કૃષિમંત્રી રાઘવજી પટેલ અચાનક કૃષિભવન પહોંચ્યા,ગેરહાજર અધિકારીઓમાં સોંપો પડી ગયો,કૃષિભવનમાં સરપ્રાઈઝ ચેકિંગ

Spread the love

ગુજરાતમાં નવી સરકાર બનતાની સાથે જ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ થઈ ગઈ છે. નવા મંત્રીઓને પણ તેમની ચેમ્બરમાં હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે. તેઓ મુલાકાતીઓને મળી શકે અને લોકોના કામ ઝડપી થાય તે માટે મુખ્યમંત્રીએ તેમનું ટાઈમ ટેબલ નક્કી કરી લીધું છે. તેમની કેબિનની બહાર પણ મુલાકાતીઓને મળવા માટેનો સમય લખવામાં આવ્યો છે. ત્યારે સતત ગેરહાજર રહેતા અધિકારીઓ સામે પણ મંત્રીઓએ લાલ આંખ કરી છે. આજે કૃષિમંત્રી રાઘવજી પટેલે કૃષિભવનમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન સરકારી બાબુઓ ત્યાંથી ગાયબ જોવા મળ્યા હતાં. કૃષિમંત્રી રાઘવજી પટેલે લેટ આવનારા તથા સતત ગેરહાજર રહેનારા અધિકારીઓ સામે લાલ આંખ કરી છે. તેમણે આજે પોતાના જ વિભાગમાં અચાનક મુલાકાત ગોઠવતાં જ કૃષિભવનનું તંત્ર દોડતું થઈ ગયું હતું,. ગેરહાજર રહેનારા અધિકારીઓ સામે તપાસ કરવાની તેમણે વાત કરી હતી. રાઘવજી પટેલની અચાનક મુલાકાતથી અધિકારીઓમાં સોંપો પડી ગયો હતો. ઓફિસના સમયે હાજર નહીં રહેલા અથવા તો મોડા આવતા અધિકારીઓ સામે પગલાં લેવાની પણ તેમણે વાત કરી હતી. રાઘવજીએ કૃષિભવનના ચારેય માળની અચાનક મુલાકાત લેતાં અધિકારીઓમાં સન્નાટો છવાઈ ગયો હતો. અહીં લગભગ 15થી 20 જેટલા અધિકારીઓ ગેરહાજર જોવા મળ્યા હતાં. રાઘવજીએ કૃષિભવનમાં તમામ વિભાગના વડાઓ પાસે અધિકારીઓને લઈને સંપૂર્ણ રીપોર્ટ માંગ્યો છે. ગેરહાજર અધિકારીઓ છે તેમનામાં ફફડાટ ફેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com