રાજ્યમાં અનામતનો વિવાદ ફરી ચર્ચામાં છે. ગાંધીનગરમાં ન્યાય માટે ઝઝૂમી રહેલી મહિલાઓના આંદોલનને રાજ્ય સરકારને ધર્મસંકટમાં નાંખી છે. ભાજપ-કોંગ્રેસના ઘણા નેતાઓ રાજ્ય સરકારના ઓગસ્ટ 2018ના પરિપત્રને રદ કરવાની માગણીને સમર્થ આપી રહ્યા છે. તો પાટણના સાસંદે પણ દાવો કર્યો કે સીએમ રૂપાણી પણ ઈચ્છે છે કે પરિપત્ર પાછો ખેંચાય.
ગાંધીનગરમાં છેલ્લા બે મહિનાથી એસસી, એસટી અને ઓબીસી વર્ગની મહિલાઓ ન્યાય માટે આંદોલન કરી રહી છે. એલઆરડી ભરતીમાં અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે તેમની મુખ્ય માગ એ છે કે સરકારે પહેલી ઓગસ્ટ 2018ના રોજ જાહેર કરેલો પરિપત્ર રદ થાય… અનામત મહિલાઓના આ આંદોલનના સમર્થમાં ભાજપ કોંગ્રેસના ઘણા નેતાઓઆવ્યા છે. અને તેમણે આઅંગે સીએમ રૂપાણીને પત્રો પણ લખ્યા હતા. એલઆરડી મુદ્દે એસસી, એસટી, ઓબીસીની મહિલાઓના આંદોલનને ભાજપના નેતાઓએ સમર્થન આપ્યુ હતુ.
આ નેતાઓએ એલઆરડી મુદ્દે પત્રમાં લોક રક્ષક દળની ભરતીમાં પછાત મહિલા ઉમેદવારોને લાયકાત પ્રમાણે લાભ આપવાની માગ કરી. આ સાથે અનામત મુદ્દે વિસંગતાઓ દૂર કરવામાં આવે. તો હવે પાટણના સાસંસદ ભરતસિંહ ડાભીએ પ્રદર્શન સ્થળે પહોંચી ઉપસીઓ સાથે મુલાકાત કરી હતી. ભરતસિંહ ડાભીએ એવો દાવો કર્યો કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઈચ્છે છે કે પરિપત્ર પાછો ખેંચાય… તેમણે એમ કહ્યું કે 6 ફેબ્રુઆરીના રોજ સાંસદે સીએમ રૂપાણી સાથે મુલાકાત કરી હતી. ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક કરી હતી. જ્યાં તેમણે આંદોલનકારીઓ સાથે મુલાકાતની ચર્ચા કરી હતી. તેમણે એમ કહ્યું કે કાયદાકીય સલાહ લીધા બાદ જ કાર્યવાહી કરાશે. તેવી મુખ્યમંત્રી રૂપાણીએ મુલાકાત દરમિયાન બાંહેધરી આપી છે.