ગુજરાતમાં માલધારીઓનો ઐતિહાસીક ર્નિણયઃ GJ-18 મનપા મેયરને મળીને પૂરતો સહયોગ આપવા બાંહેધરી, નવો કોન્સેપ્ટ, રોડ, રસ્તા પર ઢોર નહીં મૂકવા પણ બાંહેધરી,

Spread the love


ગુજરાતના ઈતિહાસના સૌ પ્રથમ વખતે એવું બન્યું છે કે ગાંધીનગરના માલધારીઓએ સામેથી મેયર સાથે મિટિંગ કરીને સરકાર એનિમલ હોસ્ટેલ કે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરે ત્યાં સુધી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પૂરતો સહયોગ આપશે તો શહેરમાંથી ૯૯.૯૯ ટકા પશુઓ જાહેરમાં ખુલ્લાં નહીં છોડવાની તૈયારી બતાવવામાં આવી છે.
ગુજરાત ગૌ પાલક હિતરક્ષક સમિતિ (સૂચિત), ગોકુળપુરા સેક્ટર ૧૪ દ્વારા આજે ગાંધીનગર મેયર હિતેશ મકવાણા સાથે મહત્ત્વની મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં માલધારીઓએ સામૂહિક રીતે પશુઓને શહેરમાં છુટ્ટા નહીં મૂકવાની તૈયારી દર્શાવી મ્યુનિસિપલ કમિશનરને પણ લેખિતમાં રજૂઆત કરાઈ હતી. આ અંગે સમિતિના રઘુભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર શહેરમાં વર્ષોથી રેહતા માલધારી સમાજ પશુધન રાખી દૂધ,દહી,ઘી,છાસ,નો વેપાર કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જેમ જેમ શહેર મોટું થતું જાય છે એમ એમ શહેરની આજુ બાજુના ગામડાઓ શહેરમાં સમાવિષ્ટ થતાં જાય છે, ગાયોના ગૌચર ખાલી થતાં જાય છે.
તાજેતરમાં રાજ્ય સરકારે ચોમાસુ વિધાનસભા સત્ર માં ‘ઢોર નિયંત્રણ કાયદો’ નું બિલ રદ કર્યું છે. ત્યારે સમાજની પણ ફરજ છે કે શહેરીજનોને અગવડ પડે નહીં તેની તકેદારી રાખવી જાેઈએ. રોડ ઉપર પશુધનથી થતા અકસ્માત થાય છે એનું દુઃખ માલધારી સમાજને પણ છે. જે અન્વયે શનિવારે ગાંધીનગરમાં પશુધન રાખતાં માલધારી સમાજના લોકોની મિટિંગ યોજાઈ હતી. જેમાં ત્રણસો જેટલા માલધારી ઉપસ્થિત રહ્યા હતા.
આ મિટિંગમાં સામૂહિક રીતે નક્કી કરાયું હતું કે, જાે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માલધારી સમાજ અને પશુધનને સહયોગ આપે તો માલધારી સમાજ પણ કોર્પોરેશનને પૂરો પૂરો સહયોગ આપશે.જ્યાં સુધી સરકાર એનિમલ હોસ્ટેલ કે વૈકલ્પિક વ્યવસ્થા ના કરે ત્યાં સુધી ગાંધીનગર શહેર ની હદમાં ૯૯.૯૯ ટકા ક્યાંય પણ રોડ ઉપર પશુધન નહિ દેખાય એમાં પશુધન રાખતો માલધારી સમાજ પૂરેપૂરો સહયોગ કરશે.
ગાંધીનગરમાં પશુધન રાખતા માલધારીઓ સાથે મિટિંગ યોજે, જેનાં માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સહયોગ આપે અને ગાંધીનગરમાં પશુધન રાખતા માલધારીઓ સાથે મિટિંગ કરે અને બંને પક્ષે એકબીજાને સહયોગ કરીએ તો શહેરમાં ફરતાં પશુઓની સમસ્યાનું નિરાકરણ લાવી શકીએ. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર કોર્પોરેશન તંત્ર માલધારીઓને સહયોગ આપે તો રાજયની અન્ય સાત નગરપાલિકાને પણ માલધારીઓ સાથે બેઠક યોજીને રખડતા પશુઓ મામલે હકારાત્મક નિરાકરણ લાવવાની પ્રેરણા મળી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com