દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા આજે ત્રણ જગ્યાએ બિન પરવાનગીના બાંધકામો દૂર કરાયા

Spread the love

ઇન્દ્રપુરી વૉર્ડ કેનાલ રોડ

લાંભા કામિલ રેસીડેન્સી

બહેરામપુરામાં નબીનગર

અમદાવાદ

દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા બીનપરવાગીના બાંધકામો દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે આજ તારીખ 17 મે 2023 ના રોજ  ત્રણ જગ્યાએ બિન પરવાનગીના બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી , જેમાં ઈલેકશન વૉર્ડ ઇન્દ્રપુરીમાં કેનાલ રોડ ઉપર બે કોમર્શિયલ યુનિટ JCB મશીન તથા વટવા પોલીસ સ્ટેશનની મદદથી . ઈલેકશન વૉર્ડ લાંભા પૂર્વમાં કામિલ રેસીડેન્સી ખાતે વટવા કેનાલ રોડ ઉપર આવેલ 4 રો- હાઉસ પ્રકારના રહેણાંક બાંધકામો JCB મશીન તથા નારોલ પોલીસ સ્ટેશનની મદદથી અને ઈલેકશન વૉર્ડ બહેરામપુરામાં નબીનગર વિભાગ-૬, હિમાલય બેકરી રોડ, બેરલ માર્કેટ, બહેરામપુરા ખાતે ગ્રાઉન્ડ ફ્લોર થી 7 માળ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ પણ પ્રકારની મંજૂરી મેળવ્યા સિવાય બાંધકામ પ્રક્રિયા ચાલુ કરાતા ગ્રાઉન્ડ ફ્લોર લેવલે GPMC એક્ટ મુજબની નોટિસોની કાર્યવાહી પૂર્ણ કરી બાંધકામ અટકાવવા માટે છ વખત બાંધકામને સીલ કરવામાં આવ્યા, તેમ છતાં બાંધકામ પ્રક્રિયા ચાલુ રાખી 7 માળ સુધી બાંધકામ કરવામાં આવ્યા હતા. બાંધકામ દૂર કરવા માટે પાંચ વખત પોલીસ મદદની માંગણી કરવામાં આવેલ જેમાં આજ તારીખ 17 મે 2023 ના રોજ દાણીલીમડા પોલીસ સ્ટેશન નો બંદોબસ્ત મળેલ હોવાથી બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com