રિપોર્ટ : પ્રફુલ પરીખ
અમરેલીમાં મોદી અને કેજરીવાલની એક જ જગ્યાએ સભાના લીધે રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ફેરફાર
રાહુલ ગાંધીની સભાને લઈને આજે સવારે નવ વાગ્યે હેલીકોપ્ટરમાં રઘુ શર્મા, પવન ખેરા અને ભરતસિંહ સોલંકી ચીખલી જવા રવાના થયા હતા
અમદાવાદ
રાજયમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા ના લીધે પ્રચારથી અળગા રહ્યા હતા પણ હવે તેઓ મેદાનમાં આવી રહ્યા છે. રાજકીય આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૧ નવેમ્બરે સોમવારે રાહુલ ગાંધી રાજકોટ અને ચીખલીમાં પ્રથમ જાહેરસભાને સંબોધશે અને બીજી તરફ સિદ્ધાર્થ પટેલ સહિત અન્ય બે નેતા રાજકોટ જાહેરસભાનાં સ્થળનું નિરિક્ષણ કરવા રવાના થયા છે. રાહુલ ગાંધીની સભાને લઈને આજે સવારે નવ વાગ્યે હેલીકોપ્ટરમાં રઘુ શર્મા, પવન ખેરા અને ભરતસિંહ સોલંકી ચીખલી જવા રવાના થયા છે ત્યાં જઈને રાહુલ ગાંધી જ્યાં જાહેરસભા કરવાના છે ત્યાંનું નિરીક્ષણ કરશે .
એવું પણ જાણવા મળ્યું છે કે રાહુલ ગાંધી કોઈ પણ એક દિવસ ૨૦ અથવા ૨૧ નવેમ્બર નાં રોજએક જ દિવસમાં બે સભાને સંબોધશે. પ્રિયંકા ગાંધીની પણ બે સભાનું આયોજન થઇ રહ્યું છે તેવું આધારભૂત સૂત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે. ગઈકાલે જગદીશ ઠાકોર, રઘુ શર્મા અને સિધાર્થ પટેલ અમરેલી હેલીકોપ્ટરમાં ગયા હતા કેમકે ૨૨ મી એ રાહુલ ગાંધી અમરેલીમાં સભા કરવાના હતા તેના નિરીક્ષણ માટે ગયા હતા પરંતુ હવે અમરેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ એક જ જગ્યાએ જાહેર સભા સંબોધવાના હોવાથી રાહુલ ગાંધીનો ૨૨ મી નવે .નાં કાર્યક્રમમાં ફેરફાર થયો છે.
અમરેલી આમ તો કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનો ગઢ રહ્યો છે. આ વખતે ભાજપ ધાનાણી પાસેથી ગઢ આંચકવા તનતોડ મહેનત કરી રહ્યા છે.ગઈ વખતે નરેન્દ્ર મોદી આવવા છતા ભાજપે બન્ને વખત સીટ ગુમાવી હતી. હવે અમરેલીના ફોરવર્ડ હાઇસ્કુલના ગ્રાઉન્ડમા પ્રધાનમંત્રી સમાવેશ છે.કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં ૨૦, ૨૧, અને ૨૨ મી નવેમ્બરના રોજ આરામનો દિવસ હોવાથી ગુજરાતમાં રાજકોટ અને ચીખલીમાં રાહુલ ગાંધીની પ્રથમ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.રાજ્ય વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસે ૪૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી કર્યો છે. છે.સ્ટાર પ્રચારકોની યાદીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી નાદુરસ્ત તબિયતને કારણે ગુજરાત પ્રવાસમાં આવે તેવી કોઇ શક્યતા નથી પરંતુ રાહુલ- પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર કરશે તેવું સૂત્ર જણાવે છે. કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી ,પ્રિયંકા ગાંધી વાડરા,અશોક ગેહલોત,સચિન પાઇલોટ, બી.કે.હરિપ્રસાદ, જગદીશ ઠાકોર, શકિતસિંહ ગોહિલ, રઘુ શર્મા, સચિન પાયલોટ, દિગ્વિજયસિંધ, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, સિધ્ધાર્થ પટેલ, પ્રથમ વખત જીતનાર આદિવાસી નેતા અનંત પટેલ, જીજ્ઞેશ મેવાણી, સુખરામ રાઠવા સહિત ૪૦ નેતાઓનો સમાવેશ કર્યો છે. જેમાં ૨૮ જેટલા નેતાઓ ગુજરાત બહારના છે અને બાકીના ૧૧ નેતાઓ ગુજરાત પ્રદેશના નો પણ સ્ટાર પ્રચારકમાં સમાવેશ થાય છે.