ડામર પીગળતા રોડ, રસ્તો બનાવતા કોન્ટ્રાક્ટરોના કામની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે,
ગુજરાતનું કહેવાતું GJ-18 ખાતે ભલે પરિપત્રો, આદેશો, ઠરાવો, હુકમો અહીંથી થાય, પણ કઈ રીતે હુકમોનું પાલન ન કરવું તેની છટકબારી પહેલી શોધી લેવાતી હોય છે, ત્યારે શહેરના સેક્ટર 11 એવા હાર્દસમાં કોમર્શિયલ વિસ્તારમાં હાલ, રોડ રસ્તા પર રીસર ફેસિંગનું કામ ચાલુ છે, ત્યારે મોટી કપચી સાથે રોડ ઉપર રોડ તો બનાવી દીધો, પણ ડામર પીગળી રહ્યો છે. આવતા જતા વાહનો ઉપર ડામર ચોટવાથી લઈને કપચી પણ ઉખડી ગઈ છે, ડામર પીગળતા વાહનચાલકોને અનેક પ્રશ્નો નો મારો ચલાવી રહ્યા છે.
ઉનાળાની કાળજાળ ગરમી સાથે પારો સતત ઉપર આવી રહ્યો છે, ત્યારે કોમર્શિયલ વિસ્તાર જે વર્ષ દહાડે કરોડો રૂપિયા ટેક્સ મનપાને આપે છે, ત્યારે હાલ મનપા પોતે પોતાની ગ્રાન્ટમાંથી પાટનગર યોજના ને નાણાં ચૂકવે છે અને પાટનગર યોજના એવા (માર્ગ અને મકાન વિભાગ)દ્વારા રોડનું કામ કોન્ટ્રાક્ટરને અપાય છે ,ત્યારે માર્ગ અને મકાન તથા પાટનગર યોજના ફરીને ધુમાડે ગઈ છે ,હમણાં જ સચિવ સામે પણ અપ્રમાણ સર મિલકતથી લઈને ભ્રષ્ટાચારનો મધપૂડો બહાર આવ્યો છે, ત્યારે રોડ ,રસ્તા ની આ કામગીરી જોતા કામની ગુણવત્તા પર અનેક સવાલો ઊભા થયા છે.
બોક્સ
સેક્ટર 11 ખાતે દર વર્ષે રોડ, બનાવવામાં આવે છે, અને તૂટી જાય છે, ત્યારે હાલ જે બનાવેલ રોડ ઉપર મોટી કપચી પાથરીને ડામરનો કદડો નાખી દીધો છે, ત્યારે ડામર પણ પીગળી રહ્યો છે, રોડ બન્યા બાદ રેતી નાખવી પણ સમાંતરે જરૂરી છે ,ત્યારે વાહન ચાલકો તંત્ર ના કામથી ત્રસ્ત થઈ ગયા છે, અને કોન્ટ્રાક્ટરો માલ કમાવવા મસ્ત થઈ ગયા છે.