હાટકેશ્વર બ્રિજના કૌભાંડ બાદ પણ ચેતન કન્સ્ટ્રકશન કંપનીને  ૨૦ ટકા ભાવ વધારા સાથે કામ અને બીજુ સીંગલ બીડ દ્વારા અપાયું

Spread the love

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિરોધ પક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ

શ્રી રામ ઇન્ફાર્કર પ્રા.લી. ને સીંગલ બીડર તરીકે કામ તો બીજા કોન્ટ્રાકટરો બીડ કેમ નાખતા નથી તે એક મોટો પ્રશ્ન છે : શેહઝાદ ખાન

બ્રીજ પ્રોજેકટના કાર્યોમાં ભ્રષ્ટ્રાચાર બાબતે વિજીલન્સ તપાસ તથા કસુરવારોને સજા કરવામાં આવે તેવી કૉંગ્રેસની માંગ

……

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિરોધ પક્ષ નાં નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે અમદાવાદમાં મ્યુનિ.કો. ના તમામ વિભાગોમાં ભષ્ટ્રાચાર વ્યાપી ગયો છે ! હાટકેશ્વર બ્રિજમાં કરોડોના ખર્ચે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો પરંતુ હજુ સુધી તેના કસુરવારો સામે કોઇ કાર્યવાહી થઇ નથી.

આગામી ૨૭.૦૩.૨૦૨૩ સોમવારના રોજ મળનારી રોડ એન્ડ બિલ્ડીંગ મીટીંગમાં બ્રિજ પ્રોજેકટ ખાતા દ્વારા કામની દરખાસ્ત લાવવામાં આવી છે જેમાં અમદાવાદ બોટાદ રેલ્વે લાઇન સેકશનના ગેજ કન્ઝર્વેશન પ્રોજેકટ અંતર્ગત ચૈનપુર રેલ્વે ક્રોસીંગ અને મકરબા તળાવ એમ બે જગ્યાએ એપ્રોચના સીવીલ કામ માટેના ટેન્ડરોમાં ચેતન કન્સ્ટ્રકશન કંપનીને રૂપીયા ૧૦,૧૪,૧૩,૨૪૭ ના કામમાં ૨૦ ટકા ભાવ વધારા પ્રમાણે રૂપીયા ૨,૫૩,૫૩,૩૧૦ નો વધારો કરી રૂપીયા ૧૨,૬૭,૬૬,૫૫૩ માં બીટયુમીનના બેઝીક ભાવ અને બજાર ભાવનો તફાવત આપવા સાથે આ ટેન્ડર આપવામાં આવ્યુ છે. એકતરફ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ ખુબ જ ગંભીર છે તેવા સમયમાં ૨૦ ટકાના ભાવ વધારો કોઇપણ સંજોગોમાં યોગ્ય નથી.આ ઉપરાંત કાલુપુર તથા સારંગપુર રેલ્વે ઓવરબ્રિજના એપ્રોચ પોર્શનને રીપેરીંગ તેમજ રીસ્ટોરેશનની કામગીરી કરવાના કામના ટેન્ડરમાં શ્રી રામ ઇન્ફાકેર પ્રા.લી. ને અંદાજીત રકમથી ૨.૫૨ ટકા ઓછા ભાવમાં રૂપીયા ૩,૧૪,૬૫,૯૫૯ નું કામ સીંગલ બીડર તરીકે આપવાની દરખાસ્ત છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પાસે એવુ કયુ કારણ છે કે ઘણા બધા કોન્ટ્રાકટરો હોવા છતાં શ્રી રામ ઇન્ફાર્કર પ્રા.લી. ને સીંગલ બીડર તરીકે કામ આપવામાં આવે છે આ કામમાં બીજા કોન્ટ્રાકટરો બીડ કેમ નાખતા નથી તે એક મોટો પ્રશ્ન છે.

ઉપરોકત બાબતો પરથી સાબીત થાય છે કે બિજ પ્રોજેકટમાં કૌભાંડો ઉજાગર થયા બાદ પણ બ્રિજ પ્રોજેકટ ખાતુ મનફાવે તેમ કામગીરી કરતુ હોય તેવુ સ્પષ્ટ જણાય છે અને તેમાં ભષ્ટ્રાચારની શંકા સ્પષ્ટપણે દેખાય છે ! કારણ કે એક કામમાં ૧૦ કરોડ જેટલી માતબર ૨કમના ટેન્ડરમાં ૨૦ ટકા વધારો આપવામાં આવે છે અને બીજા કામમાં સીંગલ બીડર તરીકે કામ આપવાની દરખાસ્ત છે.કૉંગ્રેસ તરફથી માંગ કરવામાં આવે છે કે બ્રીજ પ્રોજેકટના કાર્યોમાં ભ્રષ્ટ્રાચાર બાબતે વિજીલન્સ તપાસ કરવામાં આવે તથા કસુરવારોને સજા કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *