આરોપી મોહમદ શાહરૂખ
અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર ની સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર એન.જી.સોલંકીની,ટીમના હે.કો.કૌશીક ગોવિંદભાઈ તથા પો.કો.રમેશકુમાર હિરદેરામ દ્વારા નાસતા ફરતા આરોપી મોહમદ શાહરૂખ સ/ઓ મોહમદ ફારૂક નસીબઉલ્લા અંસારી, ઉ.વ.૨૭, રહે. એ/૪૩, અલીફનગર વટવા કેનાલ રોડ, નારોલ, અમદાવાદ તથા બ્લોક નં.૧૫ ઈન્સાનીયનગર ચાર માળીયા , વટવા ગુજરાત ઓફસેટ ચાર રસ્તા પાસેથી ઝડપી લીધો હતો.
આજથી આશરે સવા બે મહિના પહેલા રાતના આશરે સવા નવેક વાગે તે તથા તેનો મિત્ર અયુબશા ઈબ્રાહીમશા દિવાન રહે: વટવા ચાર માળીયા અમદાવાદનો બંને જણા અયુબની બજાજ પ્લસર મો.સા લઈને સી.ટી.એમ સુરેલીયા એસ્ટેટ રોડ ઉપર એક બાઈક ચાલકને નકલી પોલીસ બની ડરાવી ધમકાવી રૂપિયા ૨૦,૦૦૦/-બળજબરીથી કઢાવી લીધેલ. જે અંગે રામોલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૨૦૮૮૩/૨૦૨૨ ધી ધી ઈ.પી.કો કલમ ૩૮૪,૧૭૦,૩૨૩,૫૦૬(૨), ૨૯૪(ખ), ૩૪ મુજબનો ગુનો નોંધાયો હતો . જે ગુનામાં અયુબ રામોલ પોલીસ સ્ટેશનમાં પકડાઈ ગયેલ અને તે આજદીન સુધી પકડાયેલ ન હતો.
આરોપીએ આ સિવાય બીજા પણ આવા પ્રકારના ગુનાઓ કરેલ છે કે કેમ તેમજ તેની સાથે અન્ય કોઈ ઈસમો પણ સંડોવાયેલ છે કે કેમ તે બાબતે સદરી આરોપીની સઘન પુછપરછ તપાસ ચાલું છે . આવા પ્રકારના બીજા પણ ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. આરોપીને રામોલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.
આરોપીનો ગુનાહીત પુર્વ ઇતિહાસ
સને-૨૦૨૧ માં રખિયાલ પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસના ગુનામાં પકડાયેલ છે.