પાટનગરના યુવાનોમાં હાલ બુલેટ નો ક્રેઝ મોટા પ્રમાણમાં જાેવામાં આવી રહ્યો છે તેના શોખીનો વધી રહ્યા હોવાથી શહેરના માર્ગો પર બુલેટ ચાલકોની સંખ્યા મોટા પ્રમાણમાં નજરે ચડે છે. સાથોસાથ આવા બેથી અઢી લાખની કિંમતના બુલેટ ચોરાવાની સંખ્યા પણ વધી રહી છે તેમાં સેક્ટર-૭ પોલીસ મથકના વિસ્તારમાંથી બે બુલેટો ચોરાવાની ઘટના ઉજાગર થવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સેક્ટર-૭ પોલીસ મથકના પી.એસ.આઇ. એચ.એ.સોલંકી અને તેમની ટીમના અન્ય માણસો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેઓને એક બાદમી મળી હતી કે સે-૧૧ માં આવેલા રામકથા મેદાનમાં હાલ એક લબર મુછિયો બાઈક ચોર હોવાનું જાેવા મળી રહ્યું છે જેને લઈને સમગ્ર ટીમે બાામીવાળી જગ્યાએ પહોંચી જઈ ને શંકાસ્પદ એક કિશોરને ચોરીના બુલેટ બાઈક સાથે ઝડપી લીધો હતો તેની પાસેથી જી.જે.૦૧-ડી-ડબલ્યુ-૭૯૬૯ અને જી.જે- ૧૮-ડી-કે -૪૯૯૪ નંબરના બે બુલેટ જપ્ત કરી લીધા હતા તેની આકરી પૂછપરછ માં તેને જણાવ્યું હતું કે તે ધોળાકૂવામાં રહે છે. અને હાલમાં ઝોમેટો ડીલેવરી બોય તરીકે નોકરી કરે છે તેની પાસે એક બાઈક હોવા છતાં તેને બુલેટ નો શોખ હતો.જેને લઈને તે ચોરીના રવાડે ચડી ગયો હતો જેથી પોલીસે બંને બાઈક જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી બુલેટ નો ચોક કિશોરની ભારે પડ્યો હતો.