રાજયની પોલીસ ડ્રગ્સના નેટવર્કને તોડવા માટે કટિબધ્ધઃ હર્ષ સંધવી

Spread the love

ગૃહરાજયમંત્રીશ્રી હર્ષભાઈ સંધવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ડ્રગ્સ માફિયાઓ વિરૂધ્ધ કડકમાં કડક પગલા લેવા કટીબધ્ધ છે અને હજુ પણ કડક હાથે કામગીરી કરવામાં આવશે. ગુજરાત એટીએસ અને સુરત ક્રાંઇમ બ્રાંચને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, એટીએસ અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ સાથે મળીને ગઈકાલે કલકત્તામાં ડી.આઈ.આર. સાથે મળીને ૨૮૦ કરોડનું ૩૯ કિલો ડ્રગ્સ પકડયું છે. આ ડ્રગ્સ કલકત્તાના પોર્ટ પરથી ગુજરાતની એટીએસની મદદથી મળ્યું છે. રાજયની પોલીસે ગુજરાત નહી પણ દેશની અનેક રાજયની સીમાઓ પર જઈને કેન્દ્ર સરકારની એજન્સીઓ સાથે મળીને ડ્રગ્સ નેટવર્કને તોડવામાં મોટી ભૂમિકા અદા કરી છે. ભારત-પાકિસ્તાની બોર્ડર પર ગોળીઓનો સામનો કરીને જાંબાઝ જવાનોએ કાર્યવાહી કરી છે.સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતેથી પત્રકારોને વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતની પોલીસે છેલ્લા એક વર્ષમાં ૪૫૦ સ્થળોએ રેડ પાડીને અંદાજીત ૬૫૦૦ કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે. સાથે ૬૫૦થી વધુ ડ્રગ્સ માફિયાઓને પણ જેલ ભેગા કરવામાં આવ્યા છે. તેમાંથી આજદિન સુધી કોઈને પણ જામીન ન મળ્યા હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતું.
ગુજરાત સરકારની ડ્રગ્સ રિવોર્ડ પોલીસી ડ્રગ્સ પકડવામાં સૌથી અગત્યની ભૂમિકા રહી હોવાનું જણાવતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ પોલીસીના કારણે અલગ-અલગ રાજયની વિગતો આપણને મળી રહી છે. બાતમીદારોને ડ્રગ્સ વિશેની માહિતી માટે મોટી ઈનામી રકમ આપવામાં આવે છે જેથી ગુજરાત પોલીસને ડ્રગ્સ વિશેની મહત્વની માહિતી મળે છે. અન્ય રાજયોની પોલીસ પણ આ ડ્રગ્સ પોલીસીની વિગતો આપણી પાસેથી મંગાવે છે. સૌએ સાથે મળીને ડ્રગ્સની લડાઈમાં કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો.
ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશના યુવાધનને ખોખલુ કરતા ડ્રગ્સ માફિયાઓને પકડવા માટે પોલીસ સધન કામગીરી કરી રહી છે ત્યારે કેટલાક લોકો દ્વારા ગુજરાતની પોલીસને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહી છે. ડ્રગ્સના નેટવર્ક તુટવાથી પાકિસ્તાન-અફધાનિસ્તાનના ડ્રગ્સ માફિયાઓને મોટું નુકશાન પહોચ્યું છે. રાજયની પોલીસ કોઈ પણ રીતે પીછેહડ કરશે નહી. મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, કલકત્તા જેવા અનેક રાજયના યુવાનોનું જીવન બરબાદ થતા અટકાવવાનું કાર્ય કરી રહ્યા છીએ.
રાજયની પોલીસ દ્વારા ડ્રગ્સ સામેની લડાઈની વિગતો આપતા કહ્યું કે, તાજેતરમાં નવી દિલ્હીમાં પકડવામાં આવેલું ડ્રગ્સ અને મુઝફરમાં પકડાયેલા ડ્રગ્સ અંગેની વિગતો પણ આપણી પોલીસે આપી હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગુજરાત એ દેશભરમાં સૌથી વધુ રોજગારી આપીને યુવાનોના સ્વપ્નાઓને સાકારિત કરનારૂ રાજય છે. ડ્રગ્સ પર રાજનીતિ કરવી ન જોઈએ. ડ્રગ્સ સામેની લડાઈ વધુ મક્કતાથી વધુ ઝડપથી ચાલશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com