બાબરા
બાબરા તાલુકામાં મોટાદેવવળિયા જીલ્લા પંચાયત સીટ હેઠળ આવતા અંદાજીત ૧૭ જેટલા ગામોના આગેવાનો ગ્રામજનો સહિતનું અગત્ય નું સ્નેહ મિલન કડવા પાટીદાર સમાજની વાડી ખાતે લાઠી બાબરા વિસ્તારના કૉંગ્રેસનાં ધારાસભ્ય વિરજી ઠુંમર દ્વારા બોલાવવામાં આવતા અનેક આગેવાનો તેમજ જુદા જુદા ગ્રામ્ય વિસ્તાર ના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
બાબરા તાલુકો વર્ષો થી કોંગ્રેસ તરફે મતદાન કરનારો વિસ્તાર પંકાયેલો છે અને નુતન વર્ષ પહેલા ધારાસભ્ય દ્વારા અચાનક બોલાવેલા સ્નેહ મિલન થી સૌ કોઈ અચંબિત પામ્યા હતા ધારાસભ્ય વિરજી ઠુંમર દ્વારા પોતાના કાર્યકાળ માં તાલુકા ના 99% રોડ રસ્તા સહિત પીવા ના પાણી ના પ્રશ્ન ઉકેલી સંતોષ કારક કામગીરી કર્યા નો હર્ષ વ્યક્ત કરી અને ગુજરાત રાજ્ય માં સૌથી વધુ રોડ રસ્તા ના કામો બાબરા લાઠી વિસ્તારના થયા નું જણાવ્યું હતું અને તાજેતર માં જાહેર થનાર ચુંટણી માં કોંગ્રેસ ઉમેદવાર તરફે મતદાન કરવા ગુહાર લગાવી હતી તેમના મનનીય ઉદબોધન માં ધારાસભ્ય વિરજી ઠુંમર ના જણાવ્યા મુજબ ૨૮ વર્ષ ના ગુજરાત ના ભાજપી શાશન માં માત્ર ને માત્ર ઉદ્યોગકારો ને વફાદાર રહેનારી ભાજપ પાર્ટી દ્વારા ખેડુતો વેપારીઓનું અહિત કરવા માં પાછી પાની કરી નથી ગુજરાત માં ભરતી કૌભાંડ,પેપર ફૂટવા સહિત શિક્ષણ મોંધુ કરી યુવાનો વિદ્યાર્થી નું ભાવી અંધકારમય બનાવી દીધું છે રાસાયણિક ખાતરો બીયરનો જંતુનાશક દવા ઉપર આકરો કરબોજ અને ખેડુતો દ્વારા વાવેતર કરાતા પાકોના અપુરતા ભાવો તેમજ તાઉટે વાવાઝોડા સમયે નાશ પામેલા સહિત ને અગાઉ ના વર્ષો માં પાક વીમો આપવા કરેલી જાહેરાતો માત્ર જુઠાણું ફેલાવનારૂ સાબિત થયું છે
કોરોના કાળ માં ઓક્સિજન જરૂરી દવા મેડીસન માટે ભટકતા દર્દી પરિવાર માટે યોગ્ય કરવા ના બદલે માત્ર દેખાડો કરીમાસ્ક સહિત ના અબજો ના દંડ વસુલાત માં વ્યસ્ત રહી અનેક લોકો ને મોત ના મુખ માં હોમી દીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો આંતરરાષ્ટ્રીય ક્રુડ પેદાશો ના ભાવો છેલ્લા પાચ દાયકા માં સૌથી નીચા હોવા છતાં પેટ્રોલ ડીઝલ મોંઘા કરી અને દેશ ભર ના વાહન ચાલકો ના ખિસ્સા ખાલી કરવા માં આવ્યા છે. કાર્યકરો આગેવાનો દ્વારા કોંગ્રેસ પ્રત્યે જનાદેશ આપવા મક્કમ નિર્ધાર હોવાની સાથે ગુજરાત માં પરિવર્તન નો માહોલ હોવાનો રાજકીય દિશાનિર્દેશ વ્યક્ત કરી આગામી ચુંટણી માટે લાઠી બાબરા ૯૬ વિધાનસભા કોંગ્રેસ ના ઉમેદવાર ને વિજેતા બનાવવા શંખનાદ કરવા માં આવ્યો હતો
આ તકે જસમતભાઈ ચોવટીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી ખીમજીભાઈ મારુ નગરપાલિકા પૂર્વ પ્રમુખશ્રી કિશોરભાઈ દેથળીયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખશ્રી ભીખાભાઈ કથીરિયા બાબરા માર્કેટ યાર્ડ પૂર્વ પ્રમુખશ્રી મનસુખભાઈ હિરપરા દેવળીયા ગામના પૂર્વ સરપંચ ધીરુભાઈ કાવઠીયા દેવળીયા સેવા સહકારી મંડળી પ્રમુખ લીલાભાઈ વામજા ઉદ્યોગપતિ ડી કે સુરાણી તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા દિલીપ સનુરા કોંગ્રેસ વિધાનસભા યુવા પ્રમુખ રાજુ કનાળા તાલુકા પંચાયત સદસ્ય ભરત કોલેડીયા ઘનશ્યામ રાઠોડ કુલદીપ બસીયા મુકેશભાઈ ભાલીયા કાંતિ બરનાલીયા લઘુમતી અગ્રણી ઈકબાલ ગોગદા બાબરા વિધાનસભા નિરીક્ષક પાંડેજી તાલુકા માંથી વિવિધ સમાજ ના આગેવાનો કોંગ્રેસ ના આગેવાનો,તાલુકા પંચાયત ના સદસ્યો પૂર્વ સદસ્યો બાબરા નગરપાલિકા ના પૂર્વ સદસ્યો સરપંચો પૂર્વ સરપંચો વિધાર્થી વર્ગ સહિત ના આગેવાનો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.