G20 ભારતીય પ્રેસિડેન્સી હેઠળ પ્રથમ U20 શેરપા મીટિંગ ૯ અને ૧૦ ફેબ્રુ.ના રોજ અમદાવાદમાં યોજાશે

Spread the love

કચ્છના સફેદ રણમાં યોજાનારી જી-૨૦ ડેલીગેટ્સનું પાઘડી પહેરાવીને કુમકુમ તિલક કરીને કચ્છી સંસ્કૃતિ મુજબ સ્વાગત

અમદાવાદ

મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસને જણાવ્યું હતું કે G20 ભારતીય પ્રેસિડેન્સી હેઠળ પ્રથમ U20 શેરપા મીટિંગ ૯-૧૦ ફેબ્રુઆરી,૨૦૨૩ના રોજ અમદાવાદમાં યોજાશે, જે આ વર્ષે છઠ્ઠા અર્બનર૦ સાયકલ માટે યજમાન શહેર છે. આ બેઠકનું ઉદ્ઘાટન ગુજરાતના  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. બે દિવસીય બેઠક દરમ્યાનની ચર્ચાઓનું સંચાલન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને મેયર ઓફિસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે, જેની અધ્યક્ષતા U20 શેરપા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પ્રવિણ ચૌધરી કરશે. U-20 બેઠક યોજાઈ રહી છે. આજથી 35થી વધુ દેશના પ્રતિનિધિઓ તથા દેશના વિવિધ રાજ્યના પ્રતિનિધિઓનું અમદાવાદમાં આગમન શરૂ થયું છે. અમદાવાદ એરપોર્ટ પરંપરાગત રીતે ભારતીય સંસ્કૃતિથી તમામ ડેલિગેટ્સનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે અમદાવાદ પહોંચેલા કેટલાક વિદેશી ડેલિગેટ્સ ગુજરાતી ગરબા અને દાંડિયાની રમઝટ બોલાવી હતી. 35થી વધુ દેશોના 150થી ડેલિગેટસ આ સમિટમાં ભાગ લેશે.

જેને ભારતમાં U20 સાયકલના ટેકનિકલ સેક્રેટરીયેટ એવા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન એફેર્સ (NIUA) તથા શહેરી આયોજન અને વિકાસ પરના ભારતના અગ્રણી રાષ્ટ્રીય થિંક ટેન્ક અને U20 કન્વીનર્સ એવા C40 શહેરો, યુનાઈટેડ સીટીઝ તથા લોકલ ગર્વનમેન્ટ્સ (UCLG) દ્વારા જરુરી સમર્થન આપવામાં આવશે.બે દિવસીય શેરપા મીટીંગમાં આશરે 150 પ્રતિનિધિઓ અમદાવાદ આવવાની શક્યતા છે અને આ કાર્યક્રમમાં રુબરુ હાજરી આપવા માટે આ પ્રતિનિધિઓ પ્રતિનિધિત્વ કરશે. જેમાં, પાર્ટીસીપેટીંગ સીટીઝ કે જે G20 સભ્ય દેશોનું પ્રતિનિધિત્વ કરે છે, ઓબ્ઝર્વર સીટીઝ, ભાગીદારી સંસ્થાઓ, વૈશ્વિક કન્વીનરો, C40 અને UCLG યુનિયન અને રાજ્ય સરકારો, એએમસી વગેરેનો સમાવેશ થાય છે.આ મીટિંગમાં સાઓ પાઉલો, રોટરડેમ, બાર્સેલોના, બ્યુનોસ આયર્સ, ડરબન, પેરિસ, જોહાનિસબર્ગ, મેડ્રિડ, ટોક્યો, ઇઝમિર, જકાર્તા, લોસ એન્જલસ, મેક્સિકો સિટી, ન્યુ યોર્ક સિટી, રિયાધ અને મિલાન જેવા વિવિધ આંતરરાષ્ટ્રીય સહભાગી શહેરોના 35થી વધુ સિટી શેરપાઓની ભાગીદારી જોવા મળશે. સહભાગી શહરો મહત્વપૂર્ણ આર્થિક અથવા સાંસ્કૃતિક અથવા વસ્તી ધરાવતા કેન્દ્રો છે. જે મુખ્ય C40 અને UCLG સભ્ય તેમજ G20 સભ્ય દેશોના પ્રતિનિધિત્વ કરે છે. કેટલાક ઓબ્ઝર્વ સિટીઝ અને ભારતીય સ્માર્ટ સિટીઝને પણ આમંત્રિત કરવામાં આવેલ છે.U20-2021ના સહઅધ્યક્ષ- પદે રહેલ રોમ અને મિલાન દેશના હસ્તાંતરણ બાદ અર્બન20 (U20) 2022ના પ્રમુખ પદે જાકાર્તા શહેર હતું, 2022માં આયોજિત U20 સમિટમાં ઉદ્દેશ માટે હાકલ કરી છે જેમાં દરેક માટે આર્થિક પુનઃપ્રાપ્તિ માટે પાયાના પથ્થર તરીકે આરોગ્ય અને આવાસમાં રોકાણ કરવું.ટકાઉ ઊર્જા સંક્રમણમાં વધારો કરવો અને તમામને ટકાઉ ગતિશીલતાનો ઉપયોગ મળે તેને પ્રોત્સાહન આપવું. ભવિષ્યની કામગીરી માટે શિક્ષણ અને તાલીમ પ્રદાન કરવું જેથી કરીને તમામ લોકોને રોજગારીની સમાન રીતે તક મળે નો સમાવેશ થાય છે.

અમદાવાદ મ્યુનિસીપલ કૉર્પોરેશન નાં મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે અમદાવાદના 2023 U20 અધ્યક્ષે આ વર્ષની થીમ “એક પૃથ્વી – એક કુટુંબ – એક ભવિષ્ય” પર છે.આ G ૨૦ સમિટ અંતર્ગત અમદાવાદને આવકારવાનું ભાગ્ય અમોને પ્રાપ્ત થયું છે તેને લઈ હું પીએમ નરેન્દ્ર મોદી નો આભાર વ્યક્ત કરું છું. આગામી જુલાઈ મહિનામાં અમદાવાદમાં યોજાનારી વિવિધ દેશોના મેયરોની સમિટમાં તેના અમલીકરણ માટેની ચર્ચા થશે અને આ તમામ બાબતોને એકઠી કરી અને આગામી સમયમાં ભારતમાં યોજાનારી G-20 સમિટમાં મૂકવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ, ગાંધી આશ્રમ, અટલબિજ સહિતના અમદાવાદના જાણીતા સ્થળોની તેઓ મુલાકાત લેશે અને આપણા આગવા અમદાવાદને તેઓ જાણશે.

આગામી શેરપા મીટીંગ દરમ્યાન સહભાગી શહેરો અને નિરીક્ષક શહેરો છ પ્રાધ્યાન્ય ક્ષેત્રો પર ચર્ચા વિચારણા કરી કોમ્યુનિકનો મુસદ્દો તૈયાર કરીને જરુરી વાટાઘાટો માટે G20ને જાણ કરશે.ભારતના G20 પ્રેસીડેન્સી દરમ્યાન આ U20 એન્ગેજમેન્ટ ગ્રુપ ભારતના પ્રેસિડેન્સી દ્વારા નિર્ધારીત પ્રાથમિકતાઓ પર ચર્ચા ચાલુ રાખવા જુલાઈમાં ફરીથી મળશે.પ્રાધાન્ય ક્ષેત્રોને ઓળથી કાઢ્યા છે જે વૈશ્વિક એજન્ડાને પ્રતિસાદ આપવા માટે શહેર સ્તરની કામગીરીને પ્રેરણા આપવા માટે મહત્વપૂર્ણ છે જેમાં પર્યાવરણ પ્રત્યે જવાબદાર પ્રવ્રુતિઓને પ્રોત્સાહન આપવું , જળ સુરક્ષા સુનિશ્ચિત કરવી ,આબોહવા માટે નાણાંને વેગવંતી બનાવવા અંગે , સ્થાનિક ઓળખની મહત્વતા દર્શાવવી , આયોજન અને શાસન માટેના માળખાનુ પુનઃસંશોધન કરવુ ,ભવિષ્યને માટેના ડિજિટલ અર્બન ને પ્રોત્સાહન આપવુ ચર્ચા થશે.

અર્બન 20 (U20)એ શહેરની રાજનૈતિક પહેલ છે, જે 12 ડિસેમ્બર, 2017ના રોજ પેરિસમાં વન પ્લેનેટ સમિટમાં શરૂ કરવામાં આવી હતી. તેનો હેતુ G20 અને શહેરો વચ્ચે કાયમી જોડાણને સરળ બનાવવા, G20 કાર્યસૂચિમાં શહેરી મુદ્દાઓની પ્રોફાઇલ વધારવા અને G20 વાટાઘાટોની જાણ કરવા માટે સામૂહિક સંદેશ અને પરિપ્રેક્ષ્ય વિકસાવવા માટે શહેરો માટે એક મંચ સ્થાપિત કરવાનો છે. C40 સિટીઝ (C40) અને યુનાઇટેડ સિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ્સ (UCLG) G20 યજમાન દેશમાં આધારિત, વાર્ષિક ધોરણે ચેર સિટીના નેતૃત્વ હેઠળ U20નું આયોજન કરે છે. U20 એ G20 હેઠળ એક એંગેજમેન્ટ વર્કિંગ ગ્રુપ છે, જે G20 ખાતે રાષ્ટ્રીય નેતાઓની ચર્ચાઓની માહિતી આપવા માટે મોટા G20 શહેરોના મેયરોને એક સાથે લાવે છે અને G20 વાટાઘાટોને સામૂહિક રીતે જાણ કરવા શહેરો માટે એક પ્લેટફોર્મ સ્થાપિત કરે છે. U20 પહેલનો મુખ્ય પરિણામલક્ષી દસ્તાવેજ એ U20નો કોમ્યુનિક છે, એટલે કે લેખિત કાર્યલક્ષી દસ્તાવેજ છે.

ભારત દેશ G20 અધ્યક્ષપદ પર છે ત્યારે આગામી તારીખ ૦૮/૦૯/૧૦ ફેબ્રુઆરીના રોજ U20 સમારોહનું યજમાન આપણું અમદાવાદ બન્યું છે. આપણું સદભાગ્ય છે કે, આ તારીખ દરમિયાન U20 અન્વયે દેશવિદેશથી મહાનુભાવો અમદાવાદના અતિથિ બનવા માટે આવી રહ્યા છે. આ પ્રસંગે આપણાં ગમતીલા શહેર અમદાવાદને તથા આપણી ગરવી ગુજરાતી આતિથ્યની સંસ્કૃતિને શોભે એ પ્રમાણે આપણી સાબરમતિ નદીના કાંઠે તારીખ ૦૯/૦૨/૨૦૨૩ના રોજ રીવરફ્રન્ટ ખાતે ગાલા ડિનર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી, આ ગાલા ડિનરના સમયગાળા એટલે કે તારીખ ૦૯/૦૨/૨૦૨૩, ગુરુવાર, સાંજે ૦૪:૦૦ કલાકથી રાત્રિના ૦૮:૦૦ કલાક સુધી રીવરફ્રન્ટનો લોઅર પ્રોમિનાડ જાહેર જનતા માટે બંધ રાખવામાં આવશે તથા આ અતિથિગણ આપણાં શહેરની નવી ઓળખસમા આઇકોનિક અટલ બ્રીજની મુલાકાત પણ લેવાના હોવાથી આ સમયગાળા દરિમયાન જાહેર જનતા માટે અટલ બ્રીજની ટીકીટ માત્ર બપોરે ૦૩:૦૦ કલાક સુધી જ મળી શકશે.

સફેદ રણ ધોરડો ખાતે યોજાનારી પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં ભાગ લેવા માટે જી૨૦ સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિશ્રીઓ તેમજ સહભાગીઓ ભુજ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. એરપોર્ટ ખાતે પધારેલા પ્રતિનિધિઓનું કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ પ્રસ્તુતિ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પનઘટ ગૃપ દ્વારા જોડિયા પાવા, ઘડો ઘમેલો, સંતાર, મંજીરા, ખંજરી વગેરે કચ્છી લોકવાદ્યો સાથે કચ્છી લોકસંસ્કૃતિની ઝાંખી દર્શાવતા લોકનૃત્યો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી. પ્રતિનિધિઓએ પણ આ પળે કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તૃતિઓને ઉત્સાહભેર માણી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કચ્છના રણની આકર્ષક સફેદ રેતી ૭ થી ૯ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન G20 દેશોના પર્યટન ક્ષેત્રના પ્રતિનિધિઓના મંડળની સાક્ષી બનશે.પર્યટન મંત્રાલય દ્વારા યોજાઇ રહેલી G20 ના નેજા હેઠળ પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહની બેઠક કચ્છના ધોરડોમાં યોજાવા જઈ રહી છે. આ પ્રસંગે કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી.કિશન રેડ્ડી, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રુપાલા પણ ડેલિગેશન સાથે પધાર્યા હતા.

ભુજ એરપોર્ટ ખાતે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ધારાસભ્ય સર્વ કેશુભાઈ પટેલ, માલતીબેન મહેશ્વરી, ત્રિકમભાઈ છાંગા, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, અગ્રણી વલમજીભાઈ હુંબલ, શિતલભાઈ શાહ, જિલ્લા કલેકટર દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા સહિત અધિકારીઓ અને પદાધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહીને પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું.

જી-૨૦ સમિટ અનુસંધાને વિવિધ દેશના ડેલીગેટસ કચ્છના મહેમાન બન્યા છે. ત્યારે ધોરડો સફેદ રણ ખાતે કેમલ સફારી અને સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખીઓ રજૂ કરીને તેમનું કચ્છી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. કચ્છની સંસ્કૃતિની ઝલક સાથે અધિકારી શ્રીઓને શ્વેત રણમાં મીઠેરો આવકાર આપવામાં આવ્યો હતો. ધોરડો ખાતે સફેદ રણ નિહાળવા નીકળેલા ડેલીગેટસના માનમાં વોચ ટાવરથી સનસેટ પોઇન્ટ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ ની ઝલક રજૂ કરવામાં આવી હતી . જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ, વિદ્યાર્થીઓ તથા સ્થાનિક કલાકારો પોતાની કળા રજૂ કરી હતી.રોડના શોના લોક સંગીતમાં જોડિયા પાવા, મોરચંગ, સુરંદો, ગડા- ગમેલા, કચ્છી કાફી તેમજ કચ્છની ગ્રામીણ વેશભૂષામાં સજ્જ થયેલા કલાકારોએ કચ્છી લોક નૃત્યોને પેશ કર્યું હતું. કેમલ સફારી સાથે કચ્છની ગ્રામીણ સંસ્કૃતિને નિહાળીને ડેલિગેટસે આનંદ અનુભવ્યો હતો.સફેદ રણમાં આથમતા સૂરજ ની સોનેરી સંધ્યા વચ્ચે વિવિધ દેશના પ્રતિનિધિઓએ સેલ્ફી લઈને સફેદ રણની મજા માણી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com