ગુજરાતના યુવાઓ માટે રાહુલ ગાંધીએ આપેલા વચનો પુરા કરવા સક્ષમ: હરપાલસિંહ ચુડાસમા
આગામી ગુજરાત વિધાનસભામાં એ અને બી ટીમ બંનેનો સફાયો થશે અને કોંગ્રેસનો વિજય થશે : ઇન્દ્રવિજયસિંહ ગોહિલ
અમદાવાદ
આગામી વિધાનસભાની ચૂંટણીમાં યુવા મતદારોને રીઝવવા માટે યુથ કોંગ્રેસ એકશન મોડમાં આવી છે. કોંગ્રેસે આપેલા 8 વચનો જન જન સુધી પહોંચાડશે. બીજા તબકકાની સૌરાષ્ટ્રને ઉત્તર ગુજરાતનાં ૧૪ જીલ્લાનો સમાવેશ કરતી પરીવર્તન પાત્રાનો પ્રારંભ તા. ૯ થી પ્રારંભ કરવામાં આવશે જે તા. ૧૮ નાં રોજ નડાબેટ ખાતે દર્શન કરી અને પુર્ણ થશે. આ યાત્રાનાં ઇન્ચાર્જ તરીકે કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને હરપાલસિંહ ચુડાસમાની આગેવાની હેઠળ આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે તેવું મહેશ રાજપુત, રાજદિપસિંહ, મુકેશ ચાવડા, હરપાલસિંહ, નિલેશભાઇ સહીતનાં અગ્રણીઓએ જણાવ્યુ હતુ .થરાદમાં પૂર્ણાહુતિ પ્રસંગે 10 હજાર યુવાનો સાથે પદયાત્રા યોજાશે : સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના 15 જિલ્લામાંથી યાત્રા પસાર થશે . આ યાત્રામાં લોકોમાં જાગૃતી આવે તે માટે ખાટલા પરીષદ, મસાલ સરઘસ, પદયાત્રા, જાહેર સભા અને રોડ શો જેવા કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે . કે જે જીલ્લાનાં મુખ્ય મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરશે. ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા યુવા પરીવર્તન યાત્રા તા. ૧૨ નાં રોજ બપોરનાં ૧૨ વાગ્યે રાજકોટ ખાતે આવી પહોંચશે. જેમાં શહેરનાં વિવિધ માર્ગો ઉપર એક રોડ શો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. રાજકોટમાં આવનાર આ યાત્રાને સફળ બનાવવા માટે શહેર કોંગ્રેસનાં આગેવાન મહેશ રાજપુત, મુકેશ ચાવડા તેમજ તમામ વોર્ડનાં કોંગ્રેસનાં કાર્યકરો અને નેતાઓ યાત્રાને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરી રહયા છે. ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા યુવા પરીવર્તન યાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ છે.યુવા પરિવર્તન યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પ્રભારી ડો. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પ્રમુખ જગદીશભાઇ ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ રામ કિશન ઓઝા સહીત તમામ ધારાસભ્યશ્રીઓ આ યાત્રા માં કોંગ્રેસ સમીતીના તમામ આગેવાનો જોડાશે.
આગામી ગુજરાત વિધાનસભામાં એ અને બી ટીમ બંનેનો સફાયો થશે અને કોંગ્રેસનો વિજય થશે તેવું કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું .વધુમાં ગોહિલે કહ્યું કે ભાજપ અને આમ આદમી પાર્ટી ઉપર પ્રહારો કર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે બીજેપીના ભ્રષ્ટ શાસનથી ગુજરાતનો સમગ્ર વર્ગ પરેશાન છે જેમાં સૌથી વધુ યુવાનનું શોષણ થઈ રહ્યું છે ગુજરાતમાં શિક્ષિત બેરોજગાર યુવાનોનું શોષણ થઈ રહ્યું છે ઉપરાંત આઉટસોર્સિંગ પદ્ધતિ કોંગ્રેસ સરકાર આવશે તો નાબૂદ કરશે ઉપરાંત દસ લાખ યુવાનોને રોજગાર આપશે તેમ તેમણે જણાવ્યું હતું ઉપરાંત કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા વચનોને પૂરા કરાશે .
ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા યુવા પરીવર્તન યાત્રા યોજવામાં આવી રહી છે. જેમાં પ્રથમ ચરણની અંબાજીથી ઉંમરગામ સુધીની યાત્રા ૧૪ જીલ્લામાંથી પસાર થઈ હતી. જેનો લોકોમાંથી બહોળો અને ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો બીજા તબકકાની યાત્રાનો પ્રારંભ સોમનાથથી સુઇ ગામ સુધી યોજવામાં આવી છે. આ પાત્રા દરમ્યાન ગુજરાતનાં યુવાનો માટે રાહુલ ગાંધીએ જે વચનો આપ્યા છે તેમાં બેરોજગાર યુવાનોને પ્રતિમાસ ૩૦૦૦ રૂપિયાનુ બેરોજગારી ભથ્થુ આપવામાં આવશે. તેમજ સરકારી નોકરીઓમાંથી કોન્ટ્રાકટ પધ્ધતી સંપુર્ણ નાબુદ કરવામાં આવશે તેમજ ગુજરાતમાં ૧૦ લાખ સરકારી નોકરીઓમાં યુવાનોની ભરતી કરવામાં આવશે. તેમજ વર્ષ ૨૦૨૩ માં પાંચ લાખ લોકોને નોકરીઓ આપવામાં આવશે. જેમાં ૫૦ ટકા નોકરીઓ પર મહીલાઓનો અધિકારી રહેશે સહીતની જાણકારી આ યાત્રા જે રૂટ ઉપરથી પસાર થઇ રહી છે ત્યાંનાં રહીશો અને યુવાનોને આપવામાં આવી રહી છે. આ યુવા પરીવર્તન યાત્રાને દરેક સમાજમાંથી ભારે બહોળો પ્રતિસાદ મળી રહયો છે.આ ઉપરાંત પેપર ફોડનાર સામે કાર્યવાહી કરવ્માં આવશે તેમજ ચોક્કસ નીતિ બનાવવામાં આવશે. તેમજ કોરોનામાં સ્વજન ગુમાવનારને રૂા.4 લાખનું વળતર તથા ખેડૂતોને વ્યાજમાફી આપવામાં આવશે. ડ્રગ્સ બાબતે યુવાનોને જાગૃત કરાશે અને ગુજરાતને ડ્રગ્સ મુકત કરવાની ઝુંબેશમાં યુવાનોને જોડાવવા આહવાન કરશે.
યુવા પરિવર્તન યાત્રા સોમનાથથી સુઈ ગામ
તા.9-10-22 સવારે 10 સોમનાથ સભા, બપોરે 2 વેરાવળ, સાંજે 5.30 કેશોદ (મસાલ યાત્રા), તા.10-10-22 સવારે 11 માણાવદર (સ્વાગત), બપોરે 1 કુતિયાણા, સાંજે 4 રાણાવાવ (સ્વાગત), સાંજે 5 પોરબંદર-સભા, તા.11-10-22 સવારે 10 ખંભાળીયા, સાંજે 4 જામનગર (રોડ શો), સાંજે 6 ધ્રોલ (સ્વાગત), તા.12-10-22 સવારે 10 પડધરી, બપોરે 12 રાજકોટ (રોડ શો), સાંજે 5 વાંકાનેર, તા.13-10-22 સવારે 10 મોરબી, બપોરે 1 હળવદ, સાંજે 6 ધ્રાંગધ્રા, તા.14-1022 સવારે 11 પાટડી, સાંજે 4 દસાડા (સ્વાગત), સાંજે 6 વિઠ્ઠલાપુર (સભા), તા.15-10-22 સવારે 10 દેત્રોજ, બપોરે 1 કડી (સ્વાગત), બપોરે 2 કલોલ (સભા), સાંજે 6 માણસા (મસાલ યાત્રા), તા.16-10-22 સવારે 10 વિજાપુર, બપોરે 2 વિસનગર, સાંજે 5 ઉંજા (સ્વાગત), સાંજે 6 પાટણ (મશાલ યાત્રા), તા.17-10-22 સવારે 11 હારીજ, બપોરે 12 સમી, બપોરે 1 રાધનપુર (સભા), સાંજે 4 થરા (સ્વાગત), તા.18-10-22 સવારે 10 જેતડા (સ્વાગત), સવારે 11 થરાદ (પદયાત્રા સભા), બપોરે 3 વાવ (સ્વાગત), સાંજે 5 સુઈગામ (રોડ શો), સાંજે 7 નેડાબેટ (દર્શન)