ભૂપેન્દ્ર પટેલની બીજીવાર મુખ્યમંત્રીની શપથવિધિ સંપન્ન : ૮ કેબિનેટ મંત્રીઓ , ૨ રાજ્યકક્ષાના સ્વતંત્ર પ્રભાર, ૬ રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ બાદ સાંજે મંત્રીઓનાં ખાતાની ફાળવણી કરાઇ

Spread the love

 

રીવાબા જાડેજા જ્યારે સભા સ્થળ પર પહોંચ્યાં ત્યારે તેમને ત્યાં બેસવા માટે જગ્યા મળી ન હતી અને તેમને જગ્યા માટે આમતેમ ફાંફાં મારવાં પડ્યાં

આજે સાંજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં મંત્રીઓની ફાળવણી કરવામાં આવી હતી.

17ને મંત્રીમંડળમાં સ્થાન, 33 પૈકી માત્ર 12 જિલ્લાને પ્રતિનિધિત્વ : નરેન્દ્ર મોદી , અમિત શાહ , જે.પી નડ્ડા સહિત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સહિત ભાજપા શાસિત રાજ્યોના અને એન.ડી.એ. સમર્થિત પક્ષોના રાજ્યોના મુખ્યમંત્રીઓની વિશેષ ઉપસ્થિતિ : સંતો-મહંતો-ધર્માચાર્યો એ ઉપસ્થિત રહી આશીર્વાદ વરસાવ્યા

ગાંધીનગર

કેબિનેટ કક્ષાના મંત્રીઓએ શપથ લીધા જોકે, ગુજરાતમાં ભાજપની નવી સરકાર રચવામાં આવી છે. જેમાં કેબિનેટ કક્ષામાં કનુભાઈ દેસાઈ, બલવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ અને ત્યારબાદ કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ શપથ લીધા હતા. ત્યારબાદ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ શપથ લીધા હતા. રાજ્ય કક્ષાના મંત્રીઓમાં પુરુષોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલે, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ શપથ લીધા હતા.૧૫૬ ની જીત બાદ પણ 17ને મંત્રીમંડળમાં સ્થાન, 33 પૈકી માત્ર 12 જિલ્લાને પ્રતિનિધિત્વ અપાયું.

શપથવિધિ પત્યા પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રિમંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. ગાંધીનગર સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળના સભ્યોનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. આ શપથવિધિ સમારોહમાં વિધાનસભા ચૂંટણીના વિજેતા ઉમેદવાર અને મંત્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. દરમિયાન જામનગર ઉત્તર બેઠકના વિજેતા ઉમેદવાર રીવાબા જાડેજા પણ હાજર રહ્યા હતા. જોકે, રીવાબા જાડેજા જ્યારે સભા સ્થળ પર પહોંચ્યાં ત્યારે તેમને ત્યાં બેસવા માટે જગ્યા મળી ન હતી અને તેમને જગ્યા માટે આમતેમ ફાંફાં મારવાં પડ્યાં હતાં. આ વચ્ચે રીવાબા જાડેજા સાથે સેલ્ફી લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા હતા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદનામિત ભૂપેન્દ્ર પટેલને આજે સતત બીજીવાર મુખ્યમંત્રીશ્રી તરીકેના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાયેલા શ્રી ભૂપેન્દ્ર પટેલના આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલશ્રીએ રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના ૮ અને રાજ્ય કક્ષાના ૨ પદમાનિત મંત્રીઓને સ્વતંત્ર પ્રભાર તથા ૬ પદનામિત મંત્રીઓને રાજ્યકક્ષાના મંત્રી તરીકે હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં.રાજ્યપાલ સમક્ષ કેબિનેટ મંત્રી તરીકે શ્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઈ પટેલ, રાઘવજીભાઈ પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુંવરજીભાઈ બાવળિયા, મુળુભાઈ બેરા, કુબેરભાઈ ડિંડોર અને શ્રીમતી ભાનુબહેન બાબરિયાએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે હર્ષ સંઘવી(સ્વતંત્ર હવાલો), જગદીશ વિશ્વકર્મા(સ્વતંત્ર હવાલો) તેમજ પુરુષોત્તમભાઈ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશભાઈ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા, ભિખુસિંહજી પરમાર અને કુંવરજીભાઈ હળપતીએ શપથ લીધા હતા. કેન્દ્રીય મંત્રી પરિષદના મંત્રીશ્રીઓ, શ્રી અમિતભાઈ શાહ, શ્રી રાજનાથસિંહ, શ્રી સર્બાનંદ સોનોવાલ, શ્રી પુષ્પતી કુમાર પારસ, શ્રી મનસુખ માંડવીયા, શ્રી ભૂપેન્દ્ર યાદવ, શ્રી પુરુષોત્તમ રૂપાલા, શ્રી મહેન્દ્રનાથ પાંડે, શ્રી ફગ્ગન સિંહ કુલસ્તે, શ્રીમતી દર્શનાબહેન જરદોશ, શ્રી દેવુસિંહ ચૌહાણ, ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, શ્રી રામદાસ આઠવલે, શ્રીમતી અનુપ્રિયા પટેલ વગેરેની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી.આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉત્તરપ્રદેશના યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ, અરુણાચલ પ્રદેશના શ્રી પ્રેમા ખાંડૂ, ઉત્તરાખંડના પુષ્કરસિંહ ધામી, હરિયાણાના શ્રી મનોહરલાલ ખટ્ટર, ગોવાના શ્રી પ્રમોદ સાવંત, કર્ણાટકના શ્રી બસવરાજ બોમ્મઈ, ત્રિપુરાના શ્રી માણિક સહા, મણિપુરના શ્રી એન. બિરેન સિંહ અને આસામના મુખ્યમંત્રીશ્રી ડો. હિંમતા બિસ્વા શર્મા આ શપથવિધિ સમારોહના સાક્ષી બન્યા હતા. એન.ડી.એ સમર્થિત પક્ષોની રાજ્ય સરકારોના મુખ્યમંત્રીઓમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાદ શિંદે સહિતના મુખ્યમંત્રીશ્રીઓ આ અવસરે સહભાગી થયા હતા. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રીશ્રી કેશવ પ્રસાદ મૌર્ય, ત્રિપુરાના નાયબ મુખ્યમંત્રી જિષ્ણુ દેવ વર્મા, નાગાલેન્ડના નાયબ મુખ્યમંત્રી યાનથુંગો પૈટન, અરુણાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રીશ્રી ચોવના મેન અને હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ, ગુજરાત સરકારના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, પૂર્વ મંત્રી વજુભાઈ વાળા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી આર. સી. ફળદુ અને અગ્રણી સુરેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આજના શપથવિધિ સમારોહમાં કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા ઉપરાંત ભાજપ શાષિત અન્ય રાજ્યોના મંત્રીશ્રીઓમાં આસામના કેશવ મહંત, કર્ણાટકના શ્રી બી.સી. નગેશ, શ્રી બયારતી બસવરાજની પણ ઉપસ્થિતિ રહી હતી.

આ ઉપરાંત ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય ઓમ માથુર, નેશનલ જનરલ સેક્રેટરીઝમાં શ્રી બી. એલ. સંતોષ, શ્રી દુષ્યંતકુમાર ગૌતમ, શ્રી સી.ટી. રવિ, શ્રી તરુણ ચુગ અને શ્રી વિનોદ તાવડે, નેશનલ સેક્રેટરીઝમાં શ્રી વિનોદ સોનકર, શ્રી ઓમપ્રકાશ ધુરવે, શ્રીમતી વિજયા રાહતકર, ડો. અલકા ગુર્જર અને શ્રીમતી આશા લાકરા તથા પાર્લામેન્ટરી બોર્ડના સભ્યશ્રીઓમાં ડો. ઈકબાલ સિંહ લાલપુરા, ડો. સુધા યાદવ અને ડો. સત્યનારાયણ જાતીયા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

શપથવિધિના આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય હોદ્દેદારોમાં શ્રી સુધીર ગુપ્તા, શ્રી રાજકુમાર ચહર, શ્રી લાલસિંહ આર્ય, શ્રી જમાલ સિદ્દીકી, રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ શ્રી સતીશજી પુનિયા અને આસામના પ્રદેશ અધ્યક્ષ શ્રી ભાબેશ કલિથા તેમજ રાષ્ટ્રના વિવિધ ધર્મ-સંપ્રદાયોના પરમ આદરણીય સંતો-મહંતો, ગણમાન્ય વરિષ્ઠ અગ્રણીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા શુભેચ્છકો અને નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓએ સંતો-મહંતોને પ્રત્યક્ષ મળીને તેમના આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ શપથવિધિ સ્થળે સંતો-મહંતો સાથે તથા અન્ય મહાનુભાવો સાથે સૌજ્ન્ય મુલાકાત કરી હતી અને સમગ્ર મંત્રીમંડળની શપથવિધિ પૂર્ણ થયાં બાદ તેમણે નવનિયુકત મંત્રીશ્રીઓને શુભેચ્છાઓ આપી હતી.

આજે સચિવાલય સંકુલના હેલીપેડ પર વિશાળ સંખ્યામાં સમર્થકો, કાર્યકર્તાઓનો જનસાગર આ શપથવિધિ સમારોહમાં આનંદ-ઉલ્લાસથી જોડાયો હતો. જનતા જનાર્દને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું ભારત માતાકી જય ના જયઘોષ સાથે ઉષ્માપૂર્ણ અભિવાદન કર્યુ હતું. મુખ્ય સચિવશ્રી પંકજ કુમારે સમગ્ર શપથવિધિ સમારોહનું સંચાલન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com