અમદાવાદ
મધ્યઝોન અ.મ્યુ.કો. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશન અન્વયે ગઈકાલે ટ્રીગર ડ્રાઈવ અનુસંધાને સ્વચ્છતા અભિયાન રેલીનું આયોજન કરેલ હતુ.સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મ્યુનિસિપલ કમિશનરના આદેશ મુજબ મધ્યઝોન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મધ્યઝોનના માર્ગદર્શન મુજબ મધ્યઝોનના જમાલપુર વોર્ડમાં આવેલ મુખ્ય કોમર્શીયલ માર્ગો જેમાં નાગરીકોની વધુ અવર જવર રહેતી હોય તેવા માર્ગો પર “સ્વચ્છતા અભિયાન રેલી”નું આયોજન કરેલ હતું.રેલી રૂટ જીલ્લા પંચાયતથી સીદી સૈયદની જાળીથી લકી રેસ્ટોરન્ટથી રીટઝ હોટલ સુધી તેમજ એ.પી.એમ.સી. માર્કેટથી એસ.ટી. ગીતા મંદિરથી આસ્ટોડીયાથી નીકળી હતી.રેલીમાં 75 નાગરીકો હાજર રહ્યા હતા. જાહેર મુખ્ય માર્ગો પર રેલી સ્વરૂપે નિકળી નાગરીકોને શહેરને સ્વચ્છ કરવા અપિલ કરેલ અને કચરો જાહેર માર્ગ પરના ફેંકતા ઘર અને કોમર્શીયલ એકમોનો કચરો ડોર ટુ ડોરના વાહનમાં સુકો કચરો, ભીનો કચરો, સેનેટરી કચરો અને જોખમી કચરો અલગ અલગ કરી આપવા સમજણ આપી હતી. કોમર્શીયલ એકમોને પણ દિવસ દરમ્યાન કચરો જાહેર માર્ગ પર ના ફેંકવા તેમજ જો ભવિષ્યમાં જાહેર માર્ગ પર કચરો ફેંકવામાં આવશે તો બી.પી.એમ.સી. એકટ અને હેલ્થ પબ્લીક બાયલોઝ મુજબ કડક કાર્યવાહી કરી ભારેથી અતિભારે વહીવટી ચાર્જ વસુલ કરી સીલ મારવા સુધીના પગલા લેવામાં આવશે તેવી તાકીદ કરેલ હતી. આગામી સમયમાં મધ્યઝોનના અન્ય વોર્ડમાં પણ આ મુજબ રેલીનું આયોજન કરેલ છે.