ઘરફોડ તથા વાહન ચોરીના ચિખલીગર ગેંગના ૫ વ્યક્તિઓને ઝડપતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

 

 

અમદાવાદ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર , પી. બી. દેસાઇ ની ટીમને મળેલ હકીકત મુજબ તા.૦૩/૦૯/૨૦૨૨ ના રોજ સાબરમતી ઇન્દિરાનગર પાસેથી આરોપીઓ (૧) સુરજીતસિંગ (૨) ત્રિલોકસિંગ ઉર્ફે બાલેસિંગ 5/0 દર્શનસિંગ ઉર્ફે ગૌરીસિંગ (૩) કરણસિંગ ઉર્ફે કાના (૪) અવતારસિંગ ઉર્ફે કુબડા (૫) સતનામસિંગ ઉર્ફે સતપાલસિંગને ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી સોનાના દાગિના કુલ કિં.રૂ.૧,૯૭,૦૮૫/- તથા ચાંદીના દાગિના કુલ કિં.રૂ.૪૪,૪૪૫/- તથા રોકડા રૂ. ૨૦,૮૧૫/- મળી કુલ્લે કિં.રૂ.૨,૬૨,૩૪૫/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. આરોપીઓ તથા અન્ય સાગરીતોએ કલોલ શહેર, તથા કલોલ તાલુકા ના નારદીપુર ગામ, જુલાસણ ગામ, ગાંધીનગર ના સરઢવ ગામમાંથી નીચે મુજબની વાહન ચોરી અને ઘરફોડ ચોરી કરેલ છે.

(૧) આજથી દોઢેક મહિના પહેલા કલોલ ના ઇસંડ ગામ માંથી ઇકો ગાડી ચોરી કરેલ છે. (૨) કલોલ રેલ્વે પૂર્વ પાસે વૃંદાવન શોપીંગ સેન્ટર ની પાછળ આવેલ ગેસ એજન્સીની બાજુમાં આવેલ બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગિના અને રોકડા રૂપિયા ચોરી કરેલ છે.

(૩) ૨૦-૨૫ દિવસ પહેલા કલોલ આરસોડીયા રોડ પરથી સ્પ્લેન્ડર મો.સા. ચોરી કરેલ છે.

(૪) ૨૦-૨૫ દિવસ પહેલા કલોલ રેલ્વે પુર્વ વિસ્તારમાં અંકુર સોસા.માં એક મકાનમાંથી સોના ચાંદીના દાગિના અને રોકડા રૂપિયા ચોરી કરેલ છે. (૫) આંઠ દસ દિવસ પહેલા મહેસાણા જીલ્લાના જુલાસણ ગામમાંથી બોલેરો ગાડી ચોરી કરી આ ગાડીથી ગાંધીનગર ના સરઢવ ગામમાંથી ઇકો ગાડી ચોરી કરેલ ત્યારબાદ બોલેરો ગાડીમાંથી ટેપ, ડ્રીલ મશીન, કટર મશીન, બેટરી વિગેરે ની ચોરી કરી બોલેરો ગાડીબિનવારસી મુકી દીધેલ હતી. (૬) ગાંધીનગર ના સરઢવ ગામમાંથી ઇકો ગાડી ચોરી કરી કલોલ તાલુકાના નારદીપુર ગામમાં એક કરિયાણાની દુકાન તથા મકાનમાંથી રોકડા રૂપિયાની ચોરી કરેલ છે.

(૭) બીજા દિવસે ઉપરોકત ઇકો ગાડીનો ઉપયોગ કરી કલોલ રેલ્વે પુર્વ, કલ્યાણ બેંક સામે પ્લોટ વિસ્તારમાં એક બંધ મકાનમાં ચોરી કરવા ગયેલ તે વખતે પબ્લીક આવી જતા ત્યાંથી ઇકો ગાડીમાં નાસી ગયેલ અને ઇકો ગાડી સરઢવની સીમમાં બિનવારસી મુકી દીધેલ હતી.

(૮) આજથી ચાર પાંચ દિવસ પહેલા કલોલ, માધુપુરા રોડ, સિન્ટેક્ષ કંપની પાસેથી હોન્ડા CD-110 બાઇક ચોરી કરેલ છે.

(૯) ઉપરોકત મો.સા. નો ઉપયોગ કરી કલોલ માણસા રોડ, કિરણનગર સોસાયટીમાં ઘરફોડ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરેલ હતો. (૧૦) કલોલ રેલ્વે સ્ટેશન પાસે ઓમકાર રો-હાઉસ સોસાયટીમાં એક બંધ મકાનમાંથી સોનાચાંદીના દાગિના અને રોકડા રૂપિયાની ચોરી કરેલ છે.

(૧૧) ઉપરોક્ત મકાનની બાજુમા બીજા મકાનમાં ઘરફોડ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરેલ હતો. (૧૨) કલોલ, સરકારી ક્લબ ની બાજુમાં નારણભાઇની ચાલીમાં એક બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગિનાઓ અને આશરે રોકડા રૂપિયા ૧,૮૦,૦૦૦/- ની ચોરી કરેલ છે. (૧૩) પાંચ છ દિવસ પહેલા કલોલ, ઘરમચોક પાસે એક સોસાયટીમાંથી હોન્ડા CD-110 બાઇક ચોરી કરેલ છે.

(૧૪) ઉપરોક્ત મો.સા. નો ઉપયોગ કરી એસ.ટી. વર્કશોપ પાછળ, શિવા ડેરી પાર્લર તથા કલોલ બોરીસણા રોડ ઉપર સત્યમ ફ્લેટ માં અંબિકા ડેરી પાર્લરની દુકાનમાંથી ઘરફોડ ચોરીના નિષ્ફળ પ્રયાસો કરેલ છે.

મોડસ ઓપરેન્ડસી:

પકડાયેલ આરોપીઓ પાના પકકડ અને ડીસમીસ તથા કેચી જેવા સાધનો સાથે રાખી મોડી રાત્રિના સમયે ઘરફોડ ચોરી કરવા સારુ નીકળી કોઇ જગ્યાએથી ટુવ્હીલર અથવા ફોરવ્હીલ ગાડીઓ ચોરી કરી આ ચોરી કરેલ વાહનોમાં જુદા જુદા વિસ્તારમાં ફરી બંધ મકાન ને ટાર્ગેટ કરી તે મકાનના દરવાજાના નકૂચા તથા તાળા તોડી ઘરફોડ ચોરી કરી જે જગ્યાએથી વાહન ચોરી કરેલ હોય તે જગ્યાથી થોડે દુર વાહનો પરત મૂકી આ વાહનોની બેટરી તથા ટેપ જેવા સાધનો ચોરી કરવાની ટેવવાળા છે.

શોધાયેલ ગુન્હાની વિગત

(૧) કલોલ તાલુકા પો.સ્ટે. ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦

(૨) ગાંધીનગર પેથાપુર પો.સ્ટે. ઇપીકો ૩૭૯

(૩) કલોલ સીટી પો.સ્ટે. ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦,૫૧૧

(૪) કલોલ સીટી પો.સ્ટે. ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ (૫) કલોલ સીટી પો.સ્ટે. ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦

(૬) કલોલ તાલુકા પો.સ્ટે. ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦

(૭) કલોલ સીટી પો.સ્ટે. ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com