેશમાં માત્ર પહેલા કાગળ પર યોજના બનતી હતી. આજે દેશમાં રેલવે, રોડ અને પોર્ટ બનાવવામાં આવી રહ્યા છે. આજે દેશમાં ફાઈવ સ્ટાર રેલવે સ્ટેશન બની રહ્યા છે. દેશમાં નવા એરપોર્ટ બની રહ્યા છે. દેશના નાગરિકોનો વિચાર બદલી રહ્યો છે. દેશમાં ફોર અને સિક્સ લેન વાળી સડક બની રહી છે. દેશમાં વીજળી અને ટેલિફોન સેવા તેજ ગતીથી આગળ વધી રહી છે.

પાંચ ટ્રિલિયનની અર્થવ્યવસ્થા

પીએમ મોદીએ દેશની અર્થવ્યવસ્થા અંગે જણાવ્યુ કે, પાંચ ટ્રીલિયન અર્થવ્યવસ્થા પર આપણે પહોંચવાના છીએ. દેશમાં નામાના નામા વ્યક્તિના વિકાસ માટે અર્થવ્યવસ્થા મહત્વની ભૂમિકા ભજવશે,

પારદર્શિતા પર ભાર મુક્યો

પીએમ મોદીએ કહ્યું કે સરકારે એક દેશ એક કર, એક દેશ એક ગ્રીડ, એક દેશ એક મોબીલીટી જેવી વ્યવસ્થા ઉભી કરી. અને પારદર્શિતા પર ભાર મુક્યો.

ગરીબી મુક્તિ પર ભાર મુક્યો

પીએમ મોદીએ તેમના સંબોંધનમાં ગરીબીથી મુક્તિ પર ભાર મુક્યો. તમણે કહ્યું કે ભારતના ઉજ્જવળ ભવિષ્ટ માટે ગરીબીમાંથી મુક્તિ અનિવાર્ય છે.

1500 જેટલા કાયદાઓ ખતમ કરી દીધા

પીએમ મોદીએ કહ્યું કે સામાન્ય માનવી એવા અનેક કાયદાઓની આંટીઘૂંટીમાં હેરાન થતો હતો એવા બીનજરૂરી 1500 જેટલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com