ઓસ્ટ્રેલિયા જશે પીએમ મોદી ઃ ૨૦૦૦૦થી વધુ ભારતીયોએ કાર્યક્રમમાં હાજરી આપવા રજિસ્ટ્રેશન કરાવી લીધું

Spread the love


પીએમ મોદી ઓસ્ટ્રેલિયાની આગામી વિઝિટ દરમિયાન સિડનીમાં યોજાનાર સ્ક્વોડમાં હાજરી આપવા જઈ રહ્યા છે અને આ વાતની જાણ થતાં જ ૨૦૦૦૦થી વધુ ભારતીયોએ ૨૩મી મેના યોજાનારા આ કાર્યક્રમમાં હાજરી આપવા માટેનું રજિસ્ટ્રેશન કરાવી લીધું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ઓસ્ટ્રેલિયન ડાયસ્પોરા ફાઉન્ડેશન દ્વારા ‘ ઓસ્ટ્રેલિયા વેલકમ મોદી ‘ નામથી આયોજિત એક કાર્યક્રમનું આયોજન થવાનું છે અને આ જ કાર્યક્રમમાં ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલાં લોકોને મોદીને જાેવા અને સંબોધન સાંભળવાની તક પૂરી પાડશે.
પીએમ મોદીના આ કાર્યક્રમને લઈને લોકોમાં જાેરદાર ઉત્સાહ અને ઉમંગ જાેવા મળી રહ્યો છે. આ ઈવેન્ટ માટે ૨૦૦૦૦થી વધુ વિદેશી ભારતીયોએ પહેલાંથી જ રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી, વિવિધ સામાજિક, સાંસ્કૃતિક, ભાષાકીય, વ્યવસાયિક, વ્યાવસાયિક અને ધાર્મિક કાર્ય કરતી ૩૦૦થી વધુ વિદેશી સંસ્થાઓએ સ્વાગત માટે ‘વેલકમ પાર્ટનર્સ’ બનવા માટે નોંધણી કરાવી દીધી છે, એવું ૈંછડ્ઢહ્લ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
વધુમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ કાર્યક્રમ માટે અત્યાર સુધીમાં ૨૦,૦૦૦થી વધુ ભારતીયોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. રજિસ્ટ્રેશન વિન્ડો ઓપન થતાની સાથે જ ૭૫૦૦થી વધુ લોકોએ સાઇન અપ કર્યું હતું.વડાપ્રધાન મોદી મે મહિનામાં જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાની મુલાકાતે જવાના છે, જયાં તેઓ ૨૩મી થી ૨૪મી મે દરમિયાન સિડનીમાં ક્વાડ સમિટમાં ભાગ લેશે. પીએમ મોદી છેલ્લે ૨૦૧૪માં ઓસ્ટ્રેલિયા ગયા હતા જયારે તેમણે ઓલિમ્પિક
પાર્કમાં સિડની સુપરકોમ ખાતે ૨૦૦૦૦ લોકોને સંબોધિત કર્યાં હતા.
મળી રહેલાં મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, પરમત્તા કાઉન્સિલે મોદીને ઔપચારિક રીતે હેરિસ પાર્કની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે, જે અનૌપચારિક રીતે લિટલ ઈન્ડિયા’ તરીકે ઓળખાય છે. આ વર્ષે ભારતની મુલાકાતે આવેલા ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે પીએમ મોદીને ઔપચારિક આમંત્રણ આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com