અમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે અડાલજ ખાતે શારદામણી કોમ્યુનિટી સેન્ટર શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ-અડાલજ,શ્રી સ્વામિનારાયણ મંદિર અડાલજ, માં અન્નપૂર્ણા ભોજનાલયના પ્રમુખ નરહરિ અમીન દ્વારા યોજવામાં આવેલ નિશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ તથા મહારક્તદાન શીબિરમાં અંદાજિત ૧૨૦૦ થી વધુ લોકોએ લાભ લીધો.આજે અડાલજ ખાતે યોજેલ આ નિશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ માં અંદાજિત ૨૫૦ થી વધુ લોકોએ દાંત નું ચેકઅપ, ૪૦૦ થી વધુ લોકોએ આંખના નંબરની તપાસ,આંખ ના પડદા ની તપાસ, ૪૦૦ થી વધુ લોકોને ચશ્માનું વિતરણ ઉપરાંત ૪૮૯ થી વધુ લોકો બ્લડસુગર અને બ્લડપ્રેસર, ૫૯૦ થી વધુ લોકોનું હિમોગ્લોબિન ચેકઅપ, ૮૯ લોકો એ ફિઝીયોથેરાપીનો તેમજ મેડિકલ ચેકઅપ કરાવ્યા પછી મોટી સંખ્યામાં મેડિકલ કન્સલ્ટેશનનો લોકો એ લાભ લીધો હતો. આ ઉપરાંત આજરોજ યોજાયેલ મહારક્ત દાન શિબિર માં ૧૩૦ કરતાં પણ વધારે લોકોએ રક્તદાન કર્યું હતું.
અમદાવાદ રેડ કોસ સોસાયટી ના સેક્રેટરી ડૉ. વિશ્વાસ અમીનના માર્ગદર્શન હેઠળ આ નિશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ અને મહારક્તદાન શીબીર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ-અડાલજના ચેરમેન રવજીભાઈ વસાણી, તથા મેનેજિંગ ટ્રસ્ટી બીપીનચંદ્ર પટેલ, ઉપપ્રમુખ સુરેશભાઇ પટેલ, મહામંત્રી મહેશભાઇ પટેલ, માવજીભાઈ લુણાગરીયા, સહમંત્રી નાગજીભાઈ શીંગાળા, ઉરેન પટેલ તેમજ ટ્રસ્ટીઓ, ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના માનનીય ધારાસભ્ય શંભુજી ઠાકોર,ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશુભાઇ પટેલ, ગુજરાત પ્રદેશ સહપ્રવક્તા હિતેન્દ્રભાઈ પટેલ, અમદાવાદ ગાંધીનગર ભાજપ મીડિયા કન્વીનર હિતેષ પટેલ (પોચી), ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા સભ્ય જયંતીલાલ પરમાર,પૂર્વ કોર્પોરેટર આર સી પટેલ અને અન્ય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.