‘આપ’ ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ ચોટીલામાં જનસભા અને ધાંગધ્રામાં રોડ શોમાં ભાગ લીધો : ભગવંત માનનો વલસાડના ઉમરગામ, કપરાડા, ધરમપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા રોડ શો
અમદાવાદ/વલસાડ/ધાંગધ્રા
આમ આદમી પાર્ટીના પંજાબના સીએમ ભગવંત માન પણ ગુજરાતની મુલાકાતે આવેલા છે. આજે ભગવંત માન એ વલસાડના ઉમરગામ, કપરાડા, ધરમપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત રોડ શોમાં ભાગ લીધો.પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માન એ રોડ શોમાં દરમિયાન હજારો લોકોને સંબોધતા કહ્યું કે, આ રોડ શો આસપાસના જેટલા પણ ઘરો છે, એ ઘરોની બારીઓથી, છત અને બાલ્કનીથી લોકો અમારા પર ફૂલોની વર્ષા કરી રહ્યા છે. એનો અર્થ સ્પષ્ટ કે ગુજરાતની જનતાએ પરિવર્તન માટે નિર્ણય લઇ લીધો છે. દેશનાં અને ગુજરાતની જનતા પાસે સતત બીજા લોકો ‘અચ્છે દિન’ નું વચન આપી રહ્યા હતા, ‘અચ્છે દિન’ ની તો ખબર નથી, પરંતુ ગુજરાતમાં 8મી ડિસેમ્બરથી ‘સચ્ચે દિન’ ચોક્કસ આવવાના છે. આમ આદમી પાર્ટી સામાન્ય લોકોની પાર્ટી છે
અમે સર્વેમાં નથી આવતા, અમે સીધા સરકારમાં આવીએ છીએ. પંજાબમાં સરકાર બનશે તેવું કોઈ સર્વેમાં દર્શાવાયું ન હતું. દિલ્હીમાં 67 સીટો આવશે એવું કોઈ સરકારે બતાવ્યું નથી. અહંકારી નેતાઓને હું કહેવા માંગુ છું કે જ્યારે જનતા ઈચ્છે છે ત્યારે નેતા અર્શ પર અને જ્યારે જનતા ઈચ્છે છે ત્યારે નેતા ફર્શ પર હોય છે. ભાજપ સાથે તમને 27 વર્ષ થઇ ગયા છે, પરંતુ પહેલા તમારી પાસે વિકલ્પ નહોતો, પરંતુ હવે આમ આદમી પાર્ટીનો વિકલ્પ છે. દર વર્ષે ઝાડ પણ પાન બદલે છે, હવે તમે પણ બદલો. મને એક પત્રકારે પૂછ્યું કે તમે દિલ્હી અને પંજાબમાં ભાજપને કેવી રીતે હરાવ્યું? અમે દિલ્હી અને પંજાબમાં ઝાડૂ વડે કાદવ સાફ કર્યો, જેથી કમળ ઉગે જ નહીં.
પંજાબમાં અમે વીજળી ફ્રી કરી, 50 લાખ ઘરોનું વીજળીનું બિલ શૂન્ય આવે છે. પંજાબમાં આદિવાસીઓ માટે ‘પેસા કાયદો’ લાગુ કરીશું. અને દિલ્હી અને પંજાબમાં જે કર્યું તે ગુજરાતમાં પણ કરીશું. અન્ય પક્ષોના લોકો કહેતા હતા કે આ લોકો વીજળી ફ્રી કરશે, શિક્ષણ ફ્રી કરશે, હોસ્પિટલો ફ્રી બનાવશે તો પૈસા ક્યાંથી આવશે? મને ખબર હતી કે પૈસા ક્યાંથી આવશે, પણ મેં તેમને કહ્યું નહીં. હવે હું કહેવા માંગુ છું કે પૈસા ફક્ત તે લોકોના ખિસ્સામાં છે, તેમને જેલમાં મોકલવામાં આવશે અને પૈસા તેમની પાસેથી જ આવશે. પોરબંદર ગાંધીજીની ભૂમિ છે. આ તે ભૂમિ છે જ્યાં તે પુત્રનો જન્મ થયો જેમણે દેશની આઝાદી માટે પોતાનો જીવ આપ્યો. પરંતુ આઝાદી ગરીબોના ઘર સુધી પહોંચી નથી. જ્યારે સરકારી સ્કૂલમાં પાણીને બાળકો ડોક્ટર બનશે એન્જિનિયર બનશે ત્યારે હું માનીશ કે આઝાદી આવી ગઈ . નહીંતર સ્વતંત્રતા તો તેમના લાલ બત્તીવાળા વાહનમાં જ રહે છે. આમ આદમી પાર્ટી આઝાદીને દરેક ઘર સુધી પહોંચાડવા માટે લડી રહી છે.
ગુજરાતની જનતાનો આ પ્રેમ હું ક્યારેય નહીં ભૂલી શકું. હું એક પ્રત્યક્ષદર્શી છું કે મેં 7 મહિના પહેલા જોયું છે કે, જ્યારે લોકો આ રીતે ઘરની બહાર આવે છે, ત્યારે તેઓ પંજાબની જેમ સરકારને તોડે છે. શું બીજેપીના લોકો તમને ક્યારેય કોઈ પોસ્ટ પર બેસાડશે? અહીંયા તો તેમના સંબંધીઓ પુરા થતા જ નથી. સામાન્ય ઘરના દીકરા-દીકરીઓ પણ ખુરશી પર બેસી શકે છે, પહેલા કોઈ વિકલ્પ નહોતો પણ હવે આમ આદમી પાર્ટીના રૂપમાં વિકલ્પ છે. જ્યારે તમે વોટ આપવા જાવ અને ઝાડૂનું બટન દબાવો તો સમજી લેજો કે આજે મેં રાજકીય ગંદકી સાફ કરી દીધી છે.
જનતા 24 કલાક ટેક્સ ભરે છે, સૂતી વખતે પણ ટેક્સ ભરે છે, તો તિજોરી કેવી રીતે ખાલી થાય છે? પોતાના સંબંધીઓ માટે તિજોરીઓ કેમ ખાલી નથી થતી? શું આ માટે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, સુભાષચંદ્ર બોઝે લડાઇ લડી હતી કે, અંગ્રેજો જતા રહે અને આપણાવાળા લૂંટવા માટે આવી જાય. આ તેમના સપનાની આઝાદી નથી, તેમના સપનાની આઝાદી આવશે, જે દિલ્હી અને પંજાબમાં થયું તે ગુજરાતમાં પણ થશે. આ લોકો કહે છે કે ડબલ એન્જિન છે, જ્યારે એક જ એન્જિન સારું છે તો ડબલ એન્જિનની શું જરૂર છે? ગુજરાતને ડબલ એન્જિનની નહીં પણ નવા એન્જિનની જરૂર છે. જો એન્જીન પ્રમાણિક હોય અને ડબ્બામાં લૂંટ થતી હોય તો આવા એન્જીનનું શું કરવું? એન્જીન ઈમાનદાર છે અને ડબ્બા પણ ઈમાનદાર હોય તેવી આમ આદમી પાર્ટી સરકાર બનાવીશું.ગુજરાતના લોકોએ પહેલા જોર લગાવીને કોંગ્રેસના લોકોને વોટ આપ્યા હતા પરંતુ આજે 22 ધારાસભ્યો ભાજપમાં જતા રહ્યા છે.આજે હું તમને સૌને સૌથી મહત્વની વાત જણાવવા માંગુ છું કે, ચૂંટણીના દિવસે જ્યારે તમે વોટ આપવા જશો, ત્યારે એ ન જોતા કે કોઈ બટન કમળનું છે કે પંજાનું છે કે ઝાડુનું છે. બસ એ જો જો કે તે બટન તમારા અને તમારા બાળકોના ભવિષ્યનું બટન છે. જો તમે ખોટું બટન દબાવી દીધું તો તમારા અને તમારા બાળકોના બીજા 5 વર્ષ બરબાદ થઈ જશે. જેવી રીતે પાછલા 27 વર્ષ બરબાદ થઇ ગયા. અમે તમને ગેરંટી આપીએ છીએ કે જો તમે ઝાડુ વાળું બટન દબાવ્યું તો તમારી અને તમારા બાળકોની કિસ્મત ચમકી જશે.
ચૂંટણી પ્રચારને આગળ વધારવા માટે રાઘવ ચઢ્ઢા આજથી ચાર દિવસીય ગુજરાત પ્રવાસે છે આજે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ ધાંગધ્રા વિધાનસભામાં રોડ શોમાં ભાગ લીધો અને ત્યારબાદ ચોટીલા વિધાનસભામાં વિશાળ જનસભામાં હાજરી આપી. ચૂંટણી જીત્યા પછી આમ આદમી પાર્ટીની સરકાર પોતાના દરેક વચનને પૂર્ણ કરશે .આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં 27 વર્ષ સુધી શાસન કરનારી અહંકારી ભાજપ સરકારને હટાવીને ગુજરાતમાં પરિવર્તન લાવશે. આજદિન સુધી ગુજરાતમાં ભાજપને કોઈ પડકાર આપનારું મળ્યું નહોતું. આમ આદમી પાર્ટીને એક મોકો આપો અને ગુજરાતમાં સકારાત્મક પરિવર્તન લાવો, જેથી તમારું અને તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને.ગુજરાતમાં રસ્તાઓ કરતાં ખાડાઓ વધુ છે.