ડાબે થી જમણે આરોપી
મોહસીન ફકીર , તોફિક મેમણ , રાહુલ મોદી , અબ્રાર અન્સારી , કુલદીપ સિંહ ગોલ , મહેન્દ્રસિંહ ગોલ
આરોપીઓએ પિસ્તોલ વડે જમીન ઉપર ફાયરીંગ કરી, ડરાવી-ધમકાવી છોડાવવા પેટે રુ. ૭૦ લાખની માંગણી કરી હતી
અમદાવાદ
મોટેરા જેવા ભરચક વિસ્તારમાં દિન દહાડે ગઈ કાલ તા.૦૮/૦૬/૨૦૨૨ ના સવારના પોણા નવેક વાગ્યાના અરસામાં મોટેરાગામ પાછળ આવેલ સધી માતાજીના મંદિર પાસેથી અતુલ પટેલ કારનં-જીજે-૦૧- ડબલ્યુ બી-૧૦૭૧ ની લઈને નીકળ્યા હતા ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ કાર રોકી અપહરણ કરી એક વેન્ટો કારમાં બેસાડી ગાંધીનગર તરફ ભાગી ગયા હતા . જેથી સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશ્નર પ્રેમ વીર સિંહ અને નાયબ પોલીસ કમિશ્રરશ્રી ક્રાઇમ બ્રાન્ચના ચૈતન્ય મંડલીકની સુચનાથી ઇન્સ. એન.એલ.દેસાઇ તથા પો.સ.ઇ. એસ.પી.ગોહિલ તેમજ સ્કોડના માણસો તથા ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા માણસો સાથે મળી સંયુક્ત રીતે આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓની તપાસ દરમ્યાન પો.સ.ઈ. એસ.પી.ગોહિલની બાતમી/ટેકનિકલ સોર્સ આધારે માણસા થી વિસનગર રોડ ઉપર વિહાર ચાર રસ્તાથી બે-એક કિલોમિટર દુર કાચા રસ્તે બિલોદરા-ઉમીયાનગર ગામની સીમમાં આવેલ એક નિલગીરીના ખેતરમાં આવેલ એક પાકી ઓરડીમાંથી આ ભોગ બનનાર અતુલ પટેલને સહી-સલામત રીતે છોડાવ્યો હતો અને આરોપીઓ મહૅન્દ્રસિહ ઉર્ફે ઇશ્વરસિંહ વેરાજી ગોલ ગાંધીનગર , કુલદીપસિહ સ/ઓ મહેન્દ્રસિહ ઉર્ફે ઇશ્વરસિંહ વેરાજી ગોલ સદર , મંહમદતૌફીક સ/ઓ સલીમભાઇ મંહમદભાઇ મેમણ દાણીલીમડાને કબ્જાના મોબાઈલ ફોન-૦૩ તથા ફુટેલા કારતુસનુ ખો-૦૧ તથા ગુન્હામાં વાપરેલ વેન્ટો કાર નં-૦૧ સાથે પકડી લીધા હતા.
આ આરોપીઓની પુછપરછ દરમ્યાન અપહરણ કરવામાં તેઓના સાગરીતો જયદિપસિંહ ગોલ તથા રાહુલભાઇ મોદી તથા મોહસીન ફકીર તથા અબરાર અંસારી પણ સામેલ હતા. મોહસીને પોતાની પાસેની પિસ્તોલ વડે અતુલભાઈને ડરાવવા સm ઓરડીમાં ફાયરીંગ કરેલુ ત્યારબાદ આ લોકો એક એકટીવા તથા મોટર સાઇકલ લઇ કલોલ ખાતે અતુલ પટેલના ભાઇ પાસેથી પૈસા વસુલ કરવા ગયેલ હતા. ત્યારબાદ તેઓના નક્કી થયા મુજબ નરોડા દાસ્તાન સર્કલ વિસ્તારમાં મળવાનું કહેલ છે તેવી કબુલાત આધારે તપાસ કરતા નરોડા દાસ્તાન સર્કલ પાસેથી વધુ આરોપીઓ રાહુલભાઇ સ/ઓ પંકજભાઈ કાંન્તીલાલ મોદી પાટણ , મોહસીન સ/ઓ મહેમુબશા અહેમદશા ફકીર , મહંમદ અબરાર મહંમદ ઇસ્માઇલ અંસારી દાણીલીમડાને તેઓના કબ્જાની ગુન્હામાં વાપરેલ પિસ્તોલ નંગ-૧ તથા જીવતા કારતુસ નંગ-૪ તથા મોબાઈલ ફોન-૦૩ તથા એકટીવા-૦૧ સાથે મળી આવતા જે તમામ કુલ્લે રુ. ૫,૨૬,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કામના આરોપીઓએ અતુલભાઈ પટેલનુ અપહરણ કર્યા બાદ ઉપરોક્ત જ્ગ્યાએ ગોંધી રાખી, પિસ્તોલ વડે જમીન ઉપર ફાયરીંગ કરી, તેઓને ડરાવી-ધમકાવી તેઓના ભાઈ ઉપર ફોન કરી, છોડાવવા પેટે રુ. ૭૦ લાખ જેટલી માતબર રકમની માંગણી કરેલ હતી. આરોપીઓની પુછપરછ દરમ્યાન ભોગ બનનાર અતુલ પટેલ આરોપી મહેન્દ્રસિંહની મોજે ગામ:ગોલતરા તા:કલોલ જી:ગાંધીનગર ખાતેની પોણા ત્રણ વિઘા જેટલી જમીન વર્ષ:૨૦૧૭ માં અતુલભાઈ પટેલનાઓએ ખરીદ કરેલ હતી. જેના નાણાની લેવડ-દેવડ ની તકરાર હોય, જેથી ઉપરોક્ત પકડાયેલ આરોપી મહેન્દ્રસિહ વેરાજી ગોલના દિકરા જયદિપસિંહ પોતાના ભાઈ કુલદિપસિંહ તથા પોતાના પિતાજી મહેંદ્રસિંહ સાથે મળી આ અપહરણનો પ્લાન બનાવેલ હતો. આ કામ માટે જયદિપસિંહે રાહુલ મોદીની મદદ લીધેલી અને રાહુલ મોદીએ તેના મિત્ર મોહસીન ફકીરને તૈયાર કરેલ. મોહસીનના કહેવાથી મોહસીનના મિત્રો મંહમદતૌફીક મેમણ તથા મહંમદ અબરાર અંસારી તથા અન્ય એક મહમદ આરીફ મહમદ રફીક સીંધી રહે-ટેકરાવાસ સિદ્ધપુર નાઓને આ કામમાં સાથે રહેવા તૈયાર કરેલ હોવાની હકીકત સામે આવેલ છે. જે કામ માટે રાહુલ મોદીએ સાથે રહેવા પેટે જયદિપસિંહ પાસેથી રુ. દસ લાખ લેવાના નક્કી કરેલ જેમાંથી રાહુલ મોદી તેના તૈયાર કરેલ ઉપરોક્ત માણસોને રુ.૫૦-૫૦ હજાર જેટલી રકમ આપનાર હોવાની કબુલાત કરેલ છે.આ કામે જયદિપસિંહ મહેન્દ્રસિંહ ગોલ તથા મહંમદ આરીફ મહમદ રફીક સિંધીને પકડવાના બાકી છે.
ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતાં આ બાબતે ચાંદખેડા પો.સ્ટે.ને જાણ કરી આરોપીઓ, મુદ્દામાલ સોપવા તજવીજ કરવામાં આવેલ છે. આરોપીઓ પાસેથી મળી આવેલ હથિયાર તેઓ ક્યાથી અને કોની પાસેથી લાવેલ વિગેરે સહીતની વધુ પુછપરછ પો.ઈ. એન.એલ.દેસાઇ તથા પો.સ.ઈ. એસ.પી.ગોહિલ કરી રહેલ છે.