ગુજરાતનું કહેવાતું GJ-18 એટલે કાગનો વાઘ કહેવાય, અહીંયાથી તમામ પરિપત્રો,આદેશો,ઠરાવો,હુકમો ભલે અહીંથી પસાર થાય પણ અહીંયા જ હુકમો ઠરાવોનું ઉલ્લંઘન થતું જોવા મળે છે ,ત્યારે GJ-18 નો વિકાસ દિવસેને રાત્રે થઈ રહ્યો છે, ત્યારે જ માર્ગ ઉપર કોઈ સુઘતું ન હતું, તે જ માર્ગ હવે રાત્રિનો રાજા બની ગયો છે, ત્યારે હજારો વાહનો મહાત્મા મંદિર અને એક્ઝિબિશન બનાવ્યું છે ,તે લોકો જોવા આવે છે, ત્યારે રેલ્વે સ્ટેશન ,હોટલ લીલા,અને હવે G20 સંમેલન પણ યોજાવાની તૈયારી છે, બાકી મોટાભાગની પ્રેસ થી લઈને મોટાભાગના કાર્યક્રમો અહીંયા થાય છે, ત્યારે તંત્ર દ્વારા ગટરના તૂટેલા ઢાંકણા તકલાદી નાખ્યા હોય તેમ દર અઠવાડિયે અહીંયા તૂટી જાય છે ,ત્યારે G20 માં અનેક દેશોનું પ્રતિનિધિ મંડળ આવવાનું છે, ત્યારે ખ-૫ થી મહાત્મા મંદિર તરફ આવતા હોય ત્યારે ચાર જેટલા ગટરના ઢાંકણા તૂટી ગયા છે, ત્યારે તંત્ર રાબેતા મુજબ કોઈ પડે ત્યારે નાખશે કે પછી જી-20 યોજાય પહેલા ?
ગટરના ઢાંકણા પણ તકલાદી હોવાનું લોકો જણાવી રહ્યા છે, ત્યારે આ ગંભીર ઘટના એકવાર અનેકવાર બની રહી છે, ત્યારે તંત્ર કોન્ટ્રાક્ટર કે જે કંપનીના ઢાંકણા બનાવે છે, તેની ઉપર પગલા લેશે ખરી ?
મહિનામાં 4 થી 5 ઢાંકણા ક્રેક થઈ જાય છે, રાત્રે ફોરવીલર તો ઠીક પણ ટુ-વ્હીલર ધારક માટે આ રસ્તો ગટરના ઢાંકણા તૂટી જવાની જોખમી બન્યો છે.