રાજીનામું આપવા તૈયાર છું, મારી કોઇ મજબૂરી નથી. હું મારી જગ્યાએ શિવસૈનિકને મુખ્યમંત્રી તરીકે જોવા માંગુ છું : ઉદ્ધવ ઠાકરે
મુંબઈ
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે સરકાર બનાવવાનું સપનું જોનાર ભાજપનો દાવ ઊંઘો પાડવા એનસીપી સુપ્રીમો શરદ પવારે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવીને વિદ્રોહની આગ ઠારવાની સલાહ ઉદ્ધવ ઠાકરેને આપી છે.સુપ્રિયા સુલે પણ બેઠકમાં હાજર હતા.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એનસીપી સુપ્રીમો શરદ પવારને મળ્યાં હતા અને હવે શું કરવું તે મુદ્દે ચર્ચા કરી હતી. પવાર અને ઠાકરે વચ્ચે લગભગ એક કલાક સુધી બેઠક ચાલી હતી. ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવે તેનો કોંગ્રેસનો પણ વાંધો નથી. મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ પણ કહ્યું છે અમે શિંદેને સમર્થન આપવા તૈયાર છીએ.ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવ પર લોકોને કર્યાં સંબોધિત કરતા જણાવ્યું કે રાજીનામું આપવા તૈયાર છું, મારી કોઇ મજબૂરી નથી.જો કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કહેશે તો હું રાજીનામું આપવા તૈયાર છું.તેઓ પોતાની જગ્યાએ શિવસૈનિકને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. તેમનું કહેવું છે કે મારી જગ્યાએ જો કોઇ શિવસેનાનો મુખ્યમંત્રી બનશે તો મને ખુશી થશે. જે લોકો નારાજ ધારાસભ્યો છે તેમણે આવીને વાત કરવી જોઈએ. હું મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર છું. આ મારું નાટક નથી… હું તમારી સાથે આવવા માટે તૈયાર છું… કોની પાસે કેટલું છે તેની મને પરવા નથી. જેની પાસે સંખ્યા છે તે જીતે છે.