બાબાસાહેબની પ્રતિમા વિધાનસભા ગેટ-6 સુધી કરશે કૂચ. તમામ મહિલાઓ પ્રધાનમંત્રીને મેઇલ કરી રજૂઆત કરશે. PMના માતા હિરાબાની પણ મુલાકાત કરવા જશે. ગાંધીનગરમાં બિન અનામત વર્ગની મહિલાઓનું આંદોલનને વેગવંતુ બનાવાશે ખોડલધામના આગેવાનોનું બિન અનામત વર્ગને સમર્થન આપ્યુ છે. આજે આગેવાનો ગાંધીનગર સમર્થન માટે પહોંચશે. પાટીદાર ધાર્મિક સંસ્થાએ પણ અનામત આંદોલનને સમર્થન કર્યું છે. 1 ઓગસ્ટ 2018નો પરિપત્ર મુદ્દે હજુ સુધી કોઇ સમાધાન નથી થયું. આ મામલે બિનઅનામત અને અનામત એમ વર્ગ આમના સામને આવી ગયા છે. અનામત વર્ગ 1 ઓગસ્ટ 2018નો પરિપત્ર રદ્દ ન કરવાની માંગણી કરી રહ્યાં છે તો બીજી તરફ અનામત પક્ષ આ પરિપત્રને રદ્દ કરવા માટે લાંબા સમયથી આંદોલન કરી રહ્યાં છે. આજે ગાંધીનગર સેન્ટ્રલ વિસ્તારમાં પાસ અને એસપીજીની આગેવાનીમાં બિન અનામત મહિલાઓ ધરણા કરી રહી છે.