ન્યુ GJ-18 ખાતે આવેલ ધોળાકુવા ગામ વિકાસથી અવંચિત
અનેક વખત કચરાપેટી મૂકવા મૌખિક રજૂઆત કરવા છતા કચરાપેટી ક્યાં ?
ધોળાકુવામાં વિકાસની ખાલી વાતો જ કચરો નાખવા માટેની સમસ્યા પણ કચરાપેટી મુકાવવા માટે કરો તપસ્યા, અનેકવાર મૌખિક રજૂઆત કરવા છતા પણ કચરાપેટીનો ઉકેલ આવતો નથી, સરકારે હર ઘર શૌચાલય બનાવવાની યોજના બહાર પાડી હતી, પણ તે પણ ફેલ ગઈ, તંત્ર કામ કરતું જ નથી ને, શૌચાલય તો બનાવ્યા, પણ લાંબા સમયથી લોકોની સમસ્યા છે ,કે દરેક ગટરો ઉભરાય છે, અને ત્યાં મચ્છરો પણ થાય છે અને તેની દુુર ગંધથી લોકો પરેશાન થઈ ગયા છે, છતાં પણ ગટરોનો કોઈ ઉકેલ આવતો નથી, ધોળાકુવામાં આવેલી દરેક ગટરો ઉભરાવાની સમસ્યા લોકોમાં સાંભળવામાં આવેલ છે. હર ઘર શૌચાલય તો આપ્યા પણ તેનો ઉપયોગ કરે કઈ રીતે ગટરો તો ઉભરાય છે.
વરસાદના કારણે ધોળાકુવાની દરેક ગલીમાં ઠેર ઠેર પાણી ભરાયેલું, અને કાદવ કિચડ નું સામ્રાજ્ય બની ગયું છે, આર.સી.સી. રોડ ક્યારે બનશે, લાઈટોના થાંભલા તો નાખ્યા પણ થાંભલામાં લાઈટો તો થવી જાેઈએ, આવું કેમ ? તંત્ર એકવાર પણ ચેક કરતું નથી, લોકોની સમસ્યા પૂછતું નથી, ઘરનું ઘર યોજનાઓ બહાર પાડવામાં આવી હતી, પણ જેમને મકાન છે તેમને મકાન લાગે છે અને જેમને નથી તેમને મકાનનું શું ? આના પછી હર ઘર તિરંગા યોજના બહાર પાડવામાં આવી હતી, હર ઘર તિરંગા લગાવ્યા તો ખરી, હવે તે તિરંગા નું શું ? તે તિરંગા હવામા ઉડીને કચરામાં કે રોડ પર પડે તો તેનું અપમાન થાય તો તેનો જવાબદાર કોણ ? વિકાસ, વિકાસ, વિકાસ ,ક્યારે થશે વિકાસ.
હર ઘર સૌચાલય,ઘરનું ઘર, હર ઘર તિરંગા
* હર ઘર શૌચાલય બનાવી આપવામાં આવ્યું પણ ગટરો ઉભરાય તેનું શું ?
* ઘરનું ઘર યોજના બહાર પાડવામાં આવી પણ ઘણા ગરીબ લોકો છે તેમને માથે છત પણ નથી તો શું આ યોજના સક્સેસ છે ?
* હર ઘર તિરંગા યોજના લાવ્યા પણ તિરંગા લગાવ્યા પછી તિરંગો હવાના કારણે ઉડીને કચરામાં કે રોડ પર પડે અને તેનું અપમાન થાય તો તેનો જવાબદાર કોણ ?
* ધોળાકૂવામાં કચરાપેટી મૂકવા અનેકવાર રજૂઆત છતાં કામમાં મીંડું, તો હવે તેનું નિકાલ લાવશે કોણ ?