કોંગ્રેસે નાગરિકોને અધિકારો આપ્યા અને ભાજપે છીનવ્યા : કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા

Spread the love

કોંગ્રેસના સકારાત્મક કેમ્પેન “કોંગ્રેસના કામ બોલે છે” થી ડરેલી, ગભરાયેલી ભાજપ દ્વારા કરતા બેફામ વાણીવિલાસનો જવાબ કોંગ્રેસ પક્ષ મજબૂતાઈથી આપશે : હિંમતસિંહ પટેલ

અમદાવાદ

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા અને પ્રદેશ કાઁગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને બાપુનગર વિધાનસભાનાં ધારાસભ્ય હિંમતસિંહ પટેલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.આલોક શર્માએ કહ્યું હતું કે ભાજપના સાંસદો પર પણ ગંભીર ગુનાઓ દાખલ છે. ભાજપે ગુજરાતની જનતાની માફી માગવી જોઇએ.

ફૂડ સિક્યોરિટી બિલ રાજ્યસભામાં પાસ થયું હતું લોકસભામાં પાસ થયું નહતુ.અત્યારે 1 થી 5 વર્ષના બાળકોમાં આર્યનની કમી છે.જેના લીધે 79 ટકા બાળકો કુપોષિત છે.ભાજપે બાળકોના હક છીનવવાનું કામ કર્યું છે.ખેડૂતોની આવક વર્ષ 2022 માં આવક ડબલ કરવાના વાયદાઓ પણ સાચા ઠર્યા નથી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ જ્યારે દેશમાં ટાંકણી પણ નહોતી બનતી ત્યારે કોંગ્રેસ સરકારે દેશમાં નવરત્નોની સ્થાપના કરીને દેશને સ્વાવલંબી બનાવવા માટે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તિરંગાને સન્માન આપ્યું હતું. જયજવાન જય કિસાન નો નારો આપી, પાકિસ્તાન સામે પ્રથમ યુદ્ધ જીતીને લાલબહાદુર શાસ્ત્રીએ તિરંગાને સન્માન આપ્યું હતું. પાકિસ્તાનના બે ટુકડા કરીને અને પોખરાણમાં પ્રથમ અણુધડાકો કરી વિશ્વમાં તિરંગાનું નામ રોશન ઈન્દિરા ગાંધીએ કર્યું હતું. ભારતને ૨૧મી સદીમાં લઈ જનાર અને આઈ.ટી. અને ટેકનોલોજીક્રાંતિ લાવીને, ૧૮ વર્ષની ઉંમરે મતદાનનો અધિકાર આપીને રાજીવ ગાંધીએ તિરંગાને સન્માન આપ્યું હતું. આર્થિક ઉદારીકરણની શરૂઆત કરીને પી.વી. નરસિંહારાવે ભારતનો ડંકો વિશ્વમાં પ્રસ્થાપિત કરીને તિરંગાને સન્માન આપ્યું હતું. યુ.પી.એ. અધ્યક્ષા શ સોનિયા ગાંધી અને વડાપ્રધાન મનમોહનસિંહનો સમયગાળો અધિકારોનો દાયકો ગણાય છે. ભારત દેશના નાગરિકને સુચનાનો અધિકાર (આર.ટી.આઈ.) આપવામાં આવ્યો કે જેના કારણે આજે દરેક નાગરિક પોતે કોઈપણ માહિતી મેળવી શકે છે. મનરેગા દ્વારા રોજગારનો અધિકાર આપવામાં આવ્યો કે જેના દ્વારા 100 દિવસની નિશ્ચિત રોજગારી ગ્રામ્ય કક્ષાએ મેળવીને નાગરિકો પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે છે. ભણતરનો અધિકાર આપવામાં આવ્યો (આર.ટી.ઈ.) જેના દ્વારા ગરીબ અને મધ્યમવર્ગના બાળકો દેશની સારામાં સારી સ્કુલમાં ભણતર મેળવી શકે છે. અન્નનો અધિકાર (રાઈટ ટુ ફુડ) માટે રાજ્ય સભામાં કાયદો પાસ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસ દ્વારા આઈ.આઈ.ટી. અને એમ્સ બનાવવામા આવ્યાં, જાહેર સાહસોની કંપનીઓ બનાવવામાં આવી અને ભાજપે ડીસઈન્વેસ્ટમેન્ટ દ્વારા આ કંપનીઓને કોડીઓના દામથી પોતાના ઉદ્યોગપતિઓને પધરાવી દેવામાં આવી. કોંગ્રેસે સંવિધાનીક સંસ્થાઓને મજબુત કરીને સ્વાયત બનાવી જ્યારે ભાજપ દ્વારા સંવિધાનીક સંસ્થાઓને પોતાની પીઠ્ઠુ બનાવવાનો કારસો રચવામાં આવ્યો. એકતરફ ભારતીય જનતા પાર્ટીએ શાસનમાં આવતી વખતે કહ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે પરંતુ ખેડૂતોના કાળા કાનૂન લાવીને તેમની સાથે દ્રોહ કરવામાં આવ્યો. અંતે 900 ખેડૂતોના મૃત્યુ પછી આ કાળા કાયદાને ના છુટકે પાછો લેવો પડ્યો. કોંગ્રેસના શાસનમાં 134 ડોલર પ્રતિ બેરલ ક્રુડ ઓઈલ હોવા છતાં પેટ્રોલ તથા ડીઝલના ભાવ સબસીડી દ્વારા અંકુશમાં રાખવામાં આવ્યાં. ભાજપ દ્વારા ઉજવલા યોજનાના નામે માત્ર નોટંકી કરવામાં આવી. આજે 87 ટકા ગેસ સીલીન્ડર ઉજવલા યોજનામાં રીફીલ થતા નથી. કોંગ્રેસ દ્વારા આધાર કાર્ડ રજુ કરવામાં આવ્યું ત્યારે તેનો સૌથી વધારે વિરોધ ભાજપે કર્યો હતો અને આજે તે યોજનાઓના અમલીકરણ માટે એક અનિવાર્ય અંગ બની ચુક્યું છે. કોંગ્રેસ જ્યારે દેશમાં વન નેશન વન ટેક્ષ જી.એસ.ટી. દ્વારા લાવનાર હતી ત્યારે તેનો વિરોધ કરવામાં આવ્યો અને આજે પેટ્રોલ – ડીઝલને તેમાથી બાકાત રાખીને જી.એસ.ટી.નો સ્વિકાર કરવામાં આવ્યો છે. મોદીજી જ્યારે સત્તામાં આવ્યા ત્યારે દેશનું જે દેવુ હતુ તેના કરતા ચાર ગણુ દેવુ આઠ વર્ષમાં વધી ગયું છે. એ જ રીતે ભાજપ ગુજરાતમાં સત્તામાં આવી ત્યારે માત્ર 9000 કરોડ ગુજરાતનું દેવુ હતું જે આજે વધીને ત્રણ લાખ કરોડ થઈ ગયું છે. કોંગ્રેસે નાગરિકોને અધિકારો આપ્યા અને ભાજપે છીનવ્યા એ હવે દેશના નાગરિકો જાણી ગયા છે. આજે જ્યારે દેશમાં નફરત ફેલાવવા માટે દેશ વિરોધી તત્વો જ્યારે તક સાધી રહ્યાં છે ત્યારે દરેક કોંગ્રેસીજન ખેડૂતો માટે, મહિલાઓ માટે, યુવાનો માટે, દલિત, આદિવાસી, ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગ માટેના હક્ક અને અધિકારોની રક્ષાકાજે એક નવી આઝાદીની લડાઈ લડવા કટિબધ્ધ છે.

કોંગ્રેસના સકારાત્મક કેમ્પેનથી “કોંગ્રેસના કામ બોલે છે”થી ડરેલી, ગભરાયેલી ભાજપ સરકારના કૌભાંડ-કાંડનો ખુલાસો કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હિમંતસિંહ પટેલ જણાવ્યું હતું કે કોંગ્રેસના ગુજરાત નિર્માણમાં યોગદાન કામોથી રાજ્યમાં ચારે તરફથી લોકોને સ્વીકારી રહ્યા છે. કોંગ્રેસના કરેલા કાર્યો દ્વારા રાજ્ય સાચી દિશા તરફ જઈ રહયું છીએ. ભાજપ ફક્ત કોંગ્રેસને કોસવાનું કામ કરે છે, ગુજરાત ના લોકો માટે શું કર્યું?, યુવાનોને રોજગારી કેટલી આપી? તેનો જવાબ ભાજપ સરકાર આપે.. 27 વર્ષના શાસનમાં ખાનગીકરણ, વેપારીકરણ જ કર્યું છે. તમામ સમાજ, યુવાઓ, જવાનો, જુદા જુદા સંગઠનોના ૨૬ જેટલા આંદોલનો સરકાર સામે ચાલી રહ્યા છે. ગૃહણીઓના ઘરના બજેટ ખોરવાઈ ગય છે, પરિવારો આત્મહત્યા કરી રહ્યા છે, ગ્રામ્ય આરોગ્યલક્ષી સેવાઓમાં ડોકટરો મળતા નથી, યુવાઓને ફિક્સ પગારમાં આર્થિક શોષણ કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસના સકારાત્મક કેમ્પેન “કોંગ્રેસના કામ બોલે છે” થી ડરેલી, ગભરાયેલી ભાજપ દ્વારા કરતા બેફામ વાણીવિલાસનો જવાબ ગુજરાતની જનતા મજબૂતાઈથી આપશે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કોર્ડીનેટર હેમાંગ રાવલ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા પેનાલીસ્ટ હિરેન બેંકર ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com