રીક્રીએશન કલ્ચરલ અને હેરિટેજ કમિટીનાં ચેરમેન રાજેશ દવે
કાંકરિયામાં અઢી કરોડના ખર્ચે નવા પાટા સાથે અટલ એક્સપ્રેસ ટ્રેન ફરીથી ચાલુ થશે
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસીપલ કૉર્પોરેશનની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની આજે મળેલી બેઠકમાં તાકીદના રજૂ થયેલ કામો પૈકી કાંકરીયા લેઇક ફ્રન્ટ ખાતે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે અગાઉ શરૂ કરવામાં આવેલ એમ્યુઝમેન્ટ પાર્ક-૨ (એડવેન્ચર વર્લ્ડ) અને એમ્યુઝમેન્ટ પાર્ક-૧ (આમ્રપાલી ફનવર્લ્ડ) માં સમાવિષ્ટ મોટી રાઈડ્સને પુનઃ કાર્યરત કરવાના કામોને મંજૂરી આપવામાં આવી છે.
Amcનાં રીક્રીએશન કલ્ચરલ અને હેરિટેજ કમિટીનાં ચેરમેન રાજેશ દવેએ જણાવ્યું હતું કે કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે સને ૨૦૧૯ નાં ૧૪.૭.૨૦૧૯ નાં રોજ બાલવાટિકાના એમ્યુઝમેન્ટ પાર્કની ડિસ્કવરી રાઈડની દુર્ઘટના પછી આ રાઇડને કાઢી નાખવામાં આવી હતી.આ નવી રાઇડ્સ જર્મનીની કંપની એ બનાવેલી છે.આ તમામ રાઈડ્સ આગમી એક અઠવાડિયામાં ચાલુ થવાની શક્યતા છે. બીજી તમામ રાઇડ્સની અલગ અલગ પ્રકારની દસ મંજૂરી લેવાની હોય છે જે પૂર્ણ થઈ ગઈ છે.આ નવી રાઇડ્સનો એક્સ રે ટેસ્ટ પણ થઈ ચૂક્યો છે એટલે કે કોઈ પણ રાઇડ્સની અંદર એક્સ રે ક્લીનિંગ કરે એટલે કોઈ પણ પ્રકારનું વેલ્ડિંગ કે ખરાબ પાર્ટ્સ હોય તો તે મળી રહે.અમદાવાદના કાંકરિયા લેક્શન્ટમાં વર્ષ 2019માં રાઈડ્સ પડવાની દુર્ઘટના બાદ તમામ મોટી રાઇડ્સ બંધ કરી દેવામાં આવી છે. ત્રણ વર્ષ બાદ રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા કાંકરિયામાં આવેલી તમામ મોટી રાઇડ્સને તપાસ કરી NOC આપી દીધી છે. જેથી આગામી સપ્તાહ સુધીમાં હવેથી અમદાવાદીઓને કાંકરિયામાં મોટી રાઇડસનો આનંદ માણવા મળશે. બે એમ્યુઝમેન્ટ પાર્કમાં કુલ આઠ જેટલી મોટી રાઇડ્સ ફરીથી શરૂ કરવામાં આવશે.
કઈ કઈ રાઇડ્સ શરૂ થશે.
બૂમરેંગ રોલર કોસ્ટર ટોલ ટાવરમેગા , ડિસ્કોફ્લિપિંગ એક્શન આર્મટિંગ ઓફ ફાયરફ્લાઈંગ ચેરમીની જાયન્ટ વ્હીલઇમ્પીરેટ
આ ઉપરાંત રાજેશ દવેએ વધુમાં જણાવ્યું હતું કે કાંકરિયા લેકફ્રન્ટમાં અટલ અને સુવર્ણ એક્સપ્રેસ એમ બંને ટ્રેન પણ ગૌરી વ્રત પહેલા ફરી ચાલુ થવાની શક્યતા છે .આ ટ્રેન ના જુનાં પાટા ચાઇનાનાં હતા અને જે ઓરોઝન થઈ ગયા હોવાથી સેફ્ટી પ્રિકોશન ને જોતા નવા પાટા નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જેમાં જોખમ હોવાથી નવા પાટા રેલ મંત્રાલય પાસેથી લીધા છે. ૧.૮કિલોમીટરના નવા પાટા નાખવાનું કામ સંપૂર્ણ થઈ ગયું છે.નવા પાટાની ખરીદી સહિત સંપૂર્ણ ખર્ચ લગભગ અઢી કરોડનો થયેલ છે.ટ્રેનની ટ્રાયલ પણ લેવાય ચૂકી છે.આ બંને ટ્રેન ની રોજની ત્રીસ ટ્રીપ લાગે છે અને બાળકો અને મોટા વ્યક્તિઓ સાથે ૧૪૪ લોકો બેસી શકે છે. અઠવાડિયામાં રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગની મંજૂરી પણ આવી જશે ત્યારબાદ આ બંને ટ્રેન ગૌરી વ્રત પહેલા ચાલુ કરવાનો અમારો પ્રયાસ છે.
સન ૨૦૦૮ માં અટલ એક્સપ્રેસનું ઓપનિંગ નરેન્દ્ર મોદીએ કર્યું હતું અને સુવર્ણ એક્સપ્રેસ ૨૦૧૦ માં આનંદીબેન પટેલે ચાલુ કરી હતી