આરોપી આકાશસિહ ઇન્દ્રસેન સીંગ(રાજપુત)
અમદાવાદ
પોલીસ મહાનિરીક્ષક વિ.ચંન્દ્રશેખર અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક અમિત વસાવાએ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને શોધવા એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેક્ટર એન.એચ.સવસેટાને આપેલ જરૂરી સુચના તથા માર્ગદર્શન અનુસંધાને ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો.કલમ-૩૬૩,૩૬૬ તથા પોકસો એકટની કલમ-૮ મુજબના ગુનાના કામે નાસતા-ફરતા આરોપી આકાશસિહ ઇન્દ્રસેન સીંગ(રાજપુત) નાસતો-ફરતો હોય તેને ફરીદાબાદ (હરીયાણા)ખાતે રહેતો હોવાની હકીકત એસ.ઓ.જી.શાખાના એ.એસ.આઇ.મનુભાઇ વજુભાઇ તથા અ.હે.કો.તેજદિપસિહ વિરમદેવસિહને સંયુક્ત રીતે મળેલ બાતમી આધારે આરોપીને શોધી કાઢવા પો.સ.ઇ ડી.વી ચિત્રા સાથે ટીમ બનાવી ફરીદાબાદ(હરીયાણા) ખાતે મોકલી આરોપીને ફરીદાબાદ ખાતેથી લઇ આવેલ હોય ધોળકા ખાતે આવી ગુનાના કામે ભોગ બનનાર મીરાબહેન ડૉ/ઓ ઉમેશકુમાર પ્રાસાદને અપહરણ કરી લઇ ગયેલ હોવાની હકીકત જણાવી હતી . આજ દિન સુધી નાસતો-ફરતો હોય તેથી સી.આર.પી.સી કલમ ૪૧(૧)આઇ મુજબ તારીખ- ૦૫/૦૫/૨૦૨૩ રાઉન્ડઅપ કરી આરોપીને ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ સવસેટા તથા પો.સ.ઇ. ડી.વી.ચિત્રા તથા પો.સ.ઇ આઇ.કે.શેખ તથા એ.એસ.આઇ. વિજયસિંહ જગતસિંહ તથા એ.એસ.આઇ મનુભાઇ વજુભાઇ તથા અ.હે.કો તેજદિપસિંહ વિરમદેવસિંહ તથા અ.હે.કો કુલદીપસિંહ સહદેવસિંહ તથા ડ્રા.પો.કો જયંતીભાઇ સવજીભાઇ જોડાયેલ હતાં.