ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં રૂ।. 400 કરોડના વિકાસ કામોનું કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ ખાતમુહૂર્ત
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં રૂપિયા ૪૦૦ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ સ્માર્ટ સિટી મિશન અંતર્ગત પાટનગરના સેક્ટર ૨૧ ખાતેના ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટરમાં ૧,૭૦૦ દ્વિચક્રી વાહનો, ૭૦૦ ફોર વ્હીલર પાર્ક થઈ શકે તેવા પાર્કિંગનું લોકાર્પણ ઉપરાંત સેક્ટર ૧૧,૧૭,૨૧ અને સેક્ટર ૨૨માં ચાર માર્ગીય રસ્તા સહિતની આંતર માળખાકીય સુવિધાના રૂ. ૨૫ કરોડના વિકાસ કામો તેમજ શહેરમાં રૂ. ૬.૪૫ કરોડના ખર્ચે સ્થાપિત ૬૪૫ KWના સોલર રૂફ ટોપ અને ૨૨૦ KWના સોલર ટ્રીનું પણ લોકાર્પણ કર્યું હતું.
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીશ્રી અમિતભાઈએ વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. જેમાં “રેલવે ફાટક મુક્ત ગુજરાત” અભિયાન, અંતર્ગત ૬ નંબરના રોડ પર રૂ. ૫૮.૧૭ કરોડના ખર્ચે તૈયાર થનારા રેલવે ઓવરબ્રિજ, રાંધેજા તથા ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારી ગણ તથા કર્મચારી ગણ માટે રૂ. ૨૮ કરોડના ખર્ચનું નિર્માણ તેમજ રાંધેજા તથા પેથાપુર ખાતે રૂ.૪.૫૨ કરોડના ખર્ચે અધ્યતન સ્મશાન ગૃહ નિર્માણ, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. ૧૨.૪૫ કરોડના ખર્ચે વાવોલ ગામમાં તળાવના ડેવલપમેન્ટનું કામ, ચરેડી ખાતે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવાનું રૂ. ૨૧.૩૫ કરોડનું કામ, ધોળાકૂવામાં પાકા રસ્તા અને પીવાના પાણીની પાઇપ લાઇન નાખવાના રૂ. ૩.૪૦ કરોડના કામ ઉપરાંત પેથાપુર ખાતે રૂ. ૪૦.૧૫ કરોડના ખર્ચે તૈયાર થનારા ગંદા પાણીના વૈજ્ઞાનિક ઢબે નિકાલ તથા ટ્રીટમેન્ટ માટેના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નિર્માણના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સિવાય જુદા જુદા ટીપી વિસ્તારમાં રૂ. ૩૩.૪૮ કરોડના ખર્ચે ત્રણ વોટર ડિસ્ટ્રીબ્યુટરના બાંધકામ, રૂ. ૫૫.૪૯ કરોડના ખર્ચે પીવાના પાણીની પાઇ પલાઇન નાખવાની કામગીરી ઉપરાંત રૂ. ૨૧.૧૯ કરોડના ખર્ચે ટર્મિનલ સિવરેજ પંપીંગ સ્ટેશન બાંધકામ તેમજ સુઘડ ખાતે રૂ. ૧૭.૩૭ કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ ક્લિયર વોટર પંપ હાઉસના કામો, ભાટ ખાતે ૨૫ એમ.એલ.ડી ક્ષમતાના રૂ. ૩૦.૯૭ કરોડના ખર્ચે ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ તેમજ રૂ. ૫.૧૮ કરોડના ખર્ચે સરગાસણ વિસ્તારમાં ગટર લાઈન તેમજ પાણીના જોડાણ માટેના વિવિધ કામોનું પણ કેન્દ્રીય ગૃહ મંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા અંદાજે રૂ. ૪૦૦ કરોડના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા સેક્ટર ૩૦ અને બોરીજ ગામમાં બગીચા તેમજ સેક્ટર ૧,૩,૨૧,૨૩,૨૫ અને સેક્ટર ૨૬માં આવેલા બગીચાઓનું રીનોવેશન તેમજ વિવિધ સેક્ટરોમાં કમ્પાઉન્ડ વોલના નિર્માણના વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું તેમણે આ અવસરને વિકાસનો ઉત્સવ ગણાવ્યો હતો.