વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૩૦ઑકટોથી ૧લી નવે. દરમિયાન ગુજરાતના પ્રવાસે : પ્રવકતા મંત્રી જીતુ વાઘાણી

Spread the love

 

મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી પ્રથમ નવેમ્બરે વીડિયો કૉન્ફરન્સના માધ્યમ દ્વારા ૧૮૨ વિધાનસભા મત વિસ્તારના કાર્યકરોને માર્ગદર્શન આપશે

મોદી તા.૩૧મી ઑકટો. કેવડિયા ખાતે સરદાર સાહેબને આદરાંજલી આપી એકતા પરેડમાં સહભાગી થશે : વડોદરા,થરાદ અને જાંબુઘોડા ખાતે વિવિધ વિકાસકામોના ખાતમુર્હુત-લોકાર્પણ કરશે

ગાંધીનગર

સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે તા.૩૦મી ઓક્ટોબરથી તા.૧લી નવેમ્બર દરમિયાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના હસ્તે વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુર્હુત કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોડાશે.મંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન તા.૩૦મી ઑકટોબરના રોજ વડોદરા ખાતે આવી પહોચશે. ત્યાર બાદ વડોદરા ખાતે સી-૨૯૫ એરક્રાફટ નિર્માણના પ્રોજેક્ટનું ખાતમુર્હુત કરશે. ત્યારબાદ તા.૩૧મી ઓક્ટોબર સરદાર પટેલ જયંતિ નિમિત્તે કેવડીયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબને આદરાંજલી આપીને શ્રધ્ધા સુમન અર્પણ કરશે. ત્યારબાદ તેઓ કેવડિયા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત યોજાનાર પરેડમાં ઉપસ્થિત રહી પરેડની સલામી જીલશે. આ જ દિવસે બપોરે વડાપ્રધાન ઉત્તર ગુજરાત માટેના વિવિધ વિકાસકામોનું થરાદ ખાતેથી ખાતમુર્હુત અને લોકાર્પણ કરીને સભાને સંબોધશે.

તા.૧લી નવેમ્બરના રોજ સવારે વડાપ્રધાન માનગઢ હિલ રાજસ્થાન ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ જાંબુઘોડા ખાતે વિવિધ વિકાસકામોના ખાતમુર્હુત અને લોકાર્પણ કરીને સભાને સંબોધશે અને સાંજે તેઓ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી વીડિયો કૉન્ફરન્સના માધ્યમ દ્વારા ૧૮૨ વિધાનસભા મત વિસ્તારના કાર્યકરોને માર્ગદર્શન આપશે તેમ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com