ગુજરાતમાં રોડ ,રસ્તા હાઇવેથી લઈને ફોરલેન સિક્સ લેન રોડ રસ્તાઓ મોટા પ્રમાણમાં બનાવવામાં આવ્યા છે, ત્યારે ભારત માલા પ્રોજેક્ટ જે થરાદ – અમદાવાદ એક્સપ્રેસ હાઈવે બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા તે જ પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે GJ-18 ખાતેના ૪૬ જેટલા ગામોમાં જેમની જમીન જઈ રહી છે, તે ખેડૂતો દ્વારા ભારે વિરોધ વંટોળ ઊભો થયો છે, ખેડૂતો દ્વારા જણાવેલ કે૮/૪/૨૦૧૧ થી જે જંત્રી આવે છે, તે રિવાઇઝ કરવામાં આવી નથી, જેથી ગુજરાત સરકારને ૮૦ હજાર કરોડનું નુકસાન સ્ટેમ્પ નોંધણીમાં થવા પામ્યું છે, ત્યારે ખેડૂતોને વળતર ૨૦૧૧ ની જંત્રી મુજબ ચૂકવવામાં આવે છે. ત્યારે ખેડૂતોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે.
વધુમાં જે જમીન ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ સંપાદન કરવાની વાત છે ,તેમાં ખેડૂતો વર્ષમાં ત્રણવાર પાક લઈ શકે તેમ છે ,જમીન પિયત વાળી અને ઉપજાઉ છે ત્યારે ખેડૂતોની જમીન જતી રહેતા ખેતી લુપ્ત થશે, તેવો પણ
અણસારો ખેડૂત દ્વારા આપવામાં આવ્યો છે, ત્યારે આ પ્રોજેક્ટમાં કુલ ટોટલ જમીન ૧૭ ,૪૪૨ હેક્ટર સંપાદન કરવામાં આવનાર છે. ત્યારે GJ-18 જિલ્લાની ૬૦૦૦ હેક્ટર જમીન સંપાદન થાય તેવી શક્યતા જાેવાતા ખેડૂતોમાં રાત્રે ખાટલા બેઠકો ચાલુ છે, ત્યારે આજરોજ તંત્રની મંજૂરી વગર ખેડૂતો દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે આવતા તમામને ડીટેઈન GJ-18 ની પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા.
સત્યાગ્રહ છાવણી ખાતે GJ-18 ખેડૂતો દ્વારા આંદોલન કરવા આવતા તમામને ડીટેઇન કરીને સેક્ટર ૨૭ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.
GJ-18 ની ૬૦૦૦ હેક્ટર જમીન સંપાદન થવાની છે અને ૪૨ જેટલા ગામોને અસર કરી રહી છે ,ત્યારે જંત્રી ૮/ ૪ /૨૦૧૧ થી રિવાઇઝ ન કરાતા જુના દરે રાખતા સરકારને હાલ ૮૦ હજાર કરોડનું સ્ટેમ્પ ડ્યુટી નું નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોને જુના દરે જમીન સંપાદનનું વળતર આપવાની વાતથી ખેડૂતોમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે.