આગામી ટુક સમયમાં ગુજરાતમાં ચાર ઝોન અને જીલા દીઠ અનામત બચાવો સમિતિ દ્વારા ચિંતન-સંકલ્પ બેઠકો કરવામાં આવશે
ગાંધીનગર
કૉંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને ઓબીસી અનામત બચાઓ ચિંતન સંકલ્પ શિબિરનું ગાંધીનગર ખાતે ઓબીસી સમાજના ધારાસભ્યશ્રીઓ સામાજિક એમજ રાજકીય આગેવાનો સાથે ભાજપ સરકારના અનામત વિરોધી વલણ સામે એક અગત્યની બેઠક યોજાઇ ગઈ. ગુજરાત રાજ્યમા ૫૨% OBC સમાજની વસતી છે ઉપરાંત એમા ૧૪૭થી વધુ જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષોથી સ્થાનિક સ્વરાજની તમામ સંસ્થાઓમા અનામત બેઠકો વધારવા ઉપરાંત બજેટમાં રજૂઆતો કરવા છતાં તેના માટે સરકાર તરફથી માંગણીઓ સ્વીકારવાને બદલે ગ્રામપંચાયતોની ચૂંટણીઓમાંથી OBC અનામત દૂર કરવાનો આદેશ કરેલ છે. રાજ્યમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી તાત્કાલિક શરૂ થાય અને ત્રણ મહિનામાં પૂર્ણ કરવામાં આવે અને વસ્તી ગણતરી પૂર્ણ ના થાય ત્યાં સુધી ગ્રામ પચાયતની ચૂંટણી મુલતવી રાખવામાં આવે.શિક્ષણ અને નોકરીઓમાં અનામત નાબૂદ કરવાના ષડ્યંત્ર સામે અનામત બચાવવા ચિંતન કરીને સંગઠિત અને સંકલ્પબદ્ધ બની લડાઈ લડવા સૌ સાથે મળી, સત્તા કે વિપક્ષથી પર રહી રાજકીય , સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રે જોડાયેલ તથા ઓબીસી સમાજની લાગણી ધરાવતા સૌ આગેવાનો સાથે મળી ચર્ચા-વિચારણા કરી ચિંતન કરી બેઠકમાં અનામત બચાવવા સૌ સંકલ્પબદ્ધ થયા હતા.
આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિત ઓબીસી, એસ.સી, એસ.ટી ધારાસભ્યો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને અનામત વિરોધી ભાજપ સરકારને ઉખાડી ફેકવાનો સઁકલ્પ કરવામાં આવ્યો.