ચીનમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસના કારણે સ્માર્ટફોન્સ મોંઘા થઇ શકે છે કારણ કે તેમાં યુઝ થતાં સેમી કંડક્ટર પેનલ્સના ભાવ વધી શકે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે ચીનમાં બનતા તમામ સેમી કંડક્ટર્સની અછત સર્જાઇ શકે છે જેના કારણે સ્માર્ટફોન્સની કિંમતમાં વધારો થઇ શકે છે. ચીનમાં સેમસંગ સહિત સાઉથ કોરિયાની તમામ ટેક ફર્મ્સ કામ કરી રહી છે. કંપનીઓનું કહેવું છે કે આ સ્થિતિમાં પણ તે પોતાના પ્લાન્ટ્સને ચલાવવાનો પ્રયાસ કરી રહી છે. જણાવી દઇએ કે કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 500થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે અને 23 હજાર લોકો તેનાથી પ્રભાવિત છે. જો કે હાલ ઇન્ડસ્ટ્રી ઓબ્ઝર્વર્સનું કહેવું છે કે ચીન પર કદાચ તેની લિમિટેડ અસર થશે કારણ કે વુહાનથી 800 કિલોમીટર દૂર સેમસંગનો NAND ફ્લેશ પ્લાન્ટ હજુ પણ ચાલી રહ્યો છે.
સાથે જ ઇન્ડસ્ટ્રીના કેટલાંક જાણકારોનું કહેવું છે કે કોરોના વાયરસ દુનિયાભરમાં કંઝ્યૂમરના સેંટીમેંટ્સને બદલશે જેથી ચિપ ડિમાન્ડમાં પણ ઘટાડો થઇ શકે છે. જો કે સપ્લાય અને ડિમાન્ડ બંને તરફથી અનિશ્વિત છે તેથી એનાલિસ્ટનું માનવું છે કે ચિપની કિંમતોમાં વધારો થઇ શકે છે. આ જ રીતે ડિસ્પ્લે પેનલના પ્રોડક્શનમાં પણ ઘટાડો થઇ શકે છે કારણ કે તેને બનાવવા માટે ઘણા હ્યૂમન લેબરની જરૂર પડે છે. કેટલીક કંપનીઓએ કેટલાંક દિવસો માટે પોતાના ડિસ્પ્લે પેનલ પ્લાન્ટને ઓપરેટ ન કરવાનો નિર્ણય લીધો છે. જણાવી દઇએ કે ચીની સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું એ પ્રમાણે કોરાના વાયરસથી એક દિવસમાં 73 મૃત્યુ થયા હતા. એ સાથે જ કુલ મૃત્યુ આંક 563 થયો હતો. અત્યાર સુધીમાં 28 હજાર લોકો કોરોનાની ઝપટમાં આવ્યા હોવાનું પણ ચીને કહ્યું હતું. ચીનમાં 19 વિદેશી નાગરિકો કોરોનાથી પ્રભાવિત થયા હતા. ચીની સરકારના કહેવા પ્રમાણે એક દિવસમાં 73 લોકોનું મોત કોરોનાના કારણે થયું હતું. એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં કોરાના વાયરસથી મોત થયાનું પહેલી વખત બન્યું હતું. તે સાથે જ કોરોનાથી ચીનમાં મૃત્યુ પામનારા કમભાગીઓની સંખ્યા 563 થઈ ચૂકી છે.