ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ભાજપ, કોંગ્રેસ અને આ વખત ત્રીજી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી મેદાનમાં આમાને સામને ટકરાશે. કેજરીવાલ સૌથી વધુ પુરજોશમાં પ્રચાર શરૂ કરી દીધી છે. ગુજરાત આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આજે પ્રેસ કૉન્ફરન્સ કરીને ચીી યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં કુલ 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના અગાઉના ૩ લિસ્ટ જાહેર કરી 29 ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે.
ગુજરાત આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, ગુજરાતની જંગ ભાજપ અને આપ વચ્ચે છે. કોંગ્રેસનું કોઇ અસ્તિત્વ દેખાતું નથી, કોંગ્રેસમાં જે ઉમેદવારો છે એ હવે ભાજપમાં જઇ રહ્યા છે. ચૂંટણી પછી પણ ભાજપમાં જશે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતની પ્રજાએ આપને એક મોકો આપવાનું મન બનાવી લીધું છે. કેજરીવાલજી દ્વારા જે જાહેરાત કરાઈ એનાથી લોકો આપને મત આપશે. અગાઉ ત્રણ વાર લિસ્ટ જાહેર કરી 29 ઉમેદવાર જાહેર કરાયા છે. આજે વધુ એક લિસ્ટ જાહેર કરી રહયા છીએ. આજની યાદીના માધ્યમથી અમે જમીન સાથે જોડાયેલા અને સમાજમાં કઈક કરવા માંગતા હોય એવા ઉમેદવારોને પસંદ કર્યા છે.