GCCIની કારોબારી સમિતિમાં વર્ષ ૨૦૨૩-૨૪ માટેની ચૂંટણીનો કાર્યક્રમ નક્કી 

Spread the love

ચૂંટણી ૨૦૨૩-૨૪ માટેની મતદાન માટેની તારીખ ૧૧-૭-૨૦૨૩ના રોજ GCCI ખાતે રાખવામાં આવી

અમદાવાદ

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની કારોબારી સમિતિની મિટિંગ હતી જેમાં વર્ષ ૨૦૨૩-૨૪ માટેની ચૂંટણી કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. નક્કી કરવામાં આવેલ ચૂંટણી કાર્યક્રમ પ્રમાણે તા.૨૧-૬-૨૦૨૩થી તા.૨૭-૬-૨૦૨૩ સુધી ચૂંટણી માટેની ઉમેદવારીપત્રો ચેમ્બરની ઓફીસમાંથી મેળવી શકાશે અને તા.૨૮-૬-૨૦૨૩ સુધીમાં આ ઉમેદવારીપત્રો ચેમ્બરની કચેરીમાં પરત આપવાના રહેશે. ઉમેદવારીપત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ ૩૦-૬-૨૦૨૩ નક્કી કરવામાં આવી છે.ચૂંટણી ૨૦૨૩-૨૪ માટેની મતદાન માટેની તારીખ ૧૧-૭-૨૦૨૩ના રોજ GCC ખાતે રાખવામાં આવી છે અને તા.૧૨-૭-૨૦૨૩ના રોજ વાર્ષિક સામાન્ય સભા યોજવામાં આવશે.

આ ઉપરાંત કારોબારી સમિતિની મિટિંગમાં સિનિયર ઉપ-પ્રમુખ માટેની ઉમેદવારીના સીધા ઉમેદવારી કરવાના વિકલ્પ માટે નિર્ણય લેવા અંગે E.G.M. માં નક્કી થયા મુજબ પાંચ પૂર્વ પ્રમુખોની કમિટીની રચના કરવામાં આવી હતી જેમાં મહેન્દ્ર શાહ , રૂપેશ શાહ , શૈલેષ પટવારી,નટુભાઇ પટેલ , દુર્ગેશ બુચ નો સમાવેશ થાય છે.વધુમાં વર્ષ-૨૦૨૩-૨૪ ની ચૂંટણી માટેના ચૂંટણી બોર્ડની પણ રચના કરવામાં આવી હતી જેમાં પથિક પટવારી , દુર્ગેશ બુચ ,ચેતન ડી. શાહ , સંજીવ છાજર , હિમાંશુ પટેલ છે.

GCCIની એમ્પાવર્ડ એપેક્ષ કમિટી દ્વારા હસમુખ હિંગુને વર્ષ ૨૦૨૩-૨૪ માટે ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com