ટાગોર હોલ ખાતે કાલે ભાજપ અધ્યક્ષ પાટીલ અને વિનોદ તાવડેની હાજરીમાં પ્રદેશ બૃહદ કારોબારીનું આયોજન : પ્રદીપસિંહ વાઘેલા

Spread the love

રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ

કેન્દ્રીય ભાજપની યોજના મુજબ ૫૧ જેટલી મહા જનસભાઓનું આયોજન સમગ્ર દેશભરમાં કરવામાં આવ્યું છે : ૨૦૨૪ની લોકસભા ચુંટણીની પહેલા પ્રજા સમક્ષ અમારા કરેલા કાર્યોનો હિસાબ લઈને જઈશું : પ્રદીપસિંહ વાઘેલા

રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની આગેવાની અને કેન્દ્રીય ભાજપની યોજના અનુસાર ૩૦મી મેથી રાષ્ટ્રવ્યાપી મહા જનસંપર્ક અભિયાનનો શુભારંભ થવા જઈ રહ્યો છે

ગાંધીનગર

કર્ણાવતી મહાનગરના ટાગોર હોલ ખાતે આવતીકાલે તારીખ ૧૭ મેના રોજ મહાજનસંપર્ક અભિયાન અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં અને રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેની વિશેષ ઉપસ્થિતીમાં પ્રદેશ બૃહદ કારોબારીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.આજ રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ આગામી સમયમાં યોજાનાર મહા જનસંપર્ક અભિયાન અંતર્ગત યોજનાર વિવિધ કાર્યક્રમની માહિતી આપતી પત્રકાર પરિષદ સંબોધી હતી.

ભારાતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના નવ વર્ષ ૩૦મી મેના રોજ પૂર્ણ થઇ રહ્યા છે. વાઘેલાએ ૨૦૧૪ પહેલાની દેશની પરિસ્થિતીનો ચિતાર રજુ કરતા જણાવ્યું કે ભારત દેશ આંતરિક તેમજ બાહ્ય સમસ્યાઓથી ઘેરાયેલું હતું અને તે સમયે ગુજરાતના વિકાસ મોડલને વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત કરનાર નરેન્દ્ર મોદી એક માત્ર આશાની કિરણ હતા.કરોડો ભારતવાસીઓએ, રાષ્ટ્ર ભક્તોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ભારતના ભવિષ્ય માટે વિશ્વાસ મુક્યો અને જન જનની અપેક્ષાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પારદર્શક સુશાસનથી પૂર્ણ કરી.૨૦૧૪ના ચુંટણી ઢંઢેરામાં ભાજપાએ આપેલ તમામ વચનો છેલ્લા નવ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પૂર્ણ કર્યા છે.રામ મંદિરનું નિર્માણ હોય, કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને અનુચ્છેદ 35-એ દુર કરીને કાશ્મીરને ભારત સાથે જોડવાની વાત હોય,આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાની ઝીરો ટોલરન્સની નીતિ હોય, પાડોસી દેશો સાથે સંબધોની વાતો હોય, મજબુત વિદેશ નીતિ થકી દેશને સુરક્ષિત કરવાની વાત હોય, ગરીબ કલ્યાણ માટેની વિવિધ યોજનાઓ હોય, મહિલા સુરક્ષા તેમજ સશક્તિકરણ અને યુવાનોને વૈશ્વિક કક્ષાનું શિક્ષણ આપવાની અને રોજગારની વાત હોય, વીજળી વગરના હજારો ગામોમાં પ્રકાશ પાથરવાની વાતો હોય કે દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઝડમૂળથી ફેરફાર કરવાનો હોય,પાછલા નવ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દરેક ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરીને દેશના ૧૪૦ કરોડ નાગરિકોની અપેક્ષા પૂર્ણ કરી અપ્રતિમ પ્રેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પામ્યા છે.રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની આગેવાની અને કેન્દ્રીય ભાજપની યોજના અનુસાર ૩૦મી મેથી રાષ્ટ્રવ્યાપી મહા જનસંપર્ક અભિયાનનો શુભારંભ થવા જઈ રહ્યો છે આ અંતર્ગત ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલ અને રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેની વિશિષ્ઠ ઉપસ્થિતમાં આવતીકાલે તારીખ ૧૭ મેના રોજ કર્ણાવતી મહાનગરના ટાગોર હોલ ખાતે પ્રદેશની બૃહદ કારોબારીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

વાઘેલાએ મહા જનસંપર્ક અભિયાન અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમોની માહિતી આપતા જણાવ્યું કે પ્રદેશ કક્ષાએ પ્રદેશના પદાધિકારીઓ બૃહદ પત્રકાર પરિષદનું આયોજન કરશે.તે પછી ક્રમશઃ જીલ્લા મહાનગર સ્તરે જીલ્લા અધ્યક્ષશ્રી અને સાંસદો પત્રકાર પરિષદને સંબોધશે.કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા થયેલ વિકાસ કામોને સ્થળ પર પહોંચીને લોકો સમક્ષ ઉજાગર કરવામાં આવશે. સ્થાનિક નાગરિકો સાથે તે અંગે વાર્તાલાપ કરવામાં આવશે. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ જનસભાનું આયોજન કરવામાં આવશે.નવ વર્ષ બેમિસાલ અંતર્ગત ઘર-ઘર સંપર્ક કરવામાં આવશે. આ સમગ્ર અભિયાન સમગ્ર દેશ તેમજ રાજ્યમાં એક મહિના સુધી ચાલશે.કેન્દ્રીય ભાજપની યોજના મુજબ ૫૧ જેટલી જનસભાઓનું આયોજન સમગ્ર દેશભરમાં કરવામાં આવ્યું છે.દરેક લોકસભા ક્ષેત્રમાં વિવિધ સંગઠનલક્ષી કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે વિધાનસભા તેમજ મંડળ સહ સંમેલનોનું આયોજન કરવામાં આવશે. વિવિધ ક્ષેત્રના વિશિષ્ઠ આગેવાનશ્રીઓની યાદી બનાવીને નેતૃત્વ દ્વારા તેમનો સંપર્ક કરીને વાર્તાલાપ કરવામાં આવશે.વાઘેલાએ વધુમાં જણાવ્યું કે પોતાનો રીપોર્ટ કાર્ડ પ્રજા સમક્ષ લઇ જવાની ભાજપની કાર્ય પદ્ધતિ રહી છે. ૨૦૧૯માં પણ દેશ સમક્ષ કરેલા કામોનું સરવૈયું લઈને ગયા હતા અને હવે ફરીથી એક વખત ૨૦૨૪ની લોકસભા ચુંટણીની પહેલા પ્રજા સમક્ષ અમારા કરેલા કાર્યોનો હિસાબ લઈને જઈશું.એક પ્રશ્ન ના જવાબમાં વાઘેલાએ જણાવ્યું કે કર્ણાટકમાં પણ ભાજપાના વોટ શેરમાં વધારો થયો છે. ભાજપનો કાર્યકર્તા ક્યારેય હારતો નથી પરંતુ દરેક ચુંટણીમાંથી બોધપાથ લઇ ને આગળ વધે છે. આજે પણ દેશના ૧૫ રાજ્યોમાં ભાજપની સરકાર છે.સૌથી વધુ સાંસદો,ધારાસભ્યો,મહાનગર પાલિકા,નગરપાલિકા,જીલ્લા પંચાયત,તાલુકા પંચાયતમાં ભાજપાના જન પ્રતિનિધિઓ સેવા આપી રહ્યાછે. આજની આ પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસ, પ્રદેશ મીડિયા કન્વીનર ડૉ.યજ્ઞેશભાઈ દવે,પ્રદેશ સહ પ્રવક્તા ડૉ. ઋત્વિજ પટેલ તેમજ સહ કન્વીનર ઝુબીન આશરા ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com