એક માસ અગાઉ સરખેજ ખાતે ફાયરીંગ કરી નાસી ગયેલ ત્રણ આરોપીઓને શોધી કાઢતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

અમદાવાદ

એક માસ અગાઉ જયહિંદ હોટલ ની પાછળ તાજપીરના ટેકરા સરખેજ ખાતે ફાયરીંગ કરી નાસી ગયેલ ત્રણ આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડયા છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનરની સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઈ. વી.કે.દેસાઈ તથા હે.કો.રાકેશસિહ ,હે.કો. અમીત દ્વારા સરખેજ પોલીસ સ્ટેશનના ફાયરીંગના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ મુદ્રસરઅહેમદખાન મનસુરહેમદખાન પઠાણ , મજીદખાન મેદાદખાન પઠાણ , મોહમંદ ઇમરાન મોહમંદ અખ્તર સૈયદને ગુલાબનગર શના મસ્જીદ પાસે ઝડપ્યા હતા.આરોપી મુદ્દસર અહેમદખાન એ સલમાનખાન પઠાણ પાસે યુ.એસ.ડી.ટી ના વેપાર અંગેના રૂપિયા માંગતો હતો અને અવાર નવાર રૂબરૂ ઉઘરણી કરવા છતાં તે રૂપિય આપતો ન હોય અને તેની વિરૂધ્ધમાં ધમકી આપવા બાબતેની ખોટી ફરીયાદ કરી હતી જેથી તેના ઓળખીતા સમીરખાન ઉર્ફે સમીર જોધપુર ને આ બાબતે જાણ કરતા તેણે તેના માણસો મારફ્તે ગઇ ત.૨૫/૧/૨૦૨૨ ના રોજ સલમાનખાનના ઘરે ગયેલ અને તેના માણસ મોંમંદઈમરાન સૈયદને તેની પાસેની પિસ્ટલથી ફાયરીંગ કરેલ હતું જે ગુનામાં સમીરખાન પઠાણ તથા બીજા પકડાઇ ગયેલ હોવાનું અને તેની સાથે હાલમાં મળી આવેલ મોહમંદ ઇમરાન મોહમંદ અખ્તર સૈયદ તથા મોહમંદ ઇમરાન મોહમંદ અખ્તર સૈયદ ગુનામાં નાસતા ફરતા હોવાની કબૂલાત કરી હતી.જે અંગે સરખેજ પોલીસ સ્ટેશન માં ઇ.પી.કો કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૭, ૩૩૬, ૪૩૬, ૫૧૧, ૫૦૭, ૩૯૪૯), ૫૦૬(૧) મુજબના ગુનો નોંધાયેલ હતો જેથી આરોપીઓ વિરુધમાં સી.આર.પી.સી ક્લમ ૪૧(૧)(એ) મુજબનીકાયદેસરની કાર્યવાહી કરી સરખેજ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા.

આરોપીઓનો પૂર્વ ઈતિહાસ

આરોપી મુદ્દસરની વિરુધ્ધમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં સને – ૨૦૧૯ માં સરખેજ પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો દાખલ થયેલ છે.

સને – ૨૦૨૨માં રાયોટીંગનો ગુનો દાખલ થયેલ છે. તેમજ જાન્યુઆરી ૨૦૨૩ માં ધમકી આપવા બાબતે, ગાર્ડી સળગાવી દેવા બાબતે તેમજ ફાયરીંગ કરવા બાબતેના ત્રણ ગુના દાખલ થયેલ છે.

આરોપી મસ્જીદખાનની વિરુધ્ધમાં દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી, રખિયાલ પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં મહેસાણા પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરીના ગુનામાં તેમજ જાન્યુઆરી ૨૦૨૩ માં સરખેજ પોલીસ સ્ટેશનમાં ફાયરીંગ ગુના દાખલ થયેલ છે.

આરોપી મોહમંદ ઇમરાન વિરુધ્ધમાં વટવા પોલીસ સ્ટેશનમાં દારૂના કેસ, નારોલ પોલીસ સ્ટેશનમાં દારૂના કેસ, વેજલપુર પોલીસ સ્ટેશનમાં ૩૦૭નો કેસ તેમજ જાન્યુઆરી/૨૦૨૩ માં સરખેજ પોલીસ સ્ટેશનમાં ફાયરીંગ ગુના દાખલ થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com